૨૦૧૯ની લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા શરદ પવારને વડાપ્રધાનનો ચહેરો બનાવવાની રણનીતિ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

વર્તમાન રાજનીતિમાં શરદ પવારે રાજનીતિના ‘ચાણક્ય’ તરીકે ઓળખવામાં આવે છે.  રાહુલ ગાંધીએ પોતાની રાજકીય મર્યાદાઓ ઓળખીને મોદીને ટક્કર માટે એવા નેતા તરીકે શરદ પવારની યુપીએના ભાવિ વડા  પ્રધાન તરીકે પસંદગી કરી હોવાનું જાણવા મળે છે.

આજે ભારતીય જનતા પાર્ટી અને એમના ગઠબંધનવાળી એની ૨૧ રાજ્યોમાં સત્તા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રોકવા માટે કોઈપણ પગલું  ભરવાની કોંગ્રેસની તૈયારી છે મોદીનો પડકાર ઝીલવા  અને એમને ૨૦૧૯ની  ચૂંટણીમાં  હરાવવા માટે યુપીએ આ સોનિયા ગાંધીના નેતૃત્વ હેઠળના ગઠબંધને હુકમનો એક્કો તરીકે શરદ પવારને આગળ કરવાનું નક્કી કર્યું હોવાનું જાણવા મળે છે.

રાહુલના નેતૃત્વ હેઠળ ૨૦૧૯ની ચૂંટણી એકલે હાથે કોંગ્રેસ જીતી શકશે નહીં એવી કોંગ્રેસના નેતાઓની ધારણા  હોવાથી મોદીનો અશ્વ રોકવા માટે અને એમને પછાડવા માટે તમામ વિપક્ષો એક થાય અને એક બેનર હેઠળ ચૂંટણી લડે તો જીત પાકી છે અને એના માટે શરદ પવાર કાબેલ એવા વડા પ્રધાન પદના ઉમેદવાર હોઈ શકે એમ માનતું હોવાથી રાહુલ ગાંધીએ આ ઓફર શરદ પવારને આપી હોવાનું જાણવા મળે છે.

શરદ પવાર આ શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેના અંગત મિત્ર તરીકે ઓળખવામાં આવે છે અને જો શરદ પવારને વડાપ્રધાનપદ આપવામાં આવે તો પ્રતિભાતાઈ પાટીલની જેમ શરદ પવારને ઉધ્ધવ અને રાજ ઠાકરે સમર્થન આપીને મરાઠી કાર્ડ આગળ વધાવી શકશે, એવી પણ ચર્ચા છે.

Share This Article