મુઝફ્ફરપુર : બિહારના મુઝફ્ફરપુરમાં શેલ્ટર હોમની બાળકીઓ સાથે બળાત્કારની સનસનાટીપૂર્ણ ઘટનાના મામલામાં ઉંડી તપાસનો દોર ચાલી રહ્યો છે. બુધવારના દિવસે અહીંના એક શેલ્ટર હોમની તપાસમાં મોટા પ્રમાણમાં કોન્ડોમનો જથ્થો, ડ્રગ્સ અને શરાબની બોટલો જપ્ત કરવામાં આવી હતી. આ શેલ્ટર હોમ ગૃહથી ૧૧ મહિલાઓ લાપત્તા થવાના મામલામાં પોલીસ દ્વારા ઉંડી તપાસ કરવામાં આવી રહી છે. મોટાપ્રમાણમાં વાંધાજનક ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.
બિહાર પોલીસ હવે આ બાબતમાં માહિતી મેળવવાના પ્રયાસ કરી રહી છે કે, શેલ્ટર હોમના બાળકોની જેમ જ અહીંની મહિલાઓ સાથે પણ કોઇ દુષ્કર્મની પ્રક્રિયા થઇ છે કે, આ સમગ્ર મામલામાં ગૃહ માટે પૈસા કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તરફથી આવે છે. આની નજર રાખવાની જવાબદારી રાજ્યના સામાજિક કલ્યાણ વિભાગ પાસે છે. આ પહેલા સમગ્ર ઘટનાને આઘાતજનક ગણાવીને ટાટા ઇન્સ્ટીટયુટ ઓફ સોશિયલ સાઇન્સને સમગ્ર રિપોર્ટ રજૂ કરવા માટેનો આદેશ જારી કર્યો છે. મિડિયાને પણ કેટલીક સ્પષ્ટ સલાહ આપવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યુ છે કે બાળકીઓના ફોટો કોઇ કિંમતે સપાટી પર આવવા જોઇએ નહી. આ ઉપરાંત કોઇ પણ પિડિતાના ઇન્ટરવ્યુ પણ આવવા જોઇએ નહી. સુપ્રીમ કોર્ટે હૈવાનિયત વાળા આ કાંડમાં એડવોકેટ અપર્ણા ભટ્ટને એમિકસ ક્યુરી તરીકે નિમવા માટેની પણ જાહેરાત કરી છે. સીબીઆઇ દ્વારા સમગ્ર મામલામાં તપાસ કરવામાં આવી રહી છે. માત્ર બિહારમાં જ નહીં બલ્કે દેશમાં શેલ્ટર હોમમાં હૈવાનિયતની ઘટનાઓ સપાટી પર આવ્યા બાદ આને લઇને નારાજગીનુ મોજુ ફરી વળ્યુ છે. બિહારમાં માનવતા શરમજનક સ્થિતિમાં મુકી દેનાર ઘટનાઓને લઇને રાજકીય ઘમસાણની સ્થિતિ જારી છે.
મુઝફ્ફરપુર મામલા પર આજે બિહારમાં સ્થિતિ તંગ રહી હતી. સીબીઆઈ દ્વારા આ સમગ્ર મામલામાં તપાસ શરૂ કરવામાં આવી ચુકી છે. સીબીઆઈએ કહ્યું છે કે, સગીર યુવતીઓ સાથે બાળા ગૃહના કર્મચારીઓ દ્વારા બળાત્કાર ગુજારવાના મામલામાં ઉંડી ફોરેન્સિક તપાસ કરવામાં આવનાર છે. સીએફએસએલની એક ટીમ ટૂંક સમયમાં મુઝફ્ફરપુર જઇને આશ્રમ રોડથી ફોરેન્સિક નમૂના એકત્રિત કરશે. અધિકારીઓએ કહ્યું છે કે, પીડિતાઓના નિવેદનોનો ઉપયોગ કરીને ઉંડી તપાસ કરવામાં આવશે. અપરાધને કઇ રીતે અંજામ આપવામાં આવ્યા છે તેમાં પણ તપાસ ચાલી રહી છે.
આ સંદર્ભમાં માહિતી એકત્રિત કરવામાં આવ્યા બાદ કેસ ચલાવવા માટે તેનો ઉપયોગ કરાશે. સીબીઆઈ ભોગ બનેલી સગીરાઓના નિવેદન નોંધવા માટે મનોવૈજ્ઞાનિક મદદ લઇ રહી છે. કેટલાક પીડિતાઓની વય માત્ર છથી સાત વર્ષની છે. એવા આક્ષેપ છે કે, બિહાર સરકાર દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. આશ્રમ રોડની આશરે ૩૦ સગીરાઓ સાથે બળાત્કાર ગુજારવાનો મામલો ખુબ જ ગંભીર બની ગયો છે. મુંબઈ સ્થિતિ તાતા ઇન્સ્ટીટ્યુટ ઓફ સોશિયલ સાયન્સ તરફથી એપ્રિલ મહિનામાં બિહાર સરકારના સામાજિક કલ્યાણ વિભાગ તરફથી એક રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો જેમાં પ્રથમ વખત આશ્રમ ગૃહમાં રહેતી યુવતીઓ સાથે રેપની બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
આ મામલામાં ૩૧મી મેના દિવસે બ્રજેશ ઠાકુર સહિત ૧૧ લોકોની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. હવે સીબીઆઈ આ સમગ્ર મામલામાં તપાસ પોતાની રીતે ચલાવી રહી છે. બીજી બાજુ પીઆઈબી દ્વારા મુઝફ્ફરપુર આશ્રમ ગૃહ દુષ્કર્મના મામલામાં મુખ્ય આરોપી બ્રજેશ કુમારની પ્રેસ માન્યતા રદ કરી દેવામાં આવી છે. પીઆઈબી તરફથી સંબંધિત વિભાગને પણ કહેવામાં આવ્યું છે કે, પીઆઈબી કાર્ડના આધાર પર બ્રજેશ જે સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે તે પરત ખેંચી લેવામાં આવે.