૧૭મી લોકસભાની રચના માટે મતદાનની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. રવિવારના દિવસે સાતમા અને અંતિમ તબક્કાના મતદાનની સાથે જ આ પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી હતી. હવે મતગણતરી ૨૩મી મેના દિવસે હાથ ધરવામાં આવનાર છે. જેમાં તમામ માહિતી સપાટી પર આવનાર છે. કોને બહુમતિ મળશે ? કઇ પાર્ટી અથવા તો ગઠબંધન સરકાર બનાવશેકોણ વડાપ્રધાન બનશે તેને લઇને ચર્ચા છેડાઇ ગઇ છે. હાલમાં દરેક ભારતવાસીના મનમાં સવાલ છે કે વડાપ્રધાન કોણ બનશે અને સરકાર કોણ બનાવશે.મતાદન પૂર્ણ થયા બાદ એગ્ઝિટ પોલના તારણ પણ જારી કરવામાં આવ્યા છે.
મતદાન પૂર્ણ થયા બાદ એગ્ઝિટ પોલના તારણ પરંપરા મુજબ આવી ગયા છે. મોટા ભાગના એગ્ઝિટ પોલ એનડીએને બહુમતિ મળવાના દાવા કરી રહ્યા છે. આ વખતે પણ તમામ પ્રયાસો છતાં મતદારોને મતદાન મથક સુધી લાવવામાં સફળતા મળી ન હતી. બિહાર, ઉત્તરપ્રદેશ અને દિલ્હી જેવા રાજ્યોમાં મતદાન ઓછુ રહ્યુ હતુ જે લોકશાહી માટે સારા સંકેત તરીકે નથી. આ બાબત સાબિત કરે છે કે રાજકીય પક્ષોની વચ્ચે ખેંચતાણ અને આડેધડ આક્ષેપબાજીના કારણે મતદારો નિરાશ થયા છે. રાજકીય પક્ષો પ્રજાલક્ષી મુદ્દાને ઉઠાવી રહ્યા ન હતા જેના કારણે પણ મતદારો નિરાશ થયા હતા. કોંગ્રેસ અને અન્ય રાજકીય પક્ષોના નેતાઓ એગ્ઝિટ પોલના તારણને યોગ્ય ગણી રહ્યા નથી પરંતુ તેમનુ કહેવુ છે કે કેટલાક લોકોના અભિપ્રાયના આધાર પર જનાદેશનુ મુલ્યાંકન કરી શકાય નહી. જા કે મોદીએ તેમની પ્રથમ પ્રેસ કોન્ફરન્સમાં જ કહી દીધુ હતુ કે મોદી સરકાર ફરી આવી રહી છે.
ભાજપ પ્રમુખ અમિત શાહની પ્રેસ કોન્ફરન્સમાં એકાએક પહોંચીને તમામને ચોંકાવી દીધા હતા. પાંચ વર્ષ બાદ એકાએક પત્રકાર પરિષદમાં તેમની હાજરી એ આત્મવિશ્વાસને દર્શાવે છે. છ તબક્કાના મતદાન બાદ જ મોદીના મનમાં જીતનો પાકો વિશ્વાસ આવી ગયો હતો. અલબત્ત એગ્ઝિટ પોલ અંદાજ તરીકે હોય છે. મતદારો અંગે વાસ્તવિક બાબત તો ૨૩મીએ જાણી શકાશે. એ વખતે ઇવીએમ મારફતે પરિણામ જાહેર કરવામાં આવનાર છે. ૨૦૧૪માં પ્રથમ વખત મોદી સરકાર બહુમતિના આંકડાને પાર કરી ગઇ હતી. ભાજપે એકલા હાથે બહુમતિ મેળવી લીધી હતી. આ વખતે ફરી આવુ બની શકશે કે કેમ તેને લઇને ચર્ચા ચાલી રહી છે. જા આવુ થશે તો તમામ નિષ્ફળતા છતાં એનડીએ ફરી એકવાર પૂર્ણ બહુમતિ સાથે સત્તામાં આવશે. બેરોજગારી, કૃષિ સંકટ અને નબળી આર્થિક Âસ્થતી છતાં આ તમામ બાબતો કઇ રીતે થશે તેને લઇને પણ રાજકીય પંડિતો વિચારણામાં લાગેલા છે. એવા ક્યાં કારણ છે જેના કારણે મતદારો મોદીની સાથે ઉભેલા દેખાઇ રહ્યા છે. મુલ્યાંકન કરવામાં આવે તો જાણી શકાય છે કે કેન્દ્રિય યોજનાઓના લાભ સમાજના દરેક વર્ગ સુધી પહોંચી રહ્યા છે. યુપીએ-૧, ૨ દરમિયાન ભલે યોજનાઓ બની પરંતુ તેમનો લાભ સામાન્ય લોકો સુધી પહોંચી શક્યો નથી જે આ પ્રવાહનો સંકેત આપે છે. ભાજપની મત ટકાવારીમાં પણ વધારો છે.