આ બાબત સાંભળીને તમે ચોંકી જશો કે દુનિયાભરમાં એક અબજ એક કરોડ નાના હથિયારો પૈકી ૮૪.૬ ટકા હથિયારો નાગરિકો પાસે છે. સામાન્ય નાગરિક એટલે કે પોલીસ અને સુરક્ષા દળને બાદ કરતા સામાન્ય લોકો છે. બીજા શબ્દોમાં કહેવામાં આવે તો ખાનગી સુરક્ષા કંપનીઓ, બિન સરકારી સુરક્ષા સંસ્થાઓ અને ટોળકીઓને પણ આમાં સામેલ કરવામાં આવી છે. હથિયારો પર નજર રાખનાર જીનેવા સ્થિત સંગઠન સ્મોલ આર્મ્સ સર્વેના ગયા વર્ષે જુનમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ ૨૦૧૭માં કુલ હથિયારો પૈકી ૧૩.૨ ટકા અથવા તો (૧૩.૨૦ કરોડ) રાજ્યની નિયંત્રણવાળી સેનાની પાસે છે.
જ્યારે ૨.૨ ટકા અથવા તો ૨.૩૦ કરોડ હથિયારો જુદી જુદી સુરક્ષા સંસ્થાઓની પાસે છે. રિપોર્ટમાં કેટલીક ચોંકાવનારી માહિતી સપાટી પર આવી છે. રિવોલ્વર, સેલ્ફ લોડિંગ પસ્તોલ, રાઇફલ, કાર્બાઇન તેમજ એસોલ્ટ રાઇફલથી લઇને લાઇટ મશીન ગન સુધીના હથિયારોને અભ્યાસમાં સામેલ કરવામાં આવ્યા છે. આ પ્રકારના હથિયારમાં છેલ્લા ૧૦ વર્ષના ગાળામાં ૧૭ ટકા સુધીનો ઉલ્લેખનીય વધારો થયો છે. આને રાખનાર સામાન્ય નાગરિક મુખ્ય રીતે અમેરિા, ચીન, ભારત અને પાકિસ્તાનમાં છે. અમેરિકામાં દુનિયાની માત્ર ચાર ટકા વસ્તી રહે છે. પરંતુ ત્યાંના નાગરકોની પાસે દુનિયાના ૪૦ ટકા નાના હથિયારો છે. ત્યાં લોકોની પાસે કુલ ૩૯ કરોડ ૩૩ લાખ અથવા તો સરેરાશ ૧૦ નાગરિકો પર ૧૨ હથિયારો રહેલા છે. પ્યુ રિસર્ચ સેન્ટરના કહેવા મુજબ ૫૦ વર્ષની ઉપરના વયના લોકો પૈકી એક તૃતિયાશ લોકોની પાસે જ્યારે ૧૮થી ૨૯ વર્ષની વયના ૨૮ ટકા યુવાનોની પાસે બન્દુક રહેલી છે.
આ મામલામાં અમેરિકા બાદ ભારત બીજા સ્થાને છે. ભારતમાં ૭.૧૧ કરોડ ચીનમાં પાંચ કરોડ અને પાકિસ્તાનમાં ૪.૩૯ કરોડ તેમજ રશિયા પાસે ૧.૭૬ પાસે હથિયારો રહેલા છે. ન્યીઝીલેન્ડમાં સામાન્ય લોકોની પાસે માત્ર ૧૨ લાખ હથિયારો છે. ભારતની એક અલગ વિશેષતા એ છે કે સામાન્ય લોકોમાં રહેલા ૭.૧૧ કરોડ હથિયારો પૈકી ૬.૧૪ રોડ ગેરકાનુની છે. એટલે કે આની નોંધણી થયેલી નથી. સામાન્ય લોકોની પાસે હથિયારો હોવાની સૌથી મોટી કિંમત અમેરિકાને ચુકવવી પડી છે. અમેરિકામાં સામાન્ય રીતે સ્કુલમાં અથવા તો બજારમાં ગોળીબાર કરવાની ઘટના બનતી રહે છે. વર્ષ ૨૦૧૬માં અમેરકામાં ૬૪ ટકા લોકોની હત્યા આ પ્રકારના હથિયારો દ્વારા કરવામાં આવી હતી. વર્ષ ૧૯૮૨થી વર્ષ ૨૦૧૬ સુધી ૯૦ માસ શુટિંગની ઘટના બની છે.
જેમાં ત્રણ કરતા વધારે લોકોના મોત થયા હતા. આ વધતી જતી ઘટનાઓના કારણે હવે અમેરિકા સહિતના દેશોમાં ખાનગી હથિયારો રાખવા સામે એક અભિયાનની શરૂઆત થઇ ચુકી છે. પૂર્વ પ્રમુખ બરાક ઓબામા પણ હથિયારો રાખવાની વિરુદ્ધમાં હતા. પરંતુ હથિયારોને લઇને ત્યાં લોબી એટલી મજબુત છે ે આવા તમામ અભિયાન સફળ સાબિત થતા નથી. ભારત માટે ગેરકાયદે હથિયારોને લઇને ભારે ચિંતા છે. ખાસ કરીને ચૂંટણીના માહોલમાં આના કારણે નુકસાન થવાની શક્યતા વધારે રહે છે. આનો ઉપયોગ મતદારોને ધાક ધમકી આપવા માટે કરવામાં આવે છે. સમૃદ્ધિ, સુરક્ષા અને સ્માર્ટનેસના તમામ દાવા છતાં સામાન્ય લોકો દિન પ્રતિદિન હથિયાર મેળવી રહ્યા છે. હથિયારોની સ્પર્ધા કોઇ પણ રીતે યોગ્ય ગણી શકાય નહી. હથિયારો સામાન્ય લોકોની પાસે હોવાની સ્થિતીમાં ગુનાઓ વધારે બને છે. સાથે સાથે સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીમાં ધાક ધમકી બાદ વધારે પ્રમાણમાં હથિયારોનો ઉપયોગ કરવામાં આવે છે.
સામાન્ય લોકો પાસે હથિયારોને લઇને તંત્ર સાવધાન રહે તે ખુબ જરૂરી છે. કારણ કે અમેરિકામાં તો સામુહિક હત્યાકાંડના બનાવો સતત બનતા રહે છે. હવે અમેરિકામાં પણ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જા કે અમેરિકામાં હથિયાર ધરાવતા લોકોની લોબી વધારે મજબુતી સાથે મેદાનમાં આવી ચુકી છે.