વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠન દ્વારા જારી કરવામાં આવેલા રિપોર્ટ ધ સ્ટેટ ઓફ ધ ગ્લોબલ ક્લાઇમેટ સમગ્ર વિશ્વ માટે ચેતવણી સમાન છે. આ દર્શાવે છે કે સરકારો દ્વારા પર્યાવરણને લઇને પુરતા પગલા લેવામાં આવ્યા નથી જેથી હવે પેરિસ સમજુતીના લક્ષ્યાંકને હાંસલ કરવામાં મુશ્કેલી થશે. સમયસર લક્ષ્યાંકને હાંસલ કરવાની બાબત તો દુરની છે. આ લક્ષ્યાંક તો મોડેથી પણ પૂર્ણ કરી શકાય તેવી સ્થિતી દેખાતી નથી. સ્થિતી સુધરવાના બદલે દિન પ્રતિદિન બગડી રહી છે. આ રિપોર્ટ ન્યુયોર્કમાં ચાલી રહેલી પર્યાવરણ સંબંધી ઉચ્ચ સ્તરની બેઠકમાં રજૂ કરવામાં આવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ ગુતેરેસ દ્વારા આ રિપોર્ટ રજૂ કરીને તમામને ચિંતામાં મુકી દીધા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થઇ રહ્યો નથી. જેથી છેલ્લા ચાર વર્ષના ગાળામાં ધરતીના તાપમાનમાં સતત વધારો થઇ રહ્યો છે.
વર્ષ ૨૦૧૮માં પૂર્વ ઔદ્યોગિક સમયની તુલનામાં તાપમાન એક ડિગ્રી ઉપર પહોંચી ગયુ હતુ. જ્યારે પેરિસ સમજુતીમાં આ વધારો સદીના અંત સુધી બે ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે તેવી વાત કરવામાં આવી છે. જાણકાર પર્યાવરણ વૈજ્ઞાનિકો અને નિષ્ણાંતો કહે છે કે જા આવી જ રીતે તાપમાન વધશે તો લક્ષ્યને ક્યારેય હાંસલ કરી શકાશે નહીં. કાર્બન ડાયોક્સાઇડનુ સ્તર ૧૯૯૪માં ૩૫૭ પીપીએમ (પાર્ટસ પર મિલિયન ) હતુ. જે વર્ષ ૨૦૧૭માં વધીને ૪૦૫.૫ પીપીએમ સુધી પહોંચી ગયુ હતુ. ગ્રીન હાઉસ ગેસના વધતા ઉત્સર્જનના કારણે દરિયાઇ સપાટીમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. વર્ષ ૨૦૧૭ની તુલનામાં તેમાં ૨૦૧૮માં ૩.૭ મિલિમટરનો વધારો થયો છે. આ ઉપરાંત દરિયાઇ જળમાં અમ્લિયત વધી રહી છે. જેના કારણે મુંગા જીવજન્તુના મોત થઇ રહ્યા છે. પાણીમાં રહેતા જીવ જન્તુની લાઇફ પર ગંભીર ખતરો તોળાઇ રહ્યો છે. ગ્લેશિયરોના કદમાં ઘટાડો થઇ રહ્યો છે. હવામાનની સ્થિતી બદલાઇ રહી છે. ક્યારેય ઉત્તરીય યુરોપમાં પ્રલયકારી વરસાદ થઇ રહ્યો છે.
કેટલીક વખત શિકાગો ઉત્તરીય ધ્રુવ કરતા પણ વધારે ઠંડા સ્થળમાં ફેરવાઇ જાય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ગયા વર્ષે કેરળમાં અસામાન્ય વરસાદના કારણે પૂરની સ્થિતી સર્જાઇ ગઇ હતી. ગુતેરેસે આ બાબતની ચિંતા પ્રગટ કરી હતી કે જળવાયુ પરિવર્તન તેને ઘટાડી દેવાના કરવામાં આવી રહેલા પ્રયાસો કરતા વધારે ઝડપથી આગળ વધે છે. તેઓએ આ સમસ્યાને ઉકેલવા માટે પગલા લેવા વૈશ્વિક દેશોને અપીલ કરી હતી. સાથે સાથે વિશ્વના ટોપ નેતાઓને નક્કર પગલા લેવા માટે યોજના સાથે આવવા માટે અપીલ કરી છે. જળવાયુ પરિવર્તનની સમસ્યા સમગ્ર દુનિયાની સમસ્યા છે. તેનો સામનો સાથે મળીને કરી શકાય છે. પરંતુ કમનસીબ બાબત એ છે કે શÂક્તશાળી દેશો આને લઇને ગંભીર નથી. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તો ગ્લોબલ વોર્મિગને કોઇ સમસ્યા તરીકે જ ગણતા નથી. જેથી અમેરિકા આ સમજુતીથી બહાર છે. વાસ્તવિકતા એ છે કે ગ્લોબલ વો‹મગ પર દરેક કોઇ બીજા પાસેથી પગલાની અપેક્ષા રાખે છે પરંતુ પોતે પગલા લેતા નથી. આજ કારણસર પર્યાવરણને લઇને સમસ્યા અકબંધ રહી છે.