હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસરે જ્યારથી નારિયળ તેલને આરોગ્ય માટે નુકસાનકારક હોવાની વાત કરી છે ત્યારથી જ નારિયળ તેલના ફાયદા અને નુકસાનને લઇને દેશભરમાં જોરદાર ચર્ચા છેડાઇ ગઇ છે. ખાસ કરીને દક્ષિણ ભારતના રાજ્યોના લોકોમાં આ ચર્ચા વધારે ઉગ્ર બની ગઇ છે. કારણ કે દક્ષિણ ભારતના રાજ્યોમાં રહેતા લોકો નારિયળ તેલનો પ્રયોગ વધારે પ્રમાણમાં કરે છે. તેમનો દાવો છે કે લોકો કેટલાક વર્ષોથી નારિયળ તેલનો ઉપયોગ કરી રહ્યા છે પરંતુ તેમના આરોગ્ય પર તેની કોઇ પ્રતિકુળ અસર થઇ રહી નથી. ટ્વીટર પર આ અંગે લોકો પોત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
કેરળની મંજુલા નાયરે તો પ્રોફેસરની મજાક કરતા કહ્યુ છે કે તેમના ગ્રાન્ડ પેરેન્ટસ આશરે ૧૦૦ વર્ષ સુધી જીવી ગયા હતા. તેઓ હમેંશા ભોજનમાં આનો ઉપયોગ કરતા હતા. જો કે તેમના આરોગ્ય પર તેની કોઇ અસર થઇ ન હતી. બીજી બાજુ પત્રકાર લિજ મેથ્યુ કહે છે કે કેરળમાં લોકોની સરેરાશ વય ખુબ વધારે છે. બીજી બાજુ અન્ય કેટલાક લોકો કહે છે કે કર્ણાટકમાં તેમના ઘરમાં નારિયળ તેલથી જ ભોજન તૈયાર કરવામાં આવે છે. લોકોને આ પ્રકારની પ્રતિક્રિયાઓને ધ્યાનમાં લીધા બાદ એક બાબત તો નક્કી થઇ ગઇછે કે લોકોની ભાવનાને હાર્વર્ડ પ્રોફેસરના નિવેદન અને સર્ચથી ફટકો પડ્યોછે. તેઓ નાખુશ છે. ભારતમાં જ નહી દુનિયાના કેટલાક દેશોના લોકો દ્વારા પણ પ્રોફેસરના દાવાને ખોટો ગણાવવામાં આવે છે.
ફિલીપાઇન્સના એક વ્યક્તિએે કહ્યુ છે કે પ્રોફેસરના મત પ્રમાણે તો તેમના તમામ લોકોને હજુ સુધી મરી જવાની જરૂર હતી. કારણ કે આ લોકો તો દરેક ડિશમાં નારિયળ તેલનો ઉપયોગ કરે છે. જો કે કેટલાક તબીબો એવા પણ છે કે તેમના દાવાને સમર્થન આપે છે . તેમના કહેવા મુજબ નારિયળના તેલમાં ખરાબ કોલેસ્ટ્રોલ અથવા તો લો લો ડેન્સિટી લિપોપ્રોટીનનુ પ્રમાણ વધારે હોય છે. જે હાર્ટની તકલીફમાં વધારો કરે છે. તબીબો કહે છે કે છથી સાત અભ્યાસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે નારિયળના તેલમાં ખુબ જ નુકસાનકારક એલડીએલ કોલેસ્ટ્રોલ હોય છે. પ્રોફેