લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ ૨૦ દિવસનો ગાળો થઇ ગયો છે . નવી સરકારની રચના કરવામાં આવી ચુકી છે. પ્રધાનોને ખાતાની ફાળવણી પણ કરવામાં આવી ચુકી છે. સરકાર આગામી પાંચ વર્ષના પડકારોને ધ્યાનમાં લઇને કાર્યયોજના તૈયાર કરવામાં લાગી ગઇ છે. બીજી બાજુ કોંગ્રેસ પાર્ટી હજુ સુધી આઘાતમાંથી બહાર નિકળી શકી નથી. કોંગ્રેસ પાર્ટીને લોકસભાની ચૂટણીમાં મોટો ફટકો પડ્યો હતો. રાહુલ ગાંધીએ હારની જવાબદારી સ્વીકારીને રાજીનામુ આપી દીધુ છે પરંતુ કોંગ્રેસ કાર્યસમિતી રાજીનામુ સ્વીકારી લેવા માટે તૈયાર નથી. આવી સ્થિતીમાં જા રાહુલ ગાંધી પાર્ટી અધ્યક્ષ પદ પર જા રહેવા માટે તૈયાર નથી તો કેમ પાર્ટીના અન્ય કોઇ સક્ષમ નેતાને જવાબદારી સોંપી દેતા નથી. રાહુલ ગાંધીએ કોઇ પણ નિર્ણય વહેલી તકે કરીને પાર્ટીના હિતમાં નિર્ણય કરવા જાઇએ. કારણ કે પાર્ટીમાં આંતરિક વિખવાદ સતત વધી રહ્યો છે.
રાજ્યોમાં પાર્ટીની અંદર વ્યાપક અસંતોષની સ્થિતી રહેલી છે. રાજ્યોમાં પાર્ટીની અંદર ભારે ખેંચતાણ છે. તેલંગાણાથી લઇને મહારાષ્ટ્ર અને પંજાબથી લઇને હરિયાણા રાજસ્થાનમાં ખેંચતાણ ચાલી રહી છે. પાર્ટીમાં વિભાજનની સ્થિતી દેખાઇ રહી છે. પાર્ટીમાં રાજ્યોમાં પ્રભુત્વની લડાઇ તેજ બની રહી છે. આવી સ્થિતીમાં પહેલાથીજ કમજાર થઇ ગયેલી પાર્ટી કઇ રીતે બેઠી થઇ શકશે તે મોટો પ્રશ્ન છે. કોંગ્રેસના કાર્યકરો કરતા આ પ્રશ્ન સામાન્ય લોકોમાં વધારે થઇ રહ્યો છે. દેશમાં મજબુત સરકારની ઇચ્છા ધરાવનાર દેશના લોકો દેશમાં મજબુત વિપક્ષ પણ ઇચ્છે છે. જા કે વિપક્ષ હાલમાં મજબુત સ્થિતીમાં નથી. એવા વિપક્ષની અપેક્ષા દેશના લોકો ઇચ્છે છે જે કલ્યાણકારી નિતીઓના સમર્થન કરે અને કોઇ ખોટા કામ કરે તો સરકારની નિતીઓ પર અંકુશ મુકવા માટે આગળ વધે. જનવિરોધી નીતીનો વિરોધ કરી કોંગ્રેસ પાર્ટી ફરી મજબુત થવાના પ્રયાસ કરે તે જરૂરી છે. સતત બે લોકસભાની ચૂંટણીમાં મુખ્ય વિરોધ પક્ષ તરીકે પણ કોંગ્રેસ પાર્ટી ઉભરી શકી નથી. કોંગ્રેસ પાર્ટી હજુ પણ લોકોની ભાવનાને સમજી લેવા માટે તૈયાર દેખાઇ રહી નથી.
ગાંધી પરિવાર વગર કોંગ્રેસ પાર્ટી એક પગલુ પણ ચાલવા માટે તૈયાર નથી. કોંગ્રેસના તમામ નેતા અનેક અવસર પર પાર્ટીમાં સક્ષમ નેતા હોવાની વાતને કરતા ખચકાટ અનુભવ કરતા નથી પરંતુ હાલમાં જે સ્થિતી પાર્ટીની થયેલી છે તેનાથી કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓના દાવા પોકળ દેખાઇ રહ્યા છે. પ્રશ્ન એ થાય છે કે જા રાહુલ ગાંધી પાર્ટી પ્રમુખ તરીકે રહેવા માટે ઇચ્છુક નથી તો અન્ય સમક્ષ નેતાને કેમ જવાબદારી સોંપી દેવામાં આવતી નથી. લોકસભા ચૂંટણી ચોક્કસપણે પાંચ વર્ષ પછી થશે પરંતુ નજીકના ભવિષ્યમાં મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ, જમ્મુ કાશ્મીરઅને દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. આરાજ્યોમાં લોકસભાની ૮૫ સીટો પૈકી કોંગ્રેસને માત્ર બે સીટો મળી છે. પાંચેય રાજ્યોમાં તે સત્તામાંથી બહાર છે. ભાજપે આ રાજ્યોમાં પોતાના સાથીઓની સાથે મળીને ૮૫ પૈકી ૭૩ સીટો જીતી લીધી છે. ભારતીય જનતા પાર્ટીએ જારદાર તૈયારી શરૂ પણ કરી દીધી છે. કોંગ્રેસ પાર્ટી માટે આવી સ્થિતીમાં ટક્કર લેવાની બાબત સરળ દેખાતી નથી.