રામાયણની કવિતાને મહામંત્રનાં પૂર્ણત: પરમાનંદમાં ત્યારે જ ડૂબાડશે જો એક વખત સાંભળો,બે વખત વિચારો,ચાર વખત
એ તરફ ચાલો આઠ વખત એમાં ખોવાઈ જાવ,સોળ વખત પ્રસન્ન કરી દેશે.
સાંભળવું અને શ્રવણમાં અંતર છે.
સાંભળવું એ ક્રિયા છે.
શ્રવણ ક્રિયા પણ છે ઉપકરણ પણ છે.
શ્રવણ એક વિજ્ઞાન છે.
અતિ પ્રવૃત્તિમાંથી ધીરે ધીરે નિવૃત્તિ એ ભવનમાં પણ વનવાસ છે
બુદ્ધની પરમપાવન,પાવક ભૂમિ ઉપર બીજા દિવસે એક પંક્તિમાં કૈકયી મંથરાનાં કુસંગમાં પૂરેપૂરી બદલી જાય છે,મંથરાની બુદ્ધિ સરસ્વતી બદલે છે,સરસ્વતિને દેવો પ્રવૃત્ત કરે છે.કોઈપણ ઘટનાનું મૂળ દૈવ્ય હોય છે.અયોધ્યામાં રાજતિલક ઉત્સવ શરૂ થયો.બધાને સારું લાગ્યું,દેવતાઓને ન લાગ્યું કારણકે પોતાના ભોગમાં અસુરો વિઘ્ન કરે એ દેવતાઓથી સહન થતું નથી.શ્વેત વસ્ત્ર અને શ્વેતવૃત્તિધારી સરસ્વતીને દેવતાઓ ધારણ કરે છે. જેની ભીતરી ધારા પણ શ્વેત છે એને દેવતાઓ ઘુમાવે છે.સરસ્વતી અયોધ્યાના નભોમંડળમાં આવીને વિચારે છે કે જેનો જન્મ અયોધ્યામાં થયો જેણે સરયુનું જળ પીધું છે એની બુદ્ધિ બદલી નહીં શકાય.નામ મંથરા,મંદમતિ,કૈકયીની ચેરી-દાસી એને અપયશનો પટારો બનાવે છે.કામની પ્રબળતા કેટલી છે કે ઇન્દ્રાશનના અડધા અધિકારી દશરથ પણ કોપ ભુવનથી ડરે છે!રામાયણની કવિતાને મહામંત્રનાં પૂર્ણત: પરમાનંદમાં ત્યારે જ ડૂબાડશે જો એક વખત સાંભળો,બે વખત વિચારો,ચાર વખત એ તરફ ચાલો આઠ વખત એમાં ખોવાઈ જાવ,સોળ વખત પ્રસન્ન કરી દેશે.આ સાંભળવાની પ્રક્રિયા છે.સાંભળવું અને શ્રવણમાં અંતર છે.સાંભળવું એ ક્રિયા છે.શ્રવણ ક્રિયા પણ છે ઉપકરણ પણ છે.શ્રવણ એક વિજ્ઞાન છે.અતિ પ્રવૃત્તિમાંથી ધીરે ધીરે નિવૃત્તિ એ ભવનમાં પણ વનવાસ છે.વનવાસ એકાંત છે અને વનમાળી એ માળા છે.ગુરુની સ્મૃતિ આપણું વનમાળી છે. અર્જુનને બે વનમાળી-કૃષ્ણ અને હનુમંતના રૂપમાં મળ્યા.જે યુદ્ધથી બુદ્ધત્વ તરફ દોરી ગયા અને છેલ્લે કરીષ્યે વચનં તવ એ બુદ્ધત્વ છે.દસ વસ્તુની પૂર્ણતાને બુદ્ધ બુદ્ધત્વ કહે છે.કોઈપણ બુદ્ધ બની શકે છે. એટલે જ મહાન વિશાળ સનાતની પરંપરામાં બુદ્ધને પણ અવતારના રૂપમાં લેવાયા છે.બુદ્ધ પારમિતા શબ્દનો ઉપયોગ કરે ત્યારે તુલસીદાસ સ્મરણમાં આવે છે.તુલસીજી પણ પરમવિશ્રામ,પરમપ્રેમની વાત કરે છે.
સદગુન સુરગન અંબ અદિતિ સી;
રઘુપતિ ભગતિ પ્રેમ પરમીતી સી.
રામકથા સદગુણરૂપી દેવતાઓની મા છે અને રઘુપતિ ભક્તિ માટે પરમપ્રેમની પરાકાષ્ઠા છે.જ્યારે બુદ્ધત્વ પ્રાપ્ત થયું બુદ્ધ સાત દિવસ સુધી બોલ્યા નહીં.ભાષ્ય સંદર્ભ છે એને વાંચવાથી મૂળ પકડી શકાય છે. શ્રવણવિજ્ઞાનના પાંચ સૂત્ર છે:પ્રસન્ન થઈને,શાંત બનીને,સહજતાથી,એકચિત્તથી,શરણમાં જઈને સાંભળવું.આગળના ચાર કદાચ છૂટી જાય પણ શરણમાં જઈને સાંભળવું પણ પ્રયાપ્ત છે.શ્રવણ ક્રિયા નથી,ભક્તિ-ભજન છે.બુદ્ધ વિશે કોઈ આઠ પારમિતિ,કોઈ છ પારમિતા કહે છે પણ ગ્રંથોને જોઈને દસ પારમિતા દેખાય છે.બુધ્ધે બધાનો સ્વીકાર કર્યો છે.સારીપૂત બ્રાહ્મણ છે,એક શિષ્ય વાણંદ છે,બિંબીસાર,પ્રસેન્નજીત સમ્રાટ છે, આમ્રપાલી ગણિકા છે,અંગુલીમાલ લૂંટારો છે,એક પાગલ સ્ત્રી પણ છે.બીજી પંક્તિમાં કૌશલ્યા બોલે છે ત્યાં વિવેક દેખાય છે.વિવેક કોઈ પર દોષારોપણ કરતો નથી.વનવાસ સુખદ પણ હોઈ શકે,દુ:ખદ પણ હોઈ શકે છે.ગૌશાળામાં પોતાના ઇષ્ટનું નામ વનવાસ છે.પર્વત પર,સરિતા ઉપર નામજપ વનવાસ છે.શ્રાવસ્તિ નગરી રામે પોતાના પુત્ર લવને અર્પણ કરી છે.પામિતા-પૂર્ણતાનો ભાવ,જ્યાં દાન પારમિતા- બધું જ આપી દીધાનો અહંકાર પણ ન રહે. શીલપારમિતા-ત્યાં પંચશીલની વાત છે.પ્રજ્ઞાપારમિતા અને મૈત્રી પારમિતાની વાત કરાઈ.