કોલગેટ ઇન્ડિયાએ તેની ભારતની તમામ ઉત્પાદન સવલતો માટે ગ્રીન બિઝનેસ સર્ટિફિકેશન ઇન્ક (જીબીસીઆઇ) પાસેથી ટ્રુ ઝીરો વેસ્ટ પ્લેટીનમ સર્ટિફિકેશન મેળવ્યું છે. જીબીસીઆઇ વૈશ્વિક સ્તરે ગ્રીન બિઝનેસ ઇન્ડસ્ટ્રી પર્ફોમન્સ અને પ્રેક્ટિસમાં શ્રેષ્ઠતાને ઓળખી કાઢતી આગવી સ્વતંત્ર સંસ્થા છે. જીબીસીઆઇ બગાડ ઘટાડવામાં અને રિસોર્સ ક્ષમતાને મહત્તમ બનાવવા માટે પર્ફોમન્સનું મૂલ્યાંકન કરવા માટે ટ્રુ ઝીરો વેસ્ટ સર્ટિફિકેશન પ્રોગ્રામ ચલાવે છે. જે સવલતો લઘુત્તમ પ્રોગ્રામ જરૂરિયાતો અને પોઇન્ટસ જાળવી રાખીને ટ્રુ સર્ટિફિકેશન પ્રાપ્ત કરે છે, પ્રોગ્રામ રેન્કિંગ સિસ્ટમ પર કામ કરે છે જેમાં ‘પ્લેટીનમ’ સૌથી ઊંચુ સર્ટિફિકેશન સ્તર છે.
ટ્રુ ઝીરો વેસ્ટ સર્ટિફિકેશન પ્રોગ્રામનો હેતુ સવલતોને તેમના ઝીરો વેસ્ટ લક્ષ્યાંકોને નિર્ધારિત કરવામાં, અનુસરવામાં અને હાંસલ કરવામાં મદદ કરવાનો છે, જે તેમની કાર્બન હાજરીમાં ઘટાડો કરે છે અને જાહેર આરોગ્યને ટેકો આપે છે. ટ્રુ સર્ટિફાઇડ સવલતો ટકાઉતાને સમર્થન આપે છે અને જે સવલતો સૌથી ઊંચા સ્તરનુ રેટિંગ હાથ ધરે છે તે લેન્ડફીલમાં તેમના બગાડ, બગાડને બાળી નાખવો કે પર્યાવરણમાં છોડી દેવા માટે સ્વીકૃત્તિ પામે છે. કોલગેટ ઇન્ડિયાના બડ્ડી (હિમાચલ પ્રદેશ), ગોવા, સાણંદ (ગુજરાત) અને શ્રી સિટી (આંધ્રપ્રદેશ) એમ ચારેય સવલતોએ સૌથી ઊંચા સ્તરના સર્ટિફિકેશન પ્રાપ્ત કર્યા છે. તે કોલગેટ પામોલિવ ઇન્ડિયાને આ પ્રકારની માન્યતા પ્રાપ્ત કરનાર સૌપ્રથમ ભારતીય કંપની બનાવે છે.,
કોલગેટ પામોલિવ ઇન્ડિયનાના મેનેજિંગ ડિરેક્ટર ઇસામ બચલાણીએ જણાવ્યું હતું કે, “કોલેગ ઇન્ડિયા ખાતે અમે ચારેય સવલતો અને ઓફિસોમાં રિડ્યૂસ-રિયૂઝ સિદ્ધાંતને અનુસરીએ છીએ. અમે બગાડ ઘટાડવા અને પગલાંઓના અમલ કે જે પરિવર્તન લાવે તેના માટે એક સમર્પિત ટીમ તૈયાર કરી છે. એક ઉદાહરણમાં તેમણે જણાવ્યું હતું કે ૨૦૧૮માં જ ૧.૨ મિલીયન કિગ્રાથી વધુ બાકી રહેલા વેસ્ટ વોટર સોલિડ્ઝને સિમેન્ટ ફેક્ટરીઓમાં વાળવામાં આવ્યો હતો, જેને લેન્ડફીલને બદલે સિમેન્ટમાં પ્રોસેસ સાથે ભેળવી દેવામાં આવે છે. આરોગ્ય અને અમારા પર્યાવરણ, પ્રજા અને સમાજની સુરક્ષાની સભાળ રાખવી તે કોલગેટનો આંતરિક ભાગ છે અને ટ્રુ ઝીરો વેસ્ટ પ્લેટીનમ તે માન્યતા અનુસારનું સર્ટિફિકેશન છે.”
