કર્ણાટક વિધાનસભા ચૂંટણી પરિણામો બાદ કોની સરકાર બનશે તે વાત હાલમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. કર્ણાટકમાં ભાજપ- કોંગ્રેસ વચ્ચે સીધો જંગ હતો, કોઇને પણ બહુમત ન મળવાથી રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.
ચૂટંણી પરિણામો જાહેર થયા બાદ બીજેપી ૧૦૪ બેઠક મેળવી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે, જ્યારે કોંગ્રેસના ફાળે ૭૮ બેઠકો આવી છે અને જેડીએસએ૩૮ બેઠક મેળવી છે. આમ કોઇપણ પક્ષને સ્પષ્ટ બહુમત ન મળવાથી બીજેપી અને કોંગ્રેસે કર્ણાટકમાં સરકાર રચવાની કવાયત શરૂ કરી દીધી છે.
પ્રાપ્ત વિગત મુજબ કોંગ્રેસના પીઢ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે બીજેપી દ્વારા તેમના ધારાસભ્યોને ધમકાવવામાં આવી રહ્યાં છે, દબાવ બનાવવામાં આવી રહ્યો છે. તેમણે જણાવ્યું છે કે જો રાજ્યપાલ સંવિધાનના મૂલ્યોનું પાલન કરશે નહિં અને અમને સરકાર બનાવવા માટે નિમંત્રિત કરશે નહિં તો ખૂની સંધર્ષ થશે.
કોંગ્રેસ નેતાએ કહ્યું કે કોંગ્રેસ વિધાનસભ્યો અસુંતુષ્ટ હોવાની અફવાઓ ફેલાવામાં આવી રહી છે, પરંતુ ખરેખર તો બીજેપી અસંતુષ્ટ છે. અમારી પાસે (કોંગ્રેસ-જેડીએસ) પાસે ૧૧૭ બેઠકો છે અને રાજ્યપાલ પક્ષપાતી બની શકે નહિં.