વિદ્યાર્થિનીઓ અને મહિલા કર્મચારીઓ માટે સ્વ-રક્ષણ તાલીમનો યોજાયો સેમિનાર

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

સમાજમાં જોવા મળતી કેટલીક અનિચ્છનીય ઘટનાઓ અને અસામાજીક તત્વોને કારણોસર દરેક મહિલા અને વિદ્યાર્થિનીઓને આત્મરક્ષણના પાઠ શીખવા વર્તમાન સમયની જરૂરીયાત છે. જેને અનુલક્ષીને તાજેતરમાં જ સમાજસેવાના ભાગરૂપે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી ના વિદૂષી ગાર્ગી સેન્ટર ફોર વુમન ડેવલોપમેન્ટ દ્વારા વિદ્યાર્થિનીઓ અને મહિલા કર્મચારીઓ માટે વિનામૂલ્યે સ્વ-રક્ષણ તાલીમ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજસેવાના પ્રત્યેક કાર્યમાં જીટીયુ હરહંમેશ કાર્યરત રહ્યું છે.

વર્તમાન સમયમાં દરેક વિદ્યાર્થિનીઓ અને મહિલા કર્મચારીઓએ આત્મરક્ષણની તાલીમ મેળવવી જ જોઈએ. જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેરે સમાજ ઉપયોગી આ ઉમદા કાર્યને બિરદાવીને સેમિનારના કો-ઓર્ડિનેટર્સ પ્રો. સીમા જોષી અને નેહા ગામેતીને અભિનંદન પાઠવ્યા હતાં.

તમામ પીજી સ્કૂલની વિદ્યાર્થિનીઓ માટે તાલીમ યોજાશે ૧૫૦થી વધુ વિદ્યાર્થિનીઓ અને મહિલા કર્મચારીઓએ તાલીમ મેળવી છે. આગામી દિવસોમાં જીટીયુની તમામ પીજી સ્કૂલની વિદ્યાર્થિનીઓ માટે આ પ્રકારની તાલીમનું આયોજન જીટીયુ દ્વારા કરવામાં આવશે. તાલીમના કારણોસર વિદ્યાર્થિનીઓ આત્મરક્ષણનું જ્ઞાન તો મેળવશે, સાથે-સાથે જુડો, કરાટે, ટાઈક્વોન્ડો જેવી માર્શલ આર્ટ્‌સની વિવિધ રમતો પ્રત્યે પણ તેમની રૂચી કેળવાશે, જેનાથી આગામી સમયમાં જીટીયુની વિદ્યાર્થિનીઓ આ ક્ષેત્રે પણ દેશનું નામ રોશન કરશે એમાં શંકાને સ્થાન નથી.

Share This Article