“ઝીરો વેસ્ટ કંપનીની સસ્ટેનેબિલીટી અને કોર્પોરેટ સામાજિક જવાબદારીનો અગત્યનો ભાગ છે,” એમ યુએસ ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ અને જીબીસીઆઇના પ્રેસિડન્ટ અને સીઇઓ મહેશ રામાનુજને જણાવતા ઉમેર્યું હતું કે જેમ જેમ બજારો શહેરીકરણ અને ઔદ્યોગિકીકરણ તરફ આગળ વધતા જાય છે તેમ શહેરો અને ઉદ્યોગો વિસ્તરિત માત્રાના બગાડનો સામનો કરે છે જે સ્ત્રોતો અને સમાજ પર તણાવ ઊભો કરે છે. કોલગેટ પામોલિવનું તેમના ભારતની ઉત્પાદન સવલતો ખાતે ટ્રુ સર્ટિફિકેશનને અનુસરવાની સમર્પિતતા અમે ઝીરો વેસ્ટ કોમ્યુનિટી બનવી વધુ નજીક લાવે છે જે દરેક માટે વધુ આરોગ્યપ્રદ છે. ટ્રુ સર્ટિફાઇડ સવલતો પર્યાવરણની દ્રષ્ટિએ જવાબદાર છે, વધુ રિસોર્સ કાર્યક્ષમ છે અને વેસ્ટને બચતમાં પરિવર્તીત કરવામાં મદદ કરે છે. ક્ષતિઓને ઓળખી કાઢીને તેઓ ગ્રીનહાઉસ ગેસીસમાં ઘટાડો કરે છે, જોખમ સંચાલન કરે છે, ગંદવાડ અને પ્રદૂષણમાં ઘટાડો કરે છે, રોજગારીનું સર્જન કરે છે અને જે તે કંપની અને સમાજ માટે વધુ મૂલ્યનું સર્જન કરે છે. કોલગેટ-પામોલિવે અમને દરેક સસ્ટેનેબલ ભવિષ્ય ઊભુ કરવા માટે સહાય કરવા માટે તેમના પર્ફોમન્સ અને ઝીરો વેસ્ટ વ્યૂહરચનાના અમલમાં સુધારો કર્યો છે તે માટે તેના નેતૃત્ત્વની પ્રશંસા કરીએ છીએ.”
ટ્રુ ઝીરો વેસ્ટ સર્ટિફિકેશન પ્રાપ્ત કરવા માટે કોલગેટ ઇન્ડિયાએ રિડ્યૂસ-રિયૂઝ સિદ્ધાંતનો અમલ કર્યો છે એટલું જ નહી પરંતુ વેસ્ટને અન્યત્ર વાળ્યો છે, જે કદાચ વર્તણૂંક પરિવર્તન માટે કોમપોસ્ટીંગ, ઝીરો વેસ્ટ પરચેઝીંગ, હેઝાર્ડસ વેસ્ટ પ્રિવેન્શન, રિડિઝાઇનીંગ, સંશોધન, કર્મચારી તાલીમ જેવી પ્રક્રિયાઓ મારફતે લેન્ડફીલના ઉપયોગમાં લેવામાં આવી શક્યો હોત. ઇન-હાઉસ ગ્રીન ટીમે કોલગેટની ચારેય ઉત્પાદન સવલતોના કર્મચારીઓને વેસ્ટને દરેક શક્ય પગલાં તરફ વાળવાની પ્રવૃત્તિ માટે પ્રોત્સાહન આપ્યું છે જે અનેક નવા આઇડીયામાં પરિણમ્યા છે. તેના કેટલાક ઉદાહરણોમાં બાકી રહેલા વેસ્ટવોટર સોલિડ્ઝને સિમેન્ટ ફેક્ટરીઓમાં મોકલવા, પ્લાસ્ટિક ટ્યૂબમાંથી ફર્નીચર બનાવવા, પેકેજિંગ સામગ્રીનો પુનઃઉપયોગ, ડસ્ટ બીન તરીકે કાચા માલ માચે ડ્રમનો રિયૂઝ, વંચિત પ્રજાને વધારાના ખોરાક માટે એનજીઓ સાથે સહયોગ કરીને ફૂડ બગાડ અટકાવવો અને બાકી રહેલા વેસ્ટને પિગરીમાં આપવો, રિયૂઝેબલ સ્ટેઇનલેસ સ્ટીલના વાસણોને કાફેટેરીયામાં ઉપયોગમાં લેવા; કોમ્પોસ્ટીંગ ઓર્ગેનિક બગાડનો સાઇટ પર ઉગાડવામાં આવતા છોડો/શાકભાજીઓ માટે સોઇલ કન્ડીશનર તરીકે ઉપયોગ કરવાનો સમાવેશ થાય છે.
જે સવલતો ટ્રુ ઝીરો વેસ્ટ સર્ટિફિકેશન લઘુત્તમ પ્રોગ્રામ જરૂરિયાતોને પહોંચી વળીને અને ટ્રુ ઝીરો વેસ્ટ રેટિંગ સિસ્ટમમાં ૮૧ ક્રેડિટ પોઇન્ટમાંથી ઓછામાં ઓછા ૩૧ પોઇન્ટ પ્રાપ્ત કરે છે. જે પ્રકોજેક્ટ અસંખ્ય ક્રેડિટ પોઇન્ટ પ્રાપ્ત કરે છે તે પ્રાપ્ત કરતા સર્ટિફિકેશન સ્તરને નક્કી કરે છે (સર્ટિફાઇડ, સિલ્વર, ગોલ્ડ અથવા ‘પ્લેટીનમ’ જેમાં પ્લેટીનમ સૌથી વધુ રેન્ક છે). આ રેન્ક્સનો આધાર કુલ પોઇન્ટ્સ પર છે જેને નિર્ધારિત કેટેગરીઓ હેઠળ પ્રાપ્ત કરી શકાય છે.