અમદાવાદ : લોકસભાની ચુંટણી માટે કાર્યક્રમની જાહેરાત કોઈપણ સમયે કરવામાં આવી શકે છે ત્યારે ભાજપે જારદાર તાકાત ઉભી કરવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. આના ભાગરૂપે કેન્દ્રિય કેબિનેટનું વિસ્તરણ પણ આજે કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના બે ધારાસભ્યોએ છેડો ફાટી લેતા કોંગ્રેસનું સંખ્યાબળ હવે ઘટીને ૭૨ થઈ ગયું છે. પાર્ટી દ્વારા કારોબારીની બેઠક પહેલા ડેમેજ કંટ્રોલની કવાયત શરૂ કરી દેવાઈ છે પરંતુ પાર્ટી માટે હજુ પણ મુશ્કેલી દેખાઈ રહી છે.
છેલ્લા નવ મહિનાના ગાળામાં કોંગ્રેસ પાર્ટીના ચાર ધારાસભ્યો ભાજપમાં જતા રહ્યા છે. એવી ચર્ચા પણ ચાલી રહી છે કે હજુ વધુ છ જેટલા ધારાસભ્યો કોંગ્રેસ સાથે છેડો ફાડી શકે છે. આવી સ્થિતિમાં લોકસભાની ચુંટણી પહેલા જ કોંગ્રેસ પાર્ટીની મુશ્કેલી ચિંતાજનક રીતે વધી રહી છે. જાણવા મળેલી માહિતી મુજબ આવનાર દિવસોમાં કોંગ્રેસના કેટલાક અસંતુષ્ટ સંભ્યો પણ ભાજપમાં સામેલ થઈ શકે છે. કોંગ્રેસનું સંખ્યાબળ ૭૭થી ઘટીને ૭૨ થઈ ચુક્યું છે. વર્ષ ૨૦૧૭માં યોજાયેલી વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસ પાર્ટીનો દેખાવ સારો રહ્યો હતો પરંતુ ત્યારબાદ રાજીનામા પડવાની શરૂઆત થઈ હતી.
૨૦૧૭ ચુંટણી બાદ ૧૪ કોંગ્રેસી ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા. જે પૈકી ૧૩ ભાજપમાં જાડાયા હતા. ગયા વર્ષે જુલાઈ મહિના બાદથી કોંગ્રેસના ચાર ધારાસભ્યો રાજીનામા આપ ચુક્યા છે અને ભાજપમાં જોડાઈ ચુક્યા છે. કોંગ્રેસના એક ધારાસભ્યને વિધાનસભા અધ્યક્ષ દ્વારા ગેરલાયક જાહેર કરવામાં આવ્યા છે. માઈનિંગ કેસમાં દોષિત આવ્યા બાદ તેમને ગેરલાયક જાહેર કરાયા હતા.