લોકસભાની ચૂંટણીમાં કારમી હાર થયા બાદ કોંગ્રેસ પાર્ટીમાં એક પ્રકારની ભાગદોડની સ્થિતી થયેલી છે. કોંગ્રેસ પાર્ટીમાં ભારે હતાશા દેખાઇ રહી છે. આ બાબત તો સ્વાભાવિક છે કે કોંગ્રેસ પાર્ટીની હાર ખુબ મોટી હાર છે. પરંતુ આવી સ્થિતીમાં તમામ બાબતો થોડાક દિવસ સુધી શાંત રહી હોત તો પાર્ટી માટે વધારે સારી બાબત રહી હોત. રાહુલ ગાંધી દ્વારા પહેલા રાજીનામુ આપી દેવાની ઓફર, ત્યારબાદ રાજીનામાની માંગ પર જિદ્દી વલણ અને હવે રાજીનામુ નહીં આપવાના મળી રહેલા સંકેતોથી લાગે છે કે પાર્ટી હજુ પણ ગંભીર દેખાઇ રહી નથી. હવે એવુ લાગે છે કે રાહુલ રાજીનામુ આપવા માટે જઇ રહ્યા નથી. રાહુલ ગાંધી પોતાની જ પાર્ટીના ઉચ્ચ લોકો અને સભ્યોથી નારાજ દેખાઇ રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીની અંદરથી જે હેવાલ આવી રહ્યા છે તે સંકેત આપે છે કે પાર્ટીમાં તમામ બાબતો તેમની ઇચ્છાથી ચાલી રહી ન હતી. તેમાં કોઇ હેરાનીની વાત પણ દેખાતી નથી.
કારણ કે તેમના જેવા અનુભવવગરના નેતાની ઇચ્છાશક્તિ સાથે પૂર્ણ પાર્ટી ચાલી શકે તેમ પણ નથી. રાહુલ ગાંધી કોંગ્રેસ માટે જરૂરી છે અને મજબુરી પણ છે. કારણ કે તેમના વગર સમગ્ર કોંગ્રેસ ટીમ ભાંગી પડવાનો ભય રહેલો છે. કોંગ્રેસ પાર્ટી પર વશંવાદના કેટલા પણ આરોપો મુકવામાં આવે પરંતુ આવી સ્થિતીમાં ગાંધી પરિવારને છોડવા માટેની બાબત કોંગ્રેસ માટે આત્મઘાતી સાબિત થઇ શકે છે. કારણ કે કોંગ્રેસ પાર્ટીની ખરાબ હાલત માટે રાહુલ કરતા તેમની પાર્ટીના લોકો વધારે જવાબદાર છે. તેમના સલાહકારને વધારે જવાબદાર ગણી શકાય છે. કોંગ્રેસ પાર્ટીને એવા લોકોની ઓળખ કરી લેવી જોઇએ જે તેમને ખોટી સલાહ આપી રહ્યા છે. જાણકાર લોકો સ્પષ્ટપણે માને છે કે રાહુલમાં રાજકીય સમજ એટલી નથી કે તેઓ ભારતીય જનતા પાર્ટી જેવી મજબુત પાર્ટીની સામે કોઇ આક્રમક રણનિતી બનાવી શકાય. આજે પણ ભારતીય જનતા પાર્ટી સંઘ દ્વારા નિયંત્રિત રાજકીય પાર્ટી છે. સાથે સાથે ભવિષ્યમાં પણ રહેશે. કારણકે ભારતીય જનતા પાર્ટીને તાકાત તો સંઘમાંથી જ મળે છે. ભાજપ આને સ્વીકાર કરશે નહીં પરંતુ વાસ્તવિકતા એ છે કે આજે પણ સંઘના થિન્ક ટેંક દ્વારા જ ભારતીય જનતા પાર્ટીની રણનિતી નક્કી કરવામાં આવે છે.
કોંગ્રેસને ભારતીય જનતા પાર્ટીની સામે લડવા માટે પોતાની રણનિતી ખુબ જ વિચારીને નક્કી કરવી પડશે. તેને વિચારણા કરવાની જરૂર છે કે કેમ તે ભારતીય જનતા પાર્ટીની સામે ફલોપ થઇ જાય છે. રાહુલ ગાંધીને વિચારણા કરવી પડશે કે કેમ તેમના દરેક હથિયાર તેમના માટે જ ઘાતક બની જાય છે. તેમને વિચારણા કરવી પડશે કે ભાજપ તેમના દરેક હથિયારથી કેમ બચી જાય છે. કોંગ્રેસ કાર્યસમિતીની બેઠકમાં તો રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે તેઓ ભાજપની સામે આક્રમક રહેશે. ભાજપને શાંતિથી બેસવા દેશે નહીં. સોનિયા ગાંધી કહે છે કે કોંગ્રેસ પાર્ટી વાપસી કરશે. જો કે હજુ સુધી કોંગ્રેસ તરફથી એવી કોઇ વાત કરવામાં આવી નથી કે કોંગ્રેસ કઇ રણનિતી સાથે હવે મેદાનમાં આવનાર છે. રાહુલ અને સોનિયા ગાંધીનુ વર્તન તો એજ દર્શાવે છે કે કોંગ્રેસ પોતાની જુની રણનિતી પર જ ચાલશે. ભાજપની સામે રમનિતી નક્કી કરવામાં આવે ત્યારે હાલતની નિષ્પક્ષ રીતે સમીક્ષા કરવી પડશે.
તેને આ બાબતને સ્વીકાર કરવાની જરૂર છે કે પાર્ટી આજે એવી સ્થિતીમાં પહોંચી ગઇ છે જ્યાંથી વાપસી કરવાની બાબત તેના માટે અશક્ય નથી પરંતુ ભારે મુશ્કેલ છે. તેને કબુલાત કરવી પડશે કે ૧૨ કરોડ લોકોના વિશ્વાસ સાથે તે ૫૨ સીટ જીતીને ભાજપ માટે કોઇ મુશ્કેલ સ્થિતી ઉભી કરી શકે તેવી સ્થિતીમા નથી. લોકસભાની ચૂંટણીમાં ખરાબ રીતે હાર માટે નકારાત્મક વર્તન જવાબદાર છે. કોંગ્રેસ પાર્ટીને આ બાબતને પણ સ્વીકાર કરવાની જરૂર છે કે કેન્દ્રમાં સત્તા મેળવવાથી તે ખુબ દુર જઇ ચુકી છે. કોંગ્રેસને આ બાબતને પણ સ્વિકાર કરવી પડશે કે ભારતીય જનતા પાર્ટી પ્રચંડ જનમત પ્રજાનો ધરાવે છે. તેને ભાજપની સામે બિનજરૂરી પ્રહાર કરવાથી બચવાની પણ જરૂર છે. કોંગ્રેસને એવા મુદ્દા ઉઠાવવા પડશે જે જનતા સાથે જોડાયેલા છે. સાથે સાથે પ્રજાની સાથે તે છે તેનો અનુભવ લોકોને કરાવવો પડશે. તેના માટે હાજરી હવે જરૂરી છે.