કોંગ્રેસને સફળતા મળતા રાહુલ ગાંધીનું કદ વધશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી :  પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના શાનદાર દેખાવ બાદ હવે રાહુલ ગાંધીનના નેતૃત્વમાં અન્ય પાર્ટીઓને પણ વિશ્વાસ વધ્યો છે. ગયા વર્ષે ગુજરાત અને હિમાચલપ્રદેશ વિધાનસભાની ચૂંટણીથી પહેલા રાહુલ ગાંધીને પાર્ટી પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. એ વખતે રાહુલ ગાંધીને સંપૂર્ણ નિષ્ફળતા હાથ લાગી હતી. જા કે હવે રાહુલ ગાંધીને સફળતા મળી છે. તેમના ઝંઝાવતી પ્રચાર અને પ્રજા વચ્ચે ઉઠાવવામાં આવેલા બેરોજગારી, નોટબંધી, જીએસટી સહિતના મુદ્દાની અસર દેખાઈ છે.આ ઉપરાંત ખેડૂતોના મુદ્દાને રાહુલ ગાંધીએ સફળરીતે ચગાવવામાં સફળતા મેળવી હતી. આની સાથે જ ખેડૂતોના મુદ્દાને ચગાવવાનો લાભ પણ મળ્યો છે.

રાહુલ ગાંધી આ વખતે સફળ રીતે આક્રમક યોજના સાથે મેદાનમાં ઉતર્યા હતા. કોંગ્રેસ પાર્ટીને હવે આગામી દિવસોમાંવધારે આત્મવિશ્વાસ સાથે આગળ વધવાની તક મળશે. ૨૦૧૯ની ચૂંટણી માટે માયાવતી, અખિલેશ યાદવ, મમતા બેનર્જી, શરદ પવાર, ચંદ્રાબાબુ નાયડુ જેવા પક્ષો સાથેગઠબંધન કરવામાં પણ સરળતા રહેશે. રાહુલ ગાંધીએ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તિસગઢમાં પૂર્ણ તાકાત લગાવી દીધી હતી અને જારદારપ્રચાર કર્યો હતો.

જેના કારણે પાર્ટીને લાભ થયો છે. વિવિધ રાજ્યોમાં હવેકોંગ્રેસને સફળતા મળ્યા બાદ વિપક્ષી ગઠબંધનની તક મજબુત બનશે. સફળતા મળવાથીકોંગ્રેસનુ કદ વિરોધ પક્ષોમાં મજબુત બનશે. બીજી બાજુ ભાજપના સાથી પક્ષો સાથ છોડીશકે છે જેમાં શિવ સેનાનો સમાવેશ થાય છે. ગઇકાલે જ કુશવાહની પાર્ટીએ એનડીએ સાથેછેડો ફાડી લીધો હતો.  હજુ ભાજપને કેટલાકફટકા પડી શકે છે. લોકસભાની ચૂંટણી પહેલા કેટલાક નવા સમીકરણ રચાય તેવા સંકેત દેખાઇરહ્યા છે. પાંચ રાજ્યોમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એક્ઝિટ પોલના તારણ જારી કરવામાં આવ્યા હતા. જેમાં મોટા ભાગે પોલમાંકોંગ્રેસની સ્થિતી સારી દર્શાવવામાં આવી હતી.

Share This Article