રાહુલ ગાંધીએ બુધવારના દિવસે કોંગ્રસના પ્રમુખ તરીકે રાજીનામુ આપીને છેલ્લા એક મહિનાથી ચાલી રહેલી તમામ અટકળોનો અંત લાવી દીધો છે. રાહુલ ગાંધીએ પાર્ટી પ્રમુખ તરીકે રાજીનામુ આપી દેતા કહ્યુ છે કે હરિફ પાર્ટીને અમે એ વખત સુધી પરાજિત કરી શકીશુ નહીં જ્યાં સુધી સત્તાની ઇચ્છાશક્તિ છોડીને વિચારધારાની એક લડાઇ લડવા માટે આગળ આવીશુ નહીં. રાહુલ ગાંધીના આ નિર્ણય બાદ હવે પાર્ટીના નવા અધ્યક્ષની ચૂંટણી થનાર છે. પાર્ટી બંધારણ મુજબ અધ્યક્ષપદ જ્યાં સુધી ખાલી રહેશે ત્યાં સુધી પાર્ટી પ્રમુખ તરીકે સૌથી વરિષ્ઠ નેતાને જવાબદારી સોંપનાર છે. જો કે કોંગ્રેસ પાર્ટીને લઇને હવે દુવિધા એ છે કે કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી સામે હવે કઇ રીતે ટક્કર લેશે.
જાણકાર રાજકીય પંડિતો માને છે કે રાહુલ વગર કોંગ્રેસ પાર્ટી વધારે કમજાર થશે. પાર્ટીને નેતૃત્વ ગાંધી અને નહેરુ પરિવારની બહાર ગયા બાદ કોંગ્રેસ હવે વધારે શક્તિશાળી બનશે કે કેમ તે સવાલ છે. પાર્ટી સંગઠિત રહી શકશે કે કેમ તે સવાલ છે. ઇતિહાસ પર નજર કરવામા આવે તો દેશની સૌથી જુની પાર્ટીમાં જ્યારે પણ નેતૃત્વ ગાંધી-નહેરુ પરિવારની બહાર ગયુ છે ત્યારે પાર્ટીમાં ભંગાણની સ્થિતી સર્જાઇ ગઇ છે. પાર્ટીની અંદર અનેક સમાંતર સત્તા ઉભી થઇ ગઇ છે. ગાંધી-નહેરુ પરિવારના વફાદાર લોકો પાર્ટી પ્રમુખ પદ માટે ચિંતાતુર દેખાઇ રહ્યા છે. જેથી એમ માની લેવામાં આવ્યુ છે કે કોંગ્રેસ પાર્ટી એ જ વખતે એક મત અને સંગઠિત રહી શકે છે જ્યારે ગાંધી અને નહેરુ પરિવારના લોકોનુ નેતૃત્વ રહે છે. નિષ્ણાંતોની વાત માનવામાં આવે તો હજુ સુધી પરિવારના કરિશ્માના આધાર પર જ પાર્ટીને મત પણ મળતા રહ્યા છે. આ ઉપરાંત સત્તા પણ તેના અસ્તિત્વને ટકાવી રાખવામાં ઉપયોગી રહી છે. જા કે હવે સ્થિતી એકદમ બદલાઇ ગઇ છે. સામાજિક-આર્થિક પરિસ્થિતીના કારણે મતદારોના વલણ હવે બદલાઇ ગયા છે. લોકોને હવે આ અંગે સારી રીતે માહિતી છે કે કોણ તેમની સાથે સતત સંપર્કમાં છે. કોની સાથે તેઓ પોતાના દુખની વાત કરી શકે છે. એટલે કે પાર્ટીને હવે માત્ર ચૂંટણીમાં દેખાવવા માટેની બાબત પુરતી નથી. દરેક દિવસની સક્રિયતા પણ ઉપયોગી બની ગઇ છે.
આના માટે મજબુત જમીની સંગઠન જરૂરી છે. જેને ઉભા કરવાની બાબત કોંગ્રેસ પાર્ટી હાલમાં ભુલી ચુકી છે. સ્થાનિક એકમોની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની સક્રિયતા ઓછી દેખાય છે. કોંગ્રેસ પાર્ટીની હાલત આજે એટલી ખરાબ થઇ ગઇ છે કે મોટા ભાગના જિલ્લામાં સંગઠનનુ કામ કાગળ પર ચાલે છે. એક સમય કોંગ્રેસ પાર્ટીમાં ક્ષેત્રીય નેતાઓની ભરમાર હતી. જે જનતા સાથે સીધી રીતે વાતચીત કરતી હતી. જો કે હવે સ્થિતી બદલાઇ ગઇ છે. એવા નેતા હવે કોંગ્રેસ પાર્ટીમાં સામેલ નથી. મોટા ભાગના નેતા ઉદાસીન બની ગયા છે. સામાન્ય લોકો સાથે સંપર્ક ધરાવતા નથી. દરેક બાબત અંગે નિર્ણય હાઇ કમાન્ડ દ્વારા કરવામાં આવે છે. રાહુલ ગાંધીએ રાજીનામુ આપતી વેળા આ તમામ બાબતોનો ઉલ્લેખ કર્યો હોત તો વધારે સારી બાબત રહી હોત.
આના કારણે નવી જવાબદારી સંભાળી લેનારની સામે ચિત્ર વધારે સ્પષ્ટ થઇ ગયુ હોત. નહેરુ ગાંધી પરિવારના બહારના લોકો પણ કોંગ્રેસ પાર્ટીને સારી રીતે ચલાવી શકે છે પરંતુ કેટલીક બાબતોમાં ધ્યાન આપવાની જરૂર છે. પરિવાર પાર્ટીમાં તેની ઓથોરિટી રાખવાની તક આપે તો કોંગ્રેસ પાર્ટીને ફાયદો થશે. આમાં કોઇ શંકા નથી કે ગાંધી નહેરુ પરિવાર બહાર સારી રીતે ચલાવી શકે છે. પાર્ટીની અંદર નવી સંસ્કૃતિ તમામના પ્રયાસ મારફતે આવનાર છે. જો કે આ કામ તેમને પોતાની રીતે પાછળ રહીને કરવાની જરૂર રહેશે. નવા પાર્ટી પ્રમુખના નેતૃતવમાં જો પાર્ટી જમીની આધાર મજબુત કરશે તો ચોક્કસપણે ફાયદો થશે. સાથે સાથે લોકશાહી માટે પણ સારી બાબત રહેશે. દેશમાં મજબુત વિપક્ષની હમેંશા જરૂર હોય છે. પ્રજાલક્ષી મુદ્દાને વિપક્ષ જોરદાર રીતે ચગાવીને સરકારનુ માર્ગદર્શન કરી શકે છે. સાથે સાથે રચનાત્મક રીતે પાર્ટીને આગળ વધારી શકે છે. કોંગ્રેસ સામે પડકારો તો ઘણા રહેલા છે.