‘ડર વગરનું સપનું. મર્યાદા વગરનો પ્રેમ’– આ ક્વોટ સંગીતમય રોમાન્ટિક નાટ્ય લવયાત્રીના મુખ્ય પાત્રોના લાગણીભર્યા પ્રવાસ માટે સંપૂર્ણપણે લાગું પડે છે. સલમાન ખાન ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ, લવયાત્રીથી આયુષ શર્મા અને વારિના હુસ્સૈન પ્રવેશ કરી રહ્યા છે અને અગ્રણી ભૂમિકામાં છે, તેની સાથોસાથ રામ કપૂર, રોનિત રોય, પ્રતિક ગાંધી અને સાજીલ પારેખ અગ્રણી ભૂમિકામાં જોવા મળશે. ઝી સિનેમા પ્રિમિયર કરે છે, એક એવા યુવાનની વાર્તા, જે તેના સપનાને પામવા તથા તેના પ્રેમને જીતવા માટે કંઈપણ કરવા તૈયાર છે, શનિવાર ૨૭મી એપ્રિલના રોજ બપોરે ૧૨ વાગે.
એક ફેમિલિ નાટ્ય, લવયાત્રીએ દર્શકોને વાઈબ્રન્ટ સિટી વડોદરાની ૯ દિવસની નવરાત્રીના તહેવારને બતાવે છે અને રજૂ કરે છે, એક સરળ છતા પણ રસપ્રદ પ્રેમકથા. આ ફિલ્મમાં સુશ્રુત ઉર્ફે સુસુ (આયુષ શર્મા) અને મનિષા ઉર્ફે મિશેલ (વારિના હુસ્સૈન) જેઓ ‘ધ ફેસ્ટિવલ ઓફ લવ’ નવરાત્ર દરમિયાન પ્રેમમાં પડે છે. સુસુએ એક અસ્પષ્ટ છોકરો છે, જેને તેના સમગ્ર જીવન દરમિયાન ડાન્સ સિવાય બીજા કોઈમાં રસ નથી. તે સતત તેના પરિવારમાંથી દબાણમાં રહે છે કે, તે કંઈક નોકરી શોધે, જ્યારે તેનું સપનું પોતાના એક ગરબા એકેડેમી ખોલવાનું છે. ઝી સિનેમા તેની નવી બ્રાન્ડ ફિલોસોફી ‘સીને મેં સિનેમા’ લાવી રહ્યું છે, સુસુ જેવા લોકોની વાર્તા જેઓ તેમના કંઈક આશ્ચર્યજનક અને પરિપૂર્ણ સપના પુરા કરવા તરફ જુસ્સો ધરાવે છે.
બીજી તરફ, મનિષા ઉર્ફે મિશેલ જે, યુનાઈટેડ કિંગ્ડમની છે અને તેના ક્લાસમાં તે ટોચમાં છે, તેની ઇચ્છા તેની માતૃભૂમિ ભારતમાં પાછા ફરવાની છે, તેના પિતા સમીર ઉર્ફે સેમ( રોનિત રોય) અનિચ્છા છતા પણ સહમત થાય છે. બંને સુસુ અને મિશેલ નવરાત્રી દરમિયાન મળે છે અને સુસુ તેના ઊંડાપ્રેમમાં પડી જાય છે. જેમજેમ વાર્તા આગળ વધતી જાય છે, બંને ઘણી મુશ્કેલીમાંથી પસાર થાય છે અને તેમની વચ્ચે મતભેદ ઉભા થાય છે, કારણકે સેમ આ બંનેની વિરોધી હોય છે. એક કમનસીબ અકસ્માતે મિશેલને યુનાઈટેડ કિંગ્ડમ ખાતે પાછું ફરવું પડે છે, તે સુસુનું દિલ તોડી નાખે છે. શું સુસુ તેમની વચ્ચેના આ મતભેતને સ્પષ્ટ કરવા તથા મિશેલન પાછી જીતી શકશે? કે તેમને પ્રેમ સમય અને વિરોધની ચકાસણીમાં નિષ્ફળ જશે?
વારિના હુસ્સૈન, જે મનિષાનું પાત્ર ભજવે છે, તે કહે છે, “લવરાત્રીનું શૂટિંગએ મારા માટે સપનું સાચું પડ્યું છે. કારણકે આ આયુષ, અભિરાજ અને મારા માટે પ્રથમ ફિલ્મ છે, આ પ્રવાસ અમારા ત્રણેય માટે ખાસ છે. અમે હંમેશા અમારી ચિંતા અને તનાવ એકબીજા સાથે ચર્ચતા હતા. હું અત્યંત ખુશ છું, હું આ અદ્દભુત પ્રવાસનો હિસ્સો બની છું.”
આયુષ શર્મા, જે સુશ્રુતનું પાત્ર ભજવે છે, તે કહે છે, “લવયાત્રી માટે મને જે પ્રતિસાદ મળ્યો તે, અભૂતપૂર્વ છે. આ મૂવીમાં સારું અને દરેક બાબતોનું સમતોલન છે, કોમેડીથી લઇને ભાવુક્તા અને એક મીઠી પ્રેમકથાનો સમાવેશ થાય છે. હું આ મૂવીને ઝી સિનેમા પર જોવા માટે અત્યંત ઉત્સાહિત છું અને આશા રાખું છું કે, દર્શકો તેને ખૂબ જ સારી રીતે માણશે.”
તેની રિલિઝથી જ, લવરાત્રીનું સંગીત ચાર્ટ પર ટોચનું બની ગયું હતું. આ આલ્બમમાં પગ થીરકાવતા ટ્રેકના મસ્તીભર્યા ગીતો હતા, જેમાં છોગાડા, રંગતારી, અંખ લડ જાવે અને તેરા હુઆનો સમાવેશ થાય છે, તે દર્શકોમાં તુરંત જ હિટ થઈ ગયા હતા અને તેઓ દર્શકોમાં તથા રેડિયો સ્ટેશનમાં ઓલ-ટાઈમ ફેવરીટ બની ગયા છે. તનિષ્ક બાગચી, લિજો જ્યોર્જ- ડીજે ચેતસ અને જામ દ્વારા ફિલ્મના સાઉન્ડટ્રેક કમ્પોઝ કરવામાં આવ્યા છે. એક નિષ્ણાંત તરીકે સંગીતનું રી-ક્રિએશન તનિષ્ક બાગચીએ કહ્યું છે, જેને આ આલ્બમ માટે ઓરિજિનલ સ્કોર્સ કમ્પોઝ કર્યો છે અને તેમાં ઇડીએમની સાથે, ટેકનો સાઉન્ડસ્કેપ્સનો સ્વતંત્ર ઉપયોગ કર્યો છે, કમ્પોઝરે એવા ગીતો આપ્યા છે, જે આજની પેઢીને ગમે અને તેમને એવા આલ્બમ આપ્યા છે, જે તુરંત જ હિટ થયા છે. મનિષા અને સુસુની સાથે ફરી ફરી પ્રેમમાં પડો, લવયાત્રીમાં ફક્ત ઝી સિનેમા પર.