સીબીઆઇ અને ઇડી જેવી ટોપની તપાસ સંસ્થાઓ દ્ધારા જુદા જુદા કેસોમાં તપાસ કરવામાં આવી રહી છે. આ તપાસના કારણે કોંગ્રેસી નેતાઓની ઉંઘ હરામ થઇ ગઇ છે. આ પાર્ટીના નેતાઓ તપાસ સંસ્થાઓ પર તેમની ભડાસ કાઢી રહ્યા છે. તપાસ સંસ્થાઓની ટિકા કરવી અને તેમને ધમકી આપવા માટેની કોંગ્રેસી નેતાઓની બાબત કમનસીબ છે. કોંગ્રેસના સર્વોચ્ચ નેતાઓ દ્વારા આ મામલે કાર્યવાહી કરવી જાઇએ. કોંગ્રેસે હવે સીબીઆઇ અને ઇડીને ખુલ્લી ચેતવણી આપી છે જે કમનસીબ છે. કોંગ્રેસી નેતા ચેતવણીના અંદાજમાં કહી ચુક્યા છે કે સરકાર સ્થાયી નથી તે બાબતને બ્યુરોક્રેટસ સમજી લે તે જરૂરી છે. અધિકારીઓ તેમની હદમાં રહીને કામ કરે તે જરૂરી છે. આ સરકાર બદલાશે. નવી સરકાર આવશે ત્યારે એવા તમામ અધિકારીઓની ભૂમિકામાં તપાસ કરવામાં આવશે જે હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના ઇશારે કામ કરી રહ્યા છે.
આખરે કોંગ્રેસ સીબીઆઇ અને ઇડી સામે આવુ વલણ કેમ અપનાવી રહી છે. આના એક દિવસ બાદ આઇસીઆઇસીઆઇ બેંકના પૂર્વ સીઇઓ ચંદા કોચર પર કેસના મામલે અરૂણ જેટલી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી. જેટલીના નિવેદનથી પણ સીબીઆઇ પર દબાણ લાવવામા ંઆવ્યુ હોવાની શંકા થઇ હતી. જા કે આ કેસ અલગ હતો. કોંગ્રેસની ઉત્તેજના અને નારાજગીનુ કારણ હરિયાણાના પૂર્વ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર સિંહ હુડ્ડાના આવાસ પર હાલમાં સીબીઆઇ દ્વારા પાડવામાં આવેલા દરોડા છે. જા કે કોંગ્રેસી નેતાઓની સમસ્યા માત્ર હુડ્ડા સુધી મર્યાિદત નથી. સીબીઆઇ અને ઇડી દ્વારા હાલના દિવસોમાં પૂર્વ નાણાંપ્રધાન ચિદમ્બરમ, તેમના પુત્ર કાર્તિ અને કોંગ્રેસના ઉત્તરપ્રદેશના મહાસચિવ તેમજ રાહુલ ગાંધીના બહેન પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાઢેરાની સામે તપાસ પણ છે.જાધપુરની હાઇકોર્ટે રોબર્ટ વાઢેરા તેમજ તેમની માતા મૌરીન સહિત કંપનીના તમામ ભાગીદારોને ૧૨મી ફેબ્રુઆરીના દિવસે હાજર કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. બીકાનેરમાં કોલાયત ૭ેત્રમાં ૨૭૫ બિઘા જમીનને લઇને તેમની સામે તપાસ ચાલી રહી છે. સીબીઆઇ અને ઇડી દ્વારા આ જ દિવસે દિલ્હી હાઇકોર્ટમાં એરસેલ અને મેÂક્સમ તેમજ આઇએનએક્સ કેસમાં પૂર્વ પ્રધાન ચિદમ્બરમ સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. કોર્ટે કાર્તિની સામે પણ કાર્યવાહી જારી રાખી છે. કોંગ્રેસ પાર્ટીને આ બાબત ક્યારેય ભુલવી જોઇએ નહીં કે નેશનલ હેરાલ્ડ મામલે તેમની તમામ દલીલ અસ્વીકાર કરવામાં આવી ચુકી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા તેમની દલીલ ફગાવી દેવામાં આવી છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની અરજી પણ ફગાવી દેવામાં આવી છે.
કોર્ટે હેરાલ્ડ હાઉસ ખાલી કરવા માટે આદેશ પણ આપી ચુક્ી છે. હુડ્ડા પર કેસ કોર્ટના આદેશના આધારે દાખલ કરવામાં આવ્યો છે. તેમના તરફથી વર્ષ ૨૦૦૯માં ગુડગામમાં ૧૪૧૭ એકર જમીનના અદિગ્રહણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આરોપ છે કે રાજ્ય સરકારે સેક્ટર ૫૮થી ૬૩ અને ૬૫થી ૬૭ના અધિગ્રહણ માટે જાહેરનામુ જારી કર્યુ હતુ. સરકાર યોગ્ય કિંમત પર આર્થિક રીતે પછાત લોકોને જમીન આપવા માટે ઇચ્છુક હતી. જો કે જાહેરનામુ જારી કરવામાં આવ્યા બાદ સામાન્ય જમીન માલિકો ઘબરાઇ ગયા હતા. આ લોકોએ ખુબ સસ્તી કિંમતો પર તેમની જમીન બિલ્ડરોને આપી દીધી હતી. આમાં બિલ્ડરોને લાભ પહોંચાડી દેવા માટે રાજકીય શÂક્તનો દુરુપયોગ સ્પષ્ટ દેખાય છે. કાર્યવાહી માત્ર હુડ્ડાની સામે હાથ ધરવામાં આવી નથી. બલ્કે ૧૫ મોટા બિલ્ડરોની સામે કાર્યવાહી કરવામાં આવી છે. ચિદમ્બરમ પર બે કેસો રહેલા છે.
જેમાં ૩૫૦૦ કરોડના એરસેલ -મેકસીસ અને ૩૦૫ કરોડના આઇએનએક્સ મિડિયા કેસનો સમાવેશ થાય છે. સીબીઆઇના આરોપપત્રમાં સાફ શબ્દોમાં કહેવામાં આવ્યુ છે કે નાણાંપ્રધાન તરીકે ચિદમ્બરમને ૬૦૦ કરોડ રૂપિયા રોકાણ કરવાનો અધિકાર હતો. જો કે સોદાબાજીમાં ૩૫૦૦ કરોડ રૂપિયાનુ રોકાણ મળ્યુ હતુ. કોંગ્રેસી નેતા હાલમાં લાલઘુમ દેખાઇ રહ્યા છે. જે બિનજરૂરી છે. વર્ષ ૨૦૦૬માં મેક્સીસે એરસેલમાં ૭૪ ટકા હિસ્સેદારી ખરીદી લીધી હતી. એરસેલના માલિક શિવશંકરણને કહ્યુ છે કે પોતાની હિસ્સેદારી મેક્સીસને આપી દેવા તેમના પર દબાણ લાવવામાં આવ્યુ હતુ. ચિદમ્બરના કાર્યકાળ દરમિયાન આઇએનએક્સ મિડિયા મામલામાં ગેરરિતીઓ થઇ હતી. આઇએનએક્સના મુખ્ય પ્રમોટર ઇન્દ્રાણી મુખર્જી કહી ચુક્યા છે કે વિદેશી રોકાણને મંજુરી અપાવવા ંમાટે ચિદમ્બરમના પુત્રને લાંચ આપવામાં આવી હતી. રોબર્ટ વાઢેરા પર હરિયામા અને રાજસ્થાનમાં મિલીભગત મારફથે જમીનોના ગેરકાયદે કારોબારનો આરોપ છે.