ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે તણાવમુક્ત રહીને પરિક્ષા આપી શકાય તે માટે સેમિનારનું આયોજન

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

AMA ખાતે આશ્કા યુથ ફાઉન્ડેશન દ્વારા તારીખ 11મી ફેબ્રુઆરી, રવિવાર ના રોજ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે તણાવમુક્ત રહીને પરિક્ષા આપી શકાય તે માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, આજના યુવા વર્ગને વિકસિત ભારતની કલ્પનામાં જોડવા Export- Import વ્યવસાય સાથે જોડાયેલ શ્રી ધવલભાઈ શાહ , C.A, C.S, Management ગુરુ હેમલભાઈ , Startup India ક્ષેત્રે કાર્યરત શુભમ સુરતી , Personality Development ક્ષેત્ર શ્રી સૂર્યવંશી સાહેબ હાજર રહ્યા હતા.

WhatsApp Image 2024 02 12 at 15.34.19

સૌ અગ્રણીઓ સાથે મળીને વિકસિત ભારતની કલ્પનાને પુરું કરવા અને દેશના યુવાનોનો દરેક પથ દિવ્યપથ, વિજયપથ અને ગૌરવપથ બની રહે તે માટેની ઉમદા સમજ આપી હતી. આ સાથે આશ્કા યુથ ફાઉન્ડેશનના સંચાલક અલ્પેશભાઈ ઠક્કર દ્વારા બોર્ડના વિધાર્થીઑ એ અવાવનારા સમયમાં આવતી બોર્ડની પરીક્ષામાં કેવીરીતે તૈયારી કરવી તે બાબતે એક્શન પ્લાન પણ રજૂ કર્યો હતો, જે વિધાર્થીને પરીક્ષામાં ઉતીર્ણ થવા મદદરૂપ થશે તેવી આશા વ્યક્ત કરી હતી. સેમિનારમાં ધોરણ 10 ને 12 ના અંદાજે 180 થી વધુ બાળકો એ હાજરી આપી હતી.

WhatsApp Image 2024 02 12 at 15.36.06
Share This Article