અમદાવાદ : ભારત સરકારના કેન્દ્રીય રાજ્ય કૃષિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે એનેક્ષી શાહીબાગ અમદાવાદ ખાતે યોજાયેલ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે ૨૦૧૪માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે સત્તાના સુકાન સંભાળતા દેશમાં નવા યુગ પરિવર્તનની શરૂઆત થઇ હતી. વિશ્વના દેશોએ સ્વીકાર કરવું પડ્યું છે કે, આવનારા સમયમાં ભારત એક વિશ્વ સત્તા તરીકે ઉભરશે અને સમગ્ર વિશ્વએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકારની કાર્યપ્રણાલીને સ્વીકારી છે અને આજે ભારતદેશ સમગ્ર વિશ્વના જુદા જુદા માપદંડો જેવા કે “ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ” પર્યાવરણના માપદંડો કે ભ્રષ્ટાચાર પર લગામના માપદંડો હોય તેમાં ઉંચી છલાંગ લગાવીને ભારત ખુબ આગળ વધી રહ્યું છે.
શેખાવતે વધુમાં જણાવ્યું કે આજે દેશના દરેક નાગરિકના મનમાં દેશ પ્રત્યે એક ગર્વનું વાતાવરણ સર્જાયું છે. સાડા ચાર વર્ષના કાર્યકાળમાં દેશના તમામ વર્ગોનું ઉત્થાન થાય તેવી કાર્યપદ્ધતિ સાથે આઝાદી પછી પ્રથમ વખત સૌથી ઈમાનદાર સરકારના દાખલાઓ ભાજપાએ વિશ્વ સમક્ષ પુરા પડ્યા છે. સાડા ચાર વર્ષમાં વિપક્ષ એકપણ ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવી શકી નથી. અને અત્યારે જુઠ્ઠાણા ફેલાવી અપપ્રચાર કરી ઈમાનદાર સરકાર પર દાગ લગાડવાના નિષ્ફળ પ્રયાસો કોંગ્રેસ પાર્ટી કરી રહી છે. તે દેશની જનતા સારી રીતે જાણી ચુકી છે. શેખાવતે રફાલ મુદ્દે કોંગ્રેસની ઝાટકણી કાઢતા જણાવ્યું કે કોંગ્રેસે તથ્યો વગર જુઠ્ઠાણા ફેલાવવાનો પ્રયાસ કર્યો છે તે બદલ તેમણે દેશની, પ્રજાની તેમજ દેશની સુરક્ષામાં કાર્યરત વીર જવાનોની જાહેરમાં માફી મંગાવી જોઈએ. જુઠ્ઠાણાના આધારે રાજકીય લાભો મેળવવા પ્રયાસ કરતી કોંગ્રે