આ ટેકનો સ્કૂલ સમિટની ત્રીજી આવૃત્તિ EKA ક્લબ ખાતે આયોજિત કરવામાં આવી હતી જેમાં AI, રોબોટિક્સ અને કોડિંગ લેબને શાળાના અભ્યાસક્રમોમાં એકીકૃત કરવા માટે 100 થી વધુ શાળાઓના પ્રિન્સીપલ્સ, ટીચર્સ અને ટ્રસ્ટીઓએ ભાગ લીધા હતા.
IIT-BHUના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને કોડિંગ જુનિયરના સિનિયર ઓફિસર શ્રી સુમિત ભટે શેર કર્યું, “આ સમિટ વિદ્યાર્થીઓને AI-સંચાલિત ભવિષ્ય માટે તૈયાર કરવાના અમારા મિશનને મજબૂત બનાવે છે.” . કંપની ના CEO શિવ કુમાર મૌર્યએ ઉમેર્યું હતું કે, “અમારો હેતુ શિક્ષણ અને મોડર્ન ટેક્નોલોજી વચ્ચેના અંતરને દૂર કરવાનો છે.”