ત્રણ રાજ્યોમાં ચૂંટણી સફળતાથી કોંગ્રેસ પાર્ટીના લોકોનો આત્મવિશ્વાસ ચોક્કસપણે વધ્યો છે. હવે પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીને પણ લાગવા લાગ્યુ છે કે વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં મુખ્ય પાર્ટી ભાજપને તેઓ પડકાર ફેંકી શકે છે. જા કે કોંગ્રેસ પાર્ટીને હજુ ખુબ મહેનતની જરૂર દેખાઇ રહી છે.કારણ કે વર્ષ ૨૦૧૪ બાદથી પાર્ટીની સ્થિતી ખુબ ખરાબ થઇ છે. ભાજુ અને અન્ય વિરોધ પક્ષોનો સામનો કરવા માટે કોંગ્રેસને સંગઠનાત્મક માળખાને ખુબ મજબુત કરવાની જરૂર છે. કોંગ્રેસના ટોપ નેતાઓ માને છે કે વર્ષ ૧૯૯૦ બાદથી કેટલાક રાજ્યોમાં કોંગ્રેસની હાલત કફોડી બની છે. કોંગ્રેસની સામે મુખ્ય પાર્ટી ભાજપ છે. જે મજબુત સંગઠન ધરાવે છે. તેની મુખ્ય તાકાત રાષ્ટ્રીય સ્વય સેવક છે. સિંઘની હાજરી ્કિલ ભારતીય છે. સંઘ-ભાજપન સંગઠન તાકાત સામે કોંગ્રેસ પાર્ટી કોઇ જગ્યાએ દેખાતી નથી. કોંગ્રેસને ભારતીય જનતા પાર્ટીની સામે એમ કહેવાનુ છે કે તે કેટલાક મુળ મામલામાં ભાજપ કરતા અલગ છે. તેની વિચારધારાને વારંવાર રજૂ કરવાની રહેશે. કોઇ પણ વૈચારિક ફેરફાર માટે સંગઠનમાં ફેરફાર કરવાની પણ જરૂર છે. બીજી બાજુ આજે રાજકીય ભુગોળ અલગ છે તે બાબત કોંગ્રેસ પાર્ટીને સમજી લેવાની જરૂર છે.
વર્ષ ૧૯૯૦ બાદથી સ્થિતી ઝડપથી બદલાઇ છે. ક્ષેત્રીય પક્ષોની તાકાત ઝડપથી વધી રહી છે. કોંગ્રેસ નેતૃત્વને આને સમજી લેવાની જરૂર છે. આજે બંને પાર્ટી ક્ષેત્રીય પક્ષોની તાકાતને નજરઅંદાજ કરી શકે તેમ નથી. તમિળનાડુમાં અન્નાદ્રમુક અને ડીએમકે મુખ્ય પાર્ટી છે. ઓરિસ્સામાં બીજેડી, બંગાળમાં તૃણમુળ કોંગ્રેસ, આંધ્રપ્રદેશમાં તેલુગુ દેશમ પાર્ટી, બિહારમાં જેડીયુ અને આરજેડી તેમજ ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટી પોતાના શાનદાર દેખાવની આશા રાખે છે. કેન્દ્રમાં સત્તા કોની રહેશે તે બાબત ઉત્તરપ્રદેશ નક્કી કરનાર છે. અહીં લોકસભાની ૮૦ બેઠક છે. કોંગ્રેસ પાર્ટી આ રાજ્યમાં ખુબ નબળી સ્થિતી ધરાવે છે. અહીં કોંગ્રેસને સ્થિતી સુધારી દેવા માટે નવેસરથી કામ કરવાની જરૂર છે.
જા કે હવે સમય ઓછો રહ્યો છે. કોંગ્રેસની નબળી સ્થિતીનો અંદાજ આ બાબતથી લગાવી શકાય છે કે યુપીમાં સપા અને બસપા દ્વારા જે ગઠબંધન કરવામાં આવ્યુ છે તેમાંથી કોંગ્રેસને બહાર રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. માયાવતીએ સાફ શબ્દોમાં કહ્યુ છે કે કોંગ્રેસ પાર્ટી એકબીજાના વોટ ટ્રાન્સફર કરી શકે તેવી સ્થિતીમાં નથી. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને ઉતરપ્રદેશમાં મજબુત દેખાવ કરવા માટે માહોલ સર્જવાની જરૂર છે. સંગઠનની સ્થિતી મજબુત કરવાની જરૂર દેખાઇ રહી છે. કોંગ્રેસે તમામ સીટો પર એકલા હાથે લડવાની જાહેરાત કરી છે પરંતુ તેને ખુબ તાકાત લગાવી દેવાની જરૂર છે. કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ અને ઉત્તરપ્રદેશના પ્રભારી ગુલામ નબી આઝાદ કહી ચુક્યા છે કે કોંગ્રેસ પાર્ટી ઉત્તરપ્રદેશમાં તમામ ૮૦ સીટો ઉપર પૂર્ણ તાકાત સાથે ચૂંટણી લડશે. આના માટે પાર્ટીએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસ ઉત્તરપ્રદેશમાં ગઠબંધનનો હિસ્સો બનશે તેમ અગાઉ માનવામાં આવી રહ્યું હતું પરંતુ હવે સપા અને બસપા દ્વારા ગઠબંધનની જાહેરાત કરવામાં આવ્યા બાદ અટકળોનો અંત આવ્યો છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ પાર્ટીએ હવે એકલા હાથે ચૂંટણી મેદાનમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે. ગુલામ નબીએ કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી એકલા હાથે લોકસભાની ચૂંટણીમાં મેદાનમાં ઉતરશે. છેલ્લી ચૂંટણીમાં ઉત્તરપ્રદેશમાં યુપીની ૮૦ સીટો પૈકી ૭૩ સીટો એનડીએ ગઠબંધને જીતી હતી. સપાને પાંચ અને કોંગ્રેસને બે સીટો મળી હતી. માત્ર બે સીટો જીતનાર કોંગ્રેસ માટે લડાઇ ઉત્તરપ્રદેશમાં સરળ નથી. માત્ર બે પરંપરાગત સીટો જ કોંગ્રેસ જાળવી શકી હતી. હાલમાં પાર્ટી ચોથા નંબરની પાર્ટી છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તિસગઢમાં કોંગ્રેસની જીત થયા બાદ કાર્યકરોમાં ઉત્સાહ જાવા મળી રહ્યો છે. પરંતુ લડાઇ તેમના માટે ખુબ મુશ્કેલ છે.
ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીને ભાજપા વિકલ્પ બનવા માટે પોતાની નીતિ આક્રમક બનાવવી પડશે. સાથે સાથે ક્ષેત્રીય પક્ષોની સાથે સહકાર કરવાની જરૂર છે. હાલમાં કોંગ્રેસને સાથે લેવાની જરૂર બસપ અને સપાએ સમજી નથી. જેથી હવે રાજ્યમાં ત્રિકોણીય સ્પર્ધા થનાર ચે. આ ઘટનાથી રાહુલ ગાંધી અને અન્ય ક્ષેત્રીય દળોના નેતાઓને બોધપાઠ લેવાની જરૂર છે. ભાજપને એકલા હાથ કોંગ્રેસ પડકાર ફેંકી શકે તેમ નથી.