અમદાવાદ: ટ્રોમાના કેસિસમાં ઘટાડો લાવવા માટેના ઉદ્દેશથી કોલમ્બિયા એશિયા હોસ્પિટલ અમદાવાદે અમદાવાદ ટ્રાફિક પોલિસ સાથે મળીને રોડ સેફ્ટી વીક દરમિયાન એક વિશેષ અભિયાનની શરૂઆત કરી છે, ૨૩ થી ૨૯ એપ્રિલ ૨૦૧૮ વચ્ચે ચાલનાર આ અભિયાનમાં ટ્રાફિક નિયમોના પાલન સંબંધી જાગરૂક્તા, ટ્રોમેટિક ઈન્જરીના ખતરાને ઓછો કરવા માટે અને જીવન બચાવવા માટે કેટલાંક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ માટે હોસ્પિટલે ક્રુશિયલ પોઈન્ટ, પકવાન ક્રોસરોડ પર ટુ-વ્હીલર ચાલકોને રેડિયમ સ્ટિકર લાગેલાં હેલમેટ અને ગુલાબના ફૂલ વ્હેંચ્યા.
ટ્રાફિક નિયમોના પાલન હેતુ લોકોને પ્રેરિત કરવા માટે અને ટ્રોમા કેસિસ ઓછા કરવા માટેના ઉદ્દેશથી કોલમ્બિયા એશિયા હોસ્પિટલે રોડ સેફ્ટી વીક દરમિયાન એક સ્પેશિયલ ડ્રાઈવની શરૂઆત કરી છે. આ ડ્રાઈવ ૨૩ થી ૨૯ એપ્રિલ ૨૦૧૮ સુધી ચાલશે.
ટ્રાફિક નિયમોના પાલનના મહત્વને સમજાવવા માટે પકવાન ક્રોસ રોડ અને તેના આસપાસના વિસ્તારો જેમ કે, કોર્પોરેટ હબ્સ, હાઈવે અને આસ-પાસના વિસ્તારમાં અધિક જવાબદારીથી લોકોમાં ટ્રાફિક નિયમોના પાલનની આદત પૂરી પાડવા માટે અભિયાન ચલાવવામાં આવ્યું.
પકવાન ક્રોસ રોડની આજુબાજુ ખૂબ જ ટ્રાફિક રહે છે અને એમાં નાની ઈજા થી લઈને ગંભીર ટ્રોમાના કેસ પણ થતાં રહે છે. જો કે, કોલ્બિયા એશિયા હોસ્પિટલ આ વિસ્તારની સૌથી મોટી ટ્રોમા કેર હોસ્પિટલ છે, તેથી અંહીના ડોક્ટરો પાસે એવા તમામ અનુભવો હોય છે જેનો ઉપયોગ કરીને તેઓ લોકોને જાગરૂત કરી શકે છે.
