દેવાધિદેવ પ્રભુ શિવજીના અર્ધાંગીની અખંડ સ્વરૂપ કુળદેવી શ્રી ઉમિયા માતાજીના પ્રાગટ્ય સ્થાન અને તિર્થસ્થાન ઊંઝા ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભવ્યાતિભવ્ય ધજા મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પેટલના વરદ હસ્તે ઉદાર હાથે દાનનો ધોધ વણવનાર દાનેશ્વરી દાતાશ્રીઓનું સન્માન કરાર્યું હતું. આ ઉપરાંત મા કુળદેવી શ્રી ઉમિયા માતાજીના પાદુકા પૂજન કર્યાં બાદ કલોથ બેગ વેડીંગ મશીનું લોકાર્પણ કર્યું હતું. તે સાથે જ 1868 બહેનો દ્વારા ઝવેરા યાત્રા તથા દાનેશ્વરી પરિવારને 25 જેટલી બગીઓમાં બીરાજમાન કરાવી નગરયાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
કડવા પાટીદારોના કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝા દ્વારા ભાદરવા સુદ નોમથી ભાદરવા સુદ પુનમ સુધી ભવ્યાતિભવ્ય ધજા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. માં ઉમિયા માતાજીના દિવ્ય-ચમકારી અને અલૌકિક મંદિરના શિખર પર 1868 જેટલી ઉમા પ્રાગટ્ય ધજા તથા 11 હજાર 111 જેટલી ધર્મ ધજા ચડાવવમાં આવશે.
અખંડ સ્વરૂપ કુળદેવી ઉમિયા માતાજીના 1868માં પ્રાગટ્ય પર્વ નિમિત્તે આયોજીત ભવ્યાતિભવ્ય ધજા મહોત્સવમાં વિશ્વના 134 જેટલા દેશમાં વસતા કડવા પાટીદાર શ્રધ્ધાળુ પરિવારો, ભારતના દરેક રાજ્યમાં વસતા કડવા પાટીદાર પરિવારો ઉપરાંત દરેક જ્ઞાતિના શ્રધ્ધાળુ લોકો દ્વારા માં ઉમિયા માતાજીના ધજા મહોત્સવમાં ધજાઓની નોંધણી કરાવી હતી.
માં કુળદેવી શ્રી ઉમિયા માતાજીના પ્રાગટ્ય સ્થાન અને મહાતિર્થ સ્થાન ઊંઝા ઉમિયા માતાજી મંદિરને રંગબેરંગી ફુલો અને નયનરમ્ય રોશનીથી શણગારવામાં આવ્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું હેલીપેડ પર ઉમળકાભરે સ્વાગત કરાયું હતું. લોખંડી સુરક્ષા વ્યવસ્થા અને પોલીસ બંદોબસ્ત વચ્ચે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કુળદેવી શ્રી ઉમિયા માતાજી મંદિર પર પધાર્યાં હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વૈદિક મંત્રોચ્ચાર સાથે માં ઉમિયા માતાજીની ચરણ પાદુકાનું પૂજન કરી આરતી ઉતારી હતી અને માં ઉમિયા માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. ઊંઝા મંદિરને પ્લાસ્ટીક મુક્ત કરવાના અભિયાનના દ્રઢ સંકલ્પને સાકાર કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કલોથ બેગ વેડીંગ મશીનનું લોકાર્પણ કર્યું હતું. ઉમિયા માતાજી સંસ્થાનના સંકલ્પથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને દાનેશ્વરી દાતાઓ પ્રભાવિત કરવા હતા.
