
જાહેર માધ્યમો અને સોશિયલ મીડિયામાં ચાલી રહેલ અહેવાલો બાદ કોંગ્રેસના સિનિયર નેતા અને પોરબંદરથી ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ટિ્વટ કરી સ્પષ્ટતા કરી કે તે કોંગ્રેસમાં જ છે અને પક્ષના ચૂંટાયેલા ધારાસભ્ય છે. તો બીજી તરફ, AAP નેતા ગોપાલ ઈટાલીયાએ કોંગ્રેસ નેતા પર કટાક્ષ કર્યો છે. ઈટાલીયાએ ખુલાસા અંગે સ્પષ્ટતા પર કટાક્ષ સાથે AAPમાં જાેડાવા આમંત્રણ આપ્યું છે. કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા ભાજપમાં જાેડાશે એ પ્રકારના અહેવાલો છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહ્યા છે. અર્જુન મોઢવાડીયાએ ટ્વીટ કરી સ્પષ્ટતા કરી કે ‘મારા કોઈપણ ખુલાસા વિના વિવિધ મીડિયા ચેનલો દ્વારા મારી ભાજપમાં જાેડાઈ રહ્યાની વાતો થઈ રહી છે, જેનો કોઈ આધાર નથી. હું કોંગ્રેસમાં છું અને પક્ષનો ચૂંટાયેલ ધારાસભ્ય છું. અર્જુન મોઢવાડિયાએ રાજીનામુ આપ્યા હોવાની અને ભાજપમાં જાેડવાના હોવાની બાબતો સોશિયલ મીડિયામાં ફરી રહી હતી. કોંગ્રેસના અનેક નેતાઓએ અને કાર્યકરો પણ આ અંગે અર્જુન મોઢવાડિયાને પ્રશ્નો કરી રહ્યા હતા ત્યારે મોઢવાડિયાએ જાતે જ ટ્વીટ કરી આ અંગે સ્પષ્ટતા કરી તેઓ કોંગ્રેસમાં જ હોવાનું જણાવ્યું છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેવા માટે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધીને આમંત્રણ મળ્યું હતું. જાે કે, કોંગ્રેસે આ આમંત્રણનો અસ્વીકાર કર્યો હતો. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં નહિ જવાનો ર્નિણય લીધા બાદ મોઢવાડિયા પક્ષના ર્નિણયથી નારાજગી દર્શાવી હતી. તેમણે ટ્વીટ કર્યું હતું કે ભગવાન શ્રીરામ આરાધ્ય દેવ છે. આ દેશવાસીઓની આસ્થા અને વિશ્વાસનો વિષય છે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસે આવા રાજનીતિક ર્નિણયો લેવાથી દૂર રહેવું જાેઈએ. મોઢવાડિયાના આ ટ્વીટ બાદ તેઓ રામ નામે રાજીનામુ આપી દેશે એવી અટકળો શરૂ થઈ હતી. અર્જુન મોઢવાડિયાએ ટ્વીટ કરી સ્પષ્ટતા કરતા AAP નેતા ગોપાલ ઈટાલીયાએ કોંગ્રેસ નેતા પર કટાક્ષ કર્યો છે. ઈટાલીયાએ ખુલાસા અંગે સ્પષ્ટતા પર કટાક્ષ સાથે AAPમાં જાેડાવા આમંત્રણ આપ્યું છે. ઈટાલીયાએ કહ્યું કે, અર્જુનભાઈ ભવિષ્યમાં પણ કોંગ્રસમાં જ રહેશો એવો ખુલાસો કર્યો હોત તો સારું હોત, ભવિષ્યમાં કોંગ્રસમાં ના રહેવાના હોવ તો AAPમાં જાેડાવા વિનંતી, તમારા જેવા સક્ષમ અને ભણેલા-ગણેલા નેતાઓ AAPમાં ખુબ શોભા આપે.