વિરમગામ વિધાનસભાની બેઠક પર પંજાની પકડ જળવાઇ રહી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

વિરમગામ વિધાનસભાની બેઠક પર પંજાની પકડ જળવાઇ રહી

વિરમગામ વિધાનસભા-૩૯ બેઠક પર આ વખતે સૌ કોઇની નજર હતી. આ બેઠક પર પ્રતિષ્ઠાનો જંગ બની રહ્યો હતો. કોંગ્રેસમાંથી છેડો ફાડી આવેલ તેજશ્રીબેન પટેલ  આ બેઠક પરથી ભાજપા તરફથી ઉમેદવારી નોંધાવી હતી. સામા પક્ષે કોંગ્રેસના ઉમેદવાર લાખાભાઇ ભરવાડ ખૂબ જ મજબૂત પ્રતિસ્પર્ધી સાબિત થયા છે. આ બેઠક પરથી તેઓએ તેજશ્રીબેન પટેલને ચૂંટણી જંગમાં મ્હાત આપી છે.

 

લાખાભાઇ દ્વારા જનાધાર મેળવી કોંગ્રેસના વિરમગામ સીટ પર પંજાની પકડ જાળવી રાખી છે. ઉલ્લેખનીય છે કે ગત વિધાનસભા ચૂંટણીમાં તેજશ્રીબેન પટેલે કોંગ્રેસ તરફથી જીત મેળવી હતી.

 

 

Share This Article