કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણી રણશિંગુ ફુંકી દીધુ છે. અમદાવાદમાં પોતાની કારોબારની બેઠક કરીને કોંગ્રેસ પાર્ટીએ તેની ચૂંટણી રણનિતીનો સંકેત આપી દીધો છે. પ્રિયંકા ગાંધીએ અહીંથી જ સત્તાવાર રીતે પોતાના ચૂંટણી અભિયાનની પણ શરૂઆત કરી દીધી છે. અમદાવાદમાં કારોબારની બેઠક યોજીને કોંગ્રેસે એવો સંકેત પણ આપી દીધો છે કે મહાત્મા ગાંધીની વિરાસત તેની પાસે રહેલી છે. આ તેની મુળ મુડી છે. તે ગાંધાવાદી મુલ્યોની રાજનીતિ કરે છે. તે ગાંધીવાદને જ ભાજપના રાષ્ટ્રવાદનો જવાબ માને છે. કોંગ્રેસ પાર્ટીએ આ બાબત દર્શાવવાના પ્રયાસ કર્યા હતા કે ભાજપની રાષ્ટ્રવાદની વિચારધારા ઘૃણા અને ઉન્માદ પર આધારિત છે. જ્યારે ગાંધીની દેશભÂક્તની મુળભુત બાબતો તમામને ગળે લગાવવા માટેની રહેલી છે.
ગાંધી તમામને સાથે લઇને ચાલવા માટે આશાવાદી હતા. ભાજપ દ્વારા એર સ્ટ્રાઇક ને તમામ મુદ્દા કરતા મોટા મુદ્દા તરીકે રજૂ કરવાના મામલે કોંગ્રેસ હવે જવાબ શોધી રહી છે. ભાજપે ત્રાસવાદી અડ્ડા પર હવાઇ હુમલા બાદ રાષ્ટ્રવાદને જ સૌથી મોટા મુદ્દા તરીકે રજૂ કરવા માટે તૈયાર છે. આના સંકેતો પણ આપી દીધા છે. સરકાર રાષ્ટ્વાદના નામ પર મજબુત સરકાર માટે મત માંગી રહી છે. પોતાની આ રણનિતી હેઠળ કેટલાક હદ સુધી વિરોધ પક્ષોને બેકફુટ પર લાવી દીધા છે. પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી હવે રાષ્ટ્રવાદના નામ પર ભાજપને કોઇ જવાબ આપવા માટે ઇચ્છુક છે. કોંગ્રેસ પાર્ટી હવે લોકસભા ચૂંટણીમાં બેરોજગારી, ખેડુતો, રાફેલ અને ભ્રષ્ટાચારને લઇને સરકાર પર પ્રહારો કરવા માટે ઉત્સુક છે. કોંગ્રેસ સામે હવે કેટલાક એવા મુદ્દા છે જે તેને મુશ્કેલીમાં મુકી શકે છે. રાષ્ટ્રવાદના મુદ્દાથી દેશના લોકોનુ ધ્યાન ભટકાવીને ફરી સામાન્ય મુદ્દા પર કઇ રીતે લાવવામાં આવે તે કોંગ્રેસ પાર્ટી માટે સૌથી મોટા પડકાર તરીકે છે.કોંગ્રેસ પાર્ટી ભાજપને હરાવવા માટે તમામ પ્રયોગ કરી રહી છે. આના માટે નવા પ્રયોગ પણ કરવામાં આવી રહ્યા છે. ઉત્તરપ્રદેશમાં ભાજપની સામે ટક્કર લેવા માટે એકબાજુ સપા અને બસપા સાથે મળીને મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે.
બીજી બાજુ આ ગઠબંધનમાં કોંગ્રેસને સામેલ કરવામાં ન આવતા તે હવે વધારે પડકારૂપ બનીને મેદાનમાં ઉતરવા માટે ઉત્સુક છે. કોંગ્રેસ સામે કેટલાક જટિલ પ્રશ્નો રહેલા છે. હાલમાં લોકોની નારાજગી કોંગ્રેસ સામે ઓછી થઇ નથી. બીજી બાજુ રાષ્ટ્રવાદની લહેર કોંગ્રેસ પાર્ટી માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને અન્ય નેતાઓ બેરોજગારી અને ખેડુતોના મુદ્દા ઉઠાવીને નરેન્દ્ર મોદીને હરાવવા માટે પ્રયાસ કરવા ઉત્સુક છે. જા કે હવે રાષ્ટ્રવાદની લહેર ફરી એકવાર જાવા મળી રહી છે. મોદી દ્વારા ત્રાસવાદના મુદ્દા પર જે રીતે આક્રમક વલણ અપનાવવામાં આવ્યુ છે તે જાતા વિપક્ષી પાર્ટીની હાલત નબળી દેખાઇ રહી છે. હવે જે સર્વે આવી રહ્યા છે તે એનડીએની સ્થિતી સારી દર્શાવે છે. આવી સ્થિતીમાં ભાજપ માટે પણ રાહતની વાત છે. સત્તા પક્ષની સામે નવા નવા પડકારો ઉભા કરવાની બાબત તેની સામે પડકારરૂપ છે. લોકસભા ચૂંટણી માટે કાર્યક્રમ જાહેર થયા બાદ તમામ પક્ષો તૈયારીમાં લાગી ગયા છે.