સીકર-હીંડોન : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરક્ષાના મામલા ઉપર આજે આક્રમક પ્રહારો કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે ૨૦૦૮માં જાન્યુઆરી મહિનામાં રામપુરમાં સીઆરપીએફ કેમ્પ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. મે મહિનામાં જયપુરમાં બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. જુલાઈ મહિનામાં બેંગલોરમાં બ્લાસ્ટ કરાયા હતા. આગલા દિવસે અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ કરાયા હતા. સપ્ટેમ્બર મહિનામાં દિલ્હીમાં બે આતંકવાદી ુહુમલા થયા હતા. ઓકટોબર મહિનમાં પૂર્વોત્તરના ત્રણ શહેરોમાં હુમલા થયા હતા. નવેમ્બર ૨૦૦૮માં મુંબઈમાં હુમલો કરાયો હતો. સેંકડો લોકોના મોત થયા હતા. સમગ્ર વર્ષ દરમિયાન હુમલાઓનો દોર જારી રહ્યો હતો. તે વખતે અને આજની સ્થિતિમાં શું ફરક છે તે સમજી શકાય છે.
આજે આતંકવાદીઓ હુમલા કરવાની હિંમત કરી શકતા નથી. આ હુમલાઓ બંધ થઈ ચુક્યા છે. મોદીના કારણે નહીં બલ્કે સામાન્ય લોકો દ્વારા આપવામાં આવેલા મતના કારણે આ શક્યતા શક્ય બની છે. કોંગ્રેસ અને તેમની સરકાર વચ્ચે આ અંતર છે. હવે માતાઓ અને બહેનો કોઈપણ ભય વગર શોપિંગ કરી શકે છે. બાળકો સગા સંબંધીઓના ઘરે જઈ શકે છે. ભય વગર રમ રમી શકે છે. આઈપીએલની મેચો કોણ જાતા નથી પરંતુ બે વખત આઈપીએલનું આયોજન પણ ભારતની બહાર દુબઈમાં કરવામાં આવ્યું હતું.
૨૦૦૯ અને ૨૦૧૪ની ચુંટણીમાં સરકારે કહી દીધું હતું કે ચુંટણી છે જેથી આઈપીએલ થઈ શકશે નહીં. આ વખતે પણ ચુંટણી થઈ રહી છે. નવરાત્રિ, રામનવમી તમામની ઉજવણી થઈ છે. રમજાન મહિનાની પણ ઉજવણી થશે. આઈપીએલની મેચો પણ ચાલી રહી છે. અમે સુરક્ષા આપી રહ્યા છીએ. પરંતુ કોંગ્રેસની ડરપોક સરકાર આવું કરી શકી ન હતી. મોદી સરકાર ત્રાસવાદીઓને ગોળીનો જવાબ ગોળાથી આપવામાં માને છે.