અમદાવાદ : ગુજરાતના નલિયા સહિતના કેટલાક ભાગોમાં તીવ્ર ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. આજે નલિયામાં સતત બીજા દિવસે લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થયો હતો. ગઈકાલના ૧૨.૮ ડિગ્રીની સરખામણીમાં આજે નલિયામાં પારો ગગડીને ૧૧.૮ સુધી નીચે પહોંચી ગયો હતો. અમદાવાદમાં પણ સવારમાં તીવ્ર ઠંડીનો ચમકારો હવે અનુભવાઈ રહ્યો છે. અલબત્ત, ગઈકાલની સરખામણીમાં આજે સોમવારના દિવસે અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાનમાં આંશિક વધારો થયો હતો પરંતુ સવારમાં લોકો હવે ગરમ વ†ોમાં નજરે પડી રહ્યા છે. કંડલા એરપોર્ટ ખાતે પણ પારો ૧૨.૬ સુધી નીચે રહ્યો હતો. ફુલગુલાબી ઠંડીમાં વહેલી સવારમાં બાગ બગીચા હવે હાઉસફુલ નજરે પડી રહ્યા છે. ફિટનેસ મેળવવા માટે જીમમાં જતા લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. હાલમાં મિશ્ર સિઝન હોવાના લીધે નાના બાળકો અને મોટી વયના લોકોને સાવધાન રહેવાનો પણ ગાળો છે. હાલમાં તબીબો પાસે જુદા જુદા પ્રકારના બેવડી સિઝનના ઈન્ફેકશન અને ફુડ પોઈઝનીંગના કેસો સાથે લોકો વધુ આવી રહ્યા છે.
લઘુતમ અને મહત્તમ તાપમાનમાં હાલ ફેરફાર નહીં થાય તેમ માનવામાં આવે છે. આજે સવારે પણ ઠંડી નોંધાઇ હતી. જા કે બપોરના ગાળામાં સુર્યપ્રકાશ રહેતા લોકો મિશ્ર સિઝનનો અનુભવ કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હવે ઠંડીનો અનુભવ થવા લાગી ગયો છે. વિશેષ કરીને સવારમાં વધુ ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. વહેલી સવારમાં અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. બપોરના ગાળામાં હજુ પણ લોકોને ઓછા પ્રમાણમાં ગરમીનો અનુભવ થઇ રહ્યો છે.
આમ હવે ધીરેધીરે ઠંડી પોતાની અસર દેખાડતી જઇ રહી છે. ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનો પારો વધુ નીચે સરકે તેવી આગાહી પણ વ્યકત કરાઇ છે ત્યારે શિયાળાની ઠંડીપ્રેમી નાગરિકો ખુશીની લાગણી વ્યકત કરી રહ્યા છે. મોટાભાગના લોકો મોડી રાત્રે ગરમ વ†ોમાં પણ નજરે પડવા લાગી ગયા છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ લોકો ગરમ વ†ોમાં નજરે પડે છે. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી બે ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે નહીં. જા કે, નલિયામાં ગઇકાલની સરખામણીમાં આજે ઉલ્લેખનીયરીતે ઘટ્યો હતો. હજુ નલિયામાં પારો ગગડે તેવા સંકેત છે. અમદાવાદમાં પારો આવતીકાલે વધુ ઘટે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. ઠંડીની શરૂઆત થતા ફિટનેસ જાળવવા માટેનો આ સર્વશ્રેષ્ઠ ગાળો હોવાથી જરૂરી નિષ્ણાતોની મદદ લેવાઈ રહી છે.