ઈ-કોમર્સ સાઈટ એમેઝોન પર મહારાષ્ટ્રમાં ફરિયાદ નોંધાઈ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશને જાણવા મળ્યું કે A-Kare બ્રાન્ડની ગર્ભપાતની દવાનો ઓર્ડર એમેઝોને સ્વીકારી લીધો. જેના માટે ઓર્ડર કરનાર પાસેથી કોઈ પ્રકારનું પ્રિસક્રિપ્શન પણ માંગ્યું નથી.

થોડા સમય પછી એડ્રેસ પર A-Kare બ્રાન્ડની અબોર્શનની દવાની ડિલિવરી પણ કરવામાં આવી હતી. જાે કે, આ સાથે પણ કોઈ પ્રકારનું બીલ આપવામાં આવ્યું ન હતું. ડિલિવરીમાં જણાવવામાં આવ્યું હતું કે, સંબંધિત દવા ઓડિશાથી ડિલિવરી કરવામાં આવી છે.

પરંતુ તપાસ દરમિયાન સામે આવ્યું કે, દવા ઓડિશામાં કોઈ વિક્રેતાના ત્યાંથી ડિલિવરી કરવામાં આવી નથી પરંતુ સેલર આઇડી એક અન્ય શખ્સના નામથી રજિસ્ટર્ડ હતું. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ એમેઝોન પર ધ્વજનું અપમાન કરવાનો આરોપ લાગ્યો છે.

તે સમયે પણ કંપની સામે એફઆઇઆર નોંધાવવામાં આવી હતી.ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન મહારાષ્ટ્રએ ઇ-કોમર્સ વેબસાઈટ એમેઝોન સામે એફઆઇઆર નોંધી છે. એમેઝોન દ્વારા અબોર્શન ડ્રગનું ઓનલાઈન વેચાણ કરવામાં આવી રહ્યું હોવાનું ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશને જાણવા મળ્યું હતું.

જાે કે, આ દવાના વેચાણ માટે વેબસાઈટ કોઈપણ પ્રકારનું પ્રિસક્રિપ્શન પણ માંગી રહી નથી.

Share This Article