કોલમ્બિયા એશિયા હોસ્પિટલ, અમદાવાદના ન્યુરોસર્જન ડો. દિપેન પટેલે કહ્યું, “આ અભિયાન દરમિયાન અમે ટુ વ્હીલ ચાલકોને હેલ્મેટ આપી રહ્યાં છે જે આ નિયમનું ઉલ્લંઘન કરતા પકડાય છે. અકસ્માતમાં ગંભીર રૂપથી ઘાયલ થવામાં વધારે ટુ વ્હીલના ચાલકો હોય છે. જે હેલ્મેટ પહેરતાં અથવા તો તેને સરખી રીતે પહેરતાં નથી. માથું અને મગજ શરીરના સૌથી સંવેદનશીલ ભાગ છે જેમાં કોઇ પણ ઇજાઓ અથવા ટ્રોમા અપંગ બનાવવાવાળા અથવા જીવલેણ સાબિત થઇ શકે છે. હેલ્મેટ માત્ર અકસ્માતની અસરને ઘટાડતી નથી પરંતુ જીવનની આશાને પણ વધારે છે અમને વિશ્વાસ છે કે આ અભિયાન હેઠળ ટુ વ્હીલર્સ ચાલકોને હેલ્મેટ પહેરવા અને ઇજાના કિસ્સાઓ ઘટાડવા માટે પ્રોત્સાહિત કરી શકાય છે. આવા ઘણાં દર્દીઓ અમારી હોસ્પિટલમાં આવે છે. આવા કિસ્સાઓનું સંચાલન કરવામાં અમે સફળ છીએ કારણકે અમારી પાસે મજબૂત, સ્વ-પ્રેરિત અને અત્યંત કુશળ કર્મચારીઓ છે અને ઉત્તમ સંસાધનો અને તકનીકી ઉકેલો ઉપલબ્ધ છે. પરંતુ જવાબદાર હેલ્થકેર પ્રદાતા તરીકે, અમે માનીએ છીએ કે અમારું ધ્યાન આવા કેસોને રોકવા માટે છે અને અમે આ હેતુ માટે ઝુંબેશ શરુ કર્યું છે. ”
અમદાવાદ ટ્રાફિક પોલિસ, સ્થાનીય પ્રાધિકરણ અને હોસ્પિટલના સ્ટાફ અને પ્રમોટર્સની મદદથી અમે રણનીતિક રીતથી પકવાન ક્રોસ રોડને જાગરૂતતા અભિયાન માટે પસંદ કર્યો હતો કે જ્યાં ટ્રાફિક ખૂબ જ વધારે રહે છે.
અભિયાનમાં, હેલ્મેટ વગર બાઈક ચલાવનારને ટ્રાફિક પોલિસે પકડ્યા અને કોલમ્બિયા એશિયા હોસ્પિટલના સ્ટાફે તેમને ગુલાબના ફૂલ અને હેલ્મેટ વંહેચ્યા. નિયમોના ઉલ્લંઘન કરનાર આ લોકોને ટ્રાફિક નિયમો વિશે પણ જાગરૂત કરવામાં આવ્યાં.
કોલમ્બિયા એશિયા હોસ્પિટલના જનરલ મેનેજર વીર સિંહ ચૌધરીએ કહ્યું કે, પ્લે કાડ્ર્સ દ્વારા જાગરૂતતાના સંદેશાના પ્રસાર સાથે-સાથે હેલ્મેટ વગરના દ્વિ-ચક્રી વાહન ચાલકોને હેલ્મેટ પણ વહેચ્યાં. તેમને સલાહ અને કોટ્સ લખવા માટે એક ક્વેશ્ચનેયર ફોર્મ પમ આપવામાં આવ્યું. દ્વિ-ચક્રી વાહન ચાલકો જ એ લોકો હોય છે કે જેમને સડક દુર્ઘટનામાં સૌથી ગંભીર ઈજા થાય છે. જે લોકો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા હતાં તેમને રોકવામાં આવ્યા અને કોઈ વ્યક્તિના જીવનની કિંમત વિશે પણ જાગૃત કરવામાં આવ્યાં. આ સાથે જ, તેમને એક શપથ લેવા અને પત્ર પર સાઈન કરવા માટે પણ કહેવામાં આવ્યું.
એક દિવસમાં લગભગ ૫૦ હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું. આ હેલ્મેટમાં રેડિયમ સ્ટિકર અને રિફ્લેક્ટેડ લાઈટ છે જેની મદદ થી અન્ય વાહન ચાલકો દ્વિ-ચક્રી વાહન ચાલકાનેે અંધારામાં પણ સરળતાથી જોઈ શકે છે.
ઘણાં એવાં સામાન્ય લોકો પણ હતાં કે જેઓ પોતાની ઈચ્છાથી પૂરા જોશ સાથે આનો ભાગ બન્યા અને આને સફળ બનાવવામાં પોતાનો પૂરો સહયોગ આપ્યો.