લેંડિંગ ક્રાફ્ટ યૂટિલિટી એમ કે-IV પ્રોજેક્ટના ત્રીજા જહાજને પોર્ટ બ્લેયરમાં ભારતીય નૌસેનામાં સમાવિષ્ટ કરવામાં આવ્યું. વાઇસ એડમિરલ બિમલ વર્મા, એવીએસએમ, એડીસી, કમાંડર ઇન ચીફ- એ એન્ડ એન કમાને આ જહાજને આઈએનએલએસયૂ એલ૫૩ના રૂપમાં નૌસેનામાં સમાવ્ષ્ટ કર્યું. ગાર્ડન રિચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ, કોલકાતા દ્વારા ડિઝાઇન અને નિર્મિત આ જહાજ દેશની દેશી જહાજ નિર્માણ ક્ષમતાની સંભાવનાને ઉજાગર કરે છે, જે મેક ઇન ઇંડિયાના રાષ્ટ્રીય લક્ષ્યના અનુરૂપ છે.
૮૩૦ ટનની વિસ્થાપન ક્ષમતાવાળુ એલસીયૂ એમકે-IV જહાજ જળ અને જમીન પર ચાલવા માટે યોગ્ય છે. આ અર્જુન, પી-૭૨ જેવા મુખ્ય યુદ્ધ ટેંકો અને અન્ય બખ્તરબંધ વાહનો જેવી યુદ્ધ સામગ્રી વહન કરવા માટે સક્ષમ છે. આ જહાજ એકીકૃત પુલ વ્યવસ્થા એટલે કે આઇબીએસ અને એકીકૃત પ્લેટફોર્મ પ્રબંધન વ્યવસ્થા એટલે કે આઇપીએમએસ જેવા અત્યાધુનિક ઉપકરણો અને શ્રેષ્ઠ વ્યવસ્થાથી સુસજ્જ છે. આ જહાજમાં દેશી સીઆરએન ૯૧ ગન પણ લાગેલી છે, જેનાંથી આ જહાજને પ્રેટ્રોલિંગ કરવા માટે જરૂરી આક્રમકતા પ્રાપ્ત છે.
લેફ્ટનેંટ કમાંડર વિકાસ આનંદના નેતૃત્વમાં આ જહાજ માટે પાંચ ઓફિસર અને ૪૫ નાવિકો છે. આ ઉપરાંત ૧૬૦ સૈન્ય ટૂકડીયોની વહન ક્ષમતાવાળું આ જહાજ અંડમાન અને નિકોબારમાં તહેનાત હશે.
આ પરિયોજનાના બાકી પ જહાજ નિર્માણની અંતિમ વ્યવસ્થામાં છે અને દોઢ વર્ષ બાદ તેઓનો ભારતીય નૌસેનામાં સમાવેશ કરવામાં આવશે. આ જહાજોને નૌ સેનામાં સમાવેશ થવાથી રાષ્ટ્રની સમુદ્રી સુરક્ષાની જરૂરિયાતો પૂરી કરવામાં મદદ મળશે. તેનાથી જહાજ નિર્માણ ક્ષેત્રમાં ભારતની આત્મનિર્ભરતા વધશે.