અમદાવાદ : ગુજરાતમાં કોલ્ડવેવની જારદાર ચેતવણી વચ્ચે જનજીવન ઉપર ઠંડીના ચમકારા વચ્ચે અસર થઇ રહી છે. અમદાવાદમાં પણ કોલ્ડવેવ માટેની ચેતવણી જારી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છ, ખાસ કરીને રાજકોટ, ભાવનગર, પોરબંદર, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, અમદાવાદ, સાબરકાંઠા, વલસાડમાં તીવ્ર ઠંડી માટેની ચેતવણી જારી કરવામાં આવી છે. તાપમાનમાં એકાએક ઉલ્લેખનીય ઘટાડો મોટાભાગની જગ્યા પર થયો છે. અમદાવાદ શહેરમાં પણ આજે પારો ગગડીને ૯.૧ ડિગ્રી થઇ ગયો હતો. બીજી બાજુ રાજ્યના અનેક ભાગમાં પારો ૧૦ ડિગ્રીથી નીચે પહોંચી ગયો હતો જેમાં ગાંધીનગરમાં ૮.૮, રાજકોટમાં ૯.૫ અને નલિયામાં છ ડિગ્રી તાપમાન રહ્યું હતું. તીવ્ર ઠંડીની સ્થિતિ વચ્ચે સૌરાષ્ટ્ર અને કચ્છમાં લોકોની હાલત કફોડી બનેલી છે. આગામી બે ત્રણ દિવસ દરમિયાન તાપમાનમાં હજુ પણ બે-ત્રણ ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે.
આવી સ્થિતિમાં ઠંડી વધવાના સંકેત દેખાઈ રહ્યા છે. ૧૫મી જાન્યુઆરી બાદ ઠંડીમાં સામાન્યરીતે ઘટાડાની શરૂઆત થઇ જાય છે પરંતુ કોલ્ડવેવની ચેતવણી ફર એકવાર જારી કરવામાં આવી છે. તાપમાન ઉંચુ હોવા છતાં ઠંડીનો ચમકારો દેશના અન્ય ભાગોની જેમ જ ગુજરાતમાં પણ અનુભવાઈ રહ્યો છે. દિલ્હી અને એનસીઆરમાં વરસાદ તેમજ હિમાચલપ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષાની સીધી અસર જાવા મળી રહી છે. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી બે ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં બે ત્રણ ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે. હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા તથા દિલ્હી અને એનસીઆરમાં હાલમાં વરસાદના પરિણામ સ્વરુપે તેની અસર અમદાવાદ શહેરમાં પણ જાવા મળે તેવી શક્યતા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સોમવારના દિવસે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છના જુદા જુદા ભાગોમાં કમોસમી વરસાદના પરિણામ સ્વરૂપે ફરી એકવાર ખેડુતો અને સામાન્ય લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા. કમોસમી વરસાદના લીધે ખેડુતોને જીરૂ અને શિયાળા પાકને ભારે નુકસાન થવાની શક્યતા છે. આ પ્રકારના કમોસમી વરસાદના કારણે ખેડુતોની ચિંતામાં વધારો થયો છે. અમદાવાદમાં આજે લઘુત્તમ તાપમાન ઘટીને ૯.૧ ડિગ્રી થયું હતું. અમદાવાદ શહેરમાં આજે વહેલીસવારથી જ ઠંડા પવનો ફુંકાયા હતા. જા કે, ગુજરાતની સાથે સાથે દિલ્હી અને એનસીઆર તેમજ અન્ય મેદાની ભાગોમાં પડતા તેની અસર જાવા મળી હતી. હવામાન વિભાગ તરફથી વરસાદની કોઇ આગાહી નથી પરંતુ તાપમાન ઘટશે. અમદાવાદમાં આવતીકાલે લઘુત્તમ તાપમાન ૯ ડિગ્રીની આસપાસ રહી શકે છે. આજે વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું. સુરત અને અન્ય કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય જાવા મળ્યું છે.