ભારતના અનેક વિસ્તારોમાં ઈન્સ્ટાગ્રામ ડાઉન છે. ડાઉન ડિટેક્ટર વેબસાઈટના હિસાબે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ હાલ આઉટેજની સમસ્યાનો સામનો કરી રહ્યું છે આ વીડિયો અને ફોટો શેરિંગ પ્લેટફોર્મ પર યૂઝર્સ લોગીન કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. જેની ફરિયાદ તેઓ ટિ્વટર જેવા અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ ડાઉન થવાની સૌથી વધુ રિપોર્ટ એપ સાથે જોડાયેલી છે.
૪૪ ટકા ફરિયાદો એપ યૂઝર્સે કરી છે, જ્યારે સર્વર કનેક્શન ૩૯ પરસેન્ટ અને ૧૭ ટકા લોકોને વેબસાઈટ ડાઉનની ફરિયાદો મળી છે. યૂઝર્સ લોગીન નથી કરી શકતા. જેના કારણે પરેશાની અનુભવી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ ડાઉન હોવા પર તેની પેરેન્ટ કંપની મેટાએ કોઈ ટિપ્પણી નથી કરી. સેંકડો ભારતીય યૂઝર્સની આ ફરિયાદ છે. જેના પર હજુ કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી. બુધવારે સવારે ૧૦ વાગ્યાથી આ સમસ્યાનો યૂઝર્સ સામનો કરી રહ્યા છે. સતત ટિ્વટર પર ઈન્સ્ટાગ્રામ ડાઉન હોવાની ફરિયાદ સાથે ટ્વીટ્સ થઈ રહ્યા છે. જો કે, આ સમસ્યા તમામ યૂઝર્સ માટે નથી. કેટલાક યૂઝર્સ પહેલાની જેમ જ તેમનું ઈન્સ્ટાગ્રામ યૂઝ કરી રહ્યા છે