કોમેડીથી ટ્રેજેડી તરફ સરકતો કોમેડિયન કપિલ શર્મા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ટીવીના નાના પડદે પ્રસિદ્ધ કોમેડિયન એવો કપિલ શર્મા હવે પોતાના કોમેડી શો કરતા વિવાદોને કારણે ચર્ચામાં વધુ રહેવા લાગ્યો છે. કપિલ હાલ સખત માનસિક તાણ હેઠળ છે અને તે રોજની ૨૩ ગોળીઓ ગળી રહ્યો છે. તે પોતાના શો અને તેની આસપાસના લોકોથી નર્વસ થઇ ગયો છે.

પોતાની ખરડાતી ઇમેજને કારણે પણ તે વધુ ટેન્શનમાં આવી ગયો છે. તેની સઘળી મહેનત પર પાણી ફરી રહ્યું હોવાનું તે સમજી રહ્યો છે, પરંતુ તેની માનસિક સ્થિતિને કારણે તે સર્જનાત્મક કામમાં ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી.

કહેવાય છે કે કપિલને આ વખતના પોતાના નવા શોનો ફોર્મેટ પસંદ નથી પડી રહ્યો. તે આ શોનો નિર્માતા પણ છે અને તે જ શૂટિંગનો સમય અને શૂટિંગમાં ભાગ લેનાર વ્યક્તિઓ અંગે નિર્ણય લેતો હોય છે. પરંતુ આ વખતે પણ તે શિસ્તતાનું પાલન કરી શકતો નથી. તે શૂટિંગ કરતો ન હોવાથી ચેનલને જુના એપિસોડ પ્રસારિત કરવા પડે છે.

તેથી એક મહિના માટે કપિલના શો પ્રસારિત કરવામાં આવશે નહીં. ચેનલના નિર્માતાઓએ તેની તકલીફોને સમજીને  ફરી એક તક આપી છે.

Share This Article