દેશની અર્થવ્યવસ્થામાં સુસ્તી પ્રવર્તી રહી છે. અર્થવ્યવસ્થા દેશ માટે ચિંતાજનક તો છે પરંતુ એમ લાગે છે કે હાલમાં નિષ્ક્રિય થયેલી કોંગ્રેસ પાર્ટી હવે પોતાની સ્થિતીને સુધારી દેવાના કામોમાં લાગી ગઇ છે. હાલમાં કોંગ્રેસના વચગાળાના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી રહેલા સોનિયા ગાંધી જે રીતે બેઠકો કરી રહ્યા છે તે જાતા લાગે છે કે કોંગ્રેસ પાર્ટી મુશ્કેલ તબક્કામાંથી બહાર નિકળવા માટે તૈયાર છે. આના માટે પ્રયાસ પણ કરી રહી છે. કોંગ્રેસમાં નવા પ્રાણ ફુંકવા માટે બનતા તમામ પ્રયાસો શરૂ કરવામાં આવી ચુક્યા છે. લોકસભા ચૂંટણીમાં જે રીતે કોંગ્રેસ પાર્ટીનો કરૂણ રકાસ થયો છે ત્યારબાદથી પાર્ટીના કાર્યકો અને નેતાઓ ભાંગી પડ્યા છે. સૌથી પહેલા કોંગ્રેસના પ્રમુખ તરીકે રહેલા રાહુલ ગાંધીએ તમામ તાકાત પ્રચારમાં લગાવી હોવા છતાં લોકસભાની ચૂંટણીમાં પાર્ટીને કોઇ પણ ફાયદો કરાવી શક્યા ન હતા. આખરે રાહુલ ગાંધીએ પાર્ટીના પ્રમુખ તરીકે રાજીનામુ આપ્યુ હતુ.
પાર્ટીમાં નવા પ્રમુખને લઇને ભારે ડ્રામાબાજી ચાલી હતી. રાહુલ ગાંધીએ ગાંધી પરિવારમાંથી કોંગ્રેસના પ્રમુખ તરીકે કોઇને નહીં બનાવવા માટેની વાત કરી હતી. જા કે આખરે સોનિયા ગાંધીને પાર્ટી પ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. હવે સોનિયા ગાંધી દ્વારા સતત બેઠકો કરવામાં આવી રહીછે. દેશભરના ટોપના નેતાઓ સાથે સોનિયા ગાંધી બેઠકો કરી રહ્યા છથે. દેશની અર્થવ્યવસ્થાને લઇને બેઠકોમાં ચર્ચા કરવામાં આવી હતી. બેઠકોમાં એવો નિર્ણય કરવામાં આવ્યો કે મહાત્મા ગાંધીની ૧૫૦મી જંયતિ પર રાષ્ટ્રવ્યાપી જન આંદોલન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અલબત્ત આ બેઠકમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહ્યા ન હતા. જો કે બેઠક પહેલા જ રાહુલ ગાંધીએ સરકાર પર પ્રહારો કરતા કહ્યુ હતુ કે ભારતને ખોટા પ્રચારની કોઇ જરૂર નથી. ભારતને આર્થિક ખરાબ સ્થિતીમાં બહાર આવવા માટે નક્કર યોજનાની જરૂર દેખાઇ રહી છે. લોકશાહી વ્યવસ્થામાં વિપક્ષ સરકારની આવી જ કમજાર નસને પકડી પાડવા માટે તૈયાર રહે છે. કારમી હાર લોકસભાની ચૂંટણીમાં થયા બાદ કોંગ્રેસ પાસે જદો કોઇ મુદ્દો રહ્યો છે તો આ જ મુદ્દો રહ્યો છે. પરંતુ કોંગ્રેસ આને લઇને સરકાર પર કોઇ દબાણ લાવવામાં સફળ રહેશે કે કેમ તેને લઇને હાલમાં વાત કરવી વહેલીતકે રહેશે. સતત સત્તામાં રહેવાના કારણે પ્રજામાં જવાની તેની ક્ષમતા જતી રહી છે.
જેથી સોનિયા ગાંધીનુ આ નિવેદન ખુબ મહત્વપૂર્ણ છે કે જવે જમીન પર આવીને લડવાની જરૂર છે. આરામમાં ટેવાઇ ગયેલા લોકો શુ વાસ્તવમાં પ્રજાની વચ્ચે જઇને તેમની રજૂઆત સાંભળીને સરકાર પર દબાણ વધારી શકશે કે કેમ તેને લઇને ચર્ચા છેડાઇ ગઇ છે. કોંગ્રેસનુ ભાવિ હવે આ બાબત પર આધારિત છે. જેથી તમામ બેઠકો ખુબ મહત્વપૂર્ણ યોજાઇ રહી છે. વર્તમાન સરકારના ગાળામાં આર્થિક વ્યવસ્થા સુસ્ત સ્થિતીમાં છે તે બાબત યોગ્ય છે. કોંગ્રેસને ભાજપની નીતિ પર પ્રહાર કરતા પહેલા પોતાની નીતિ પર કામ કરવાની જરૂર છે. પોતાના અસ્તિત્વને બચાવી લેવા માટે કોંગ્રેસને ભાજપ સરકારની નીતિ પર પ્રહારો કરતા પહેલા પોતાની નીતિ પર ધ્યાન આપવાની જરૂર છે. મહાત્માં ગાંધીની વિરાસતવાળી પાર્ટી હોવાનો દાવો કરનાર કોંગ્રેસ પાર્ટી ૭૦ વર્ષના પોતાના કામનો જવાબ આપતી નથી. કોંગ્રેસે પોતાના મુલ્યોને ધ્યાનમાં લીધા નથી. કોંગ્રેસ પાર્ટીએ અવસરવાદી નીતિ અપનાવી હતી.
જેના કારણે આજે દેશની આર્થિક સ્થિતી અને સામાજિક સ્થિતી વધારે સારી દેખાતી નથી. સ્વતંત્રતા બાદથી અપનાવવામાં આવેલી રાજકીય અને આર્થિક નિતીઓના કારણે જ કોંગ્રેસ પાર્ટી ભારતીય જીવન દર્શનથી દુર જતી રહી છે. પોતાના શાસનકાળામાં કોંગ્રેસે માત્ર પ્રતિકાત્મક રીતે જ ગાંધી દર્શનનો ઉપયોગ કર્યો હતો. આજે ભાજપ પણ આ જ કામ કરે છે. જેથી પોતાના પ્રભાવને જાળવી રાખવા માટે અને પાર્ટીની છાપને સુધારી દેવા માટે પહેલા કોંગ્રેસને પોતાની નીતિ મજબુત કરવાની જરૂર દેખાઇ રહી છે. આજે ભાજપ શાસનમાં છે પરંતુ આર્થિક નીતિઓ તો કોંગ્રેસની રહેલી છે. આ બાબત તો વાસ્તવિકતા છે કે કોંગ્રેસની તુલનામાં મોદી સરકાર નિર્ણયોને ઝડપથી અમલી કરી રહી છે. જેથી તેના પ્રભાવ પણ દેખાઇ રહ્યા છે.