જયપુર : એકબાજુ હરિયાણાના જિંદમાં કોંગ્રેસ પાર્ટીની હાર થઇ હતી જ્યારે બીજી બાજુ રાજસ્થાનના રામગઢમાં કોંગ્રેસ પાર્ટીની પેટાચૂંટણીમાં આજે જીત થઇ હતી. આની સાથે જ કોંગ્રેસ પાર્ટીની વિધાનસભા સીટોની સંખ્યા વધીને ૧૦૦ ઉપર પહોંચી ગઈ છે. હાલમાં જ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ૯૯ સીટો મળી હતી. રાજસ્થાનના રામગઢમાં કોંગ્રેસના ઉમેદવાર સાફિયા ઝુબેર ખાનની ૧૨૨૨૮ મતે જીત થઇ હતી. લોકસભા ચૂંટણી આડે વધારે સમય રહ્યો નથી ત્યારે કોંગ્રેસની આ જીત તેના કાર્યકરોમાં વધારે ઉત્સાહ વધારશે. વિધાનસભા ચૂંટણીના થોડાક દિવસ પહેલા જ રામગઢ વિધાનસભા ક્ષેત્રના બસપ ઉમેદવાર લક્ષ્મણસિંહનું અવસાન થતાં ચૂંટણી મોકૂફ કરવામાં આવી હતી. આ પેટાચૂંટણી લોકસભા ચૂંટણી પહેલાની છેલ્લી ચૂંટણી હતી જેથી પ્રતિષ્ઠત બની હતી.
Kumbh Story: વિદેશીને લાગ્યો સનાતનનો રંગ, ઈંગ્લેન્ડનો જેકબ કઈ રીતે બની ગયો જય કિશન સરસ્વતી?
ઈંગ્લેન્ડના જેકબ પણ સનાતન ધર્મથી ઘણા પ્રભાવિત થયા છે અને સનાતન ધર્મ અપનાવી હવે તેઓ જય કિશન સરસ્વતી બની ગયા...
Read more