ઊંઝાના ઉમાબાગ ખાતે ભવ્ય મંડપ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ, સંસ્થાન અધ્યક્ષ બાબુભાઈ જે. પટેલ (બીજેપી), માનદ્ મંત્રી દિલીપભાઈ પટેલ (નેતાજી) તથા ધજા મહોત્સવના ચેરમેન બાબુભાઈ કે. પટેલ (જય સોમનાથ પરિવાર – ખોરજવાળા), કન્વીનર ગોવિંદભાઈ વરમોરા (સનહાર્ટ ગ્રુપ), અને ઉપપ્રમુખ રમેશભાઈ પી. પટેલ (દુધવાળા) સહિત તમામ કારોબારીશ્રીઓ, ટ્રસ્ટીઓ, કમિટી મેમ્બર્સ, અને દાનેશ્વરી દાતાશ્રીઓ, સમાજના શ્રેષ્ઠીઓ પરિવારજનો સાથે પધાર્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ , સાંસદ હરીભાઈ પટેલ, ધારાસભ્ય કીરીટભાઈ પટેલ સહિત રાજકીય મહાઅનુભાવોનું સ્વાગત સન્માન કરાર્યું હતું.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ધજા મહોત્સવને સફળ બનાવનાર અને કરોડો રૂપિયાના દાનનો ધોધ વહાવનાર દાનેશ્વરી દાતાશ્રીઓનું ખેસ, શાલ ઓઢાડી અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ ભુપેન્દ્રભાઈ પટેલે ધજાનું વિવિધ રીતે પૂજન કરી ભવ્યાતિભવ્ય ધજા મહોત્સવનો ભવ્ય શુભારંભ કરાવ્યો હતો.તે પછી 1868 જેટલા ઝવેરા લઈ બહેનોએ નગરયાત્રાનો પ્રારંભ ક્યો હતો તે સાથે 25 જેટલી બગીઓમાં બીરાજમાન થઈ દાનેશ્વરી દાતા પરિવારજનો શોભાયાત્રામાં જોડાયા હતા. મા કુળદેવી ઉમિયા માતાજીના કર્ણપ્રિય ભક્તિદગીતો ડી. જે. પર વાગતા હતા. બહેનો ધજાઓ હાથમાં લઈ નાચતા નાચતા મંદિર પહોંચી હતી.સમગ્ર ઉંઝા માં આનંદ, મંગલ અને ઉત્સાહ છવાયો હતો.
વિજય મુહુર્તમાં 12 વાગેને 39 મિનિટે મંદિરના શિખર પર ધજાઓ ચડાવવામાં આવી હતી.
મા કુળદેવી ઉમિયા માતાજીના દિવ્ય મંદિર પર બાબુભાઈ પટેલ (જય સોમનાથ પરિવાર, ખોરજ) ની વિજય ધ્વજ, જગજીવનભાઈ ચતુરદાસ પટેલ અને નિરવભાઈ જગજીવનભાઈ પટેલની મુખ્ય શિખર ધજા (ઉમા ધ્વજ) મંદિરની ચાર ધજા ઈન્દ્રધ્વજ (પૂર્વ દિશા) વરૂણ ધ્વજ (પશ્ચિમ દિશા), કુબેર ધ્વજ (ઉત્તર દિશા) અને ધર્મરાજ ધ્વજ (દક્ષિણ દિશા) ચડાવવામાં આવી હતી. તે સાથે રંગ મંડળ ધજા (ચાર વેદની ધજા) માં રૂગ્વેદ ધ્વજ (પૂર્વ દિશા), સામવેદ ધ્વજ (પશ્ચિમ દિશા) અથર્વવેદ ધ્વજ (ઉત્તર દિશા) અને યજુવેદ ધ્વજ (દક્ષિણ દિશા) ચડાવવામાં આવી હતી. પુર્ણાહુતિ ધ્વજ એટલે કે ઉમા ઉમેશ્વર ધ્વજ પણ ચડાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ધજા મહોત્સવ દરમિયાન 15 લાખ કરતાં વધારે શ્રધ્ધાળુ ભક્તો કુળદેવી શ્રી ઉમિયા માતાજી મંદિર પર પધારી મા ઉમિયા મા ઉમિયા માતાજીના ચરણો માં શીશ ઝુકાવી આશિર્વાદ મેળવશે. તમામ શ્રધ્ધાળુઓને ચા-કોફી ઉપરાંત નાસ્તો તથા શુધ્ધ- સત્વિક અને સાત્વિક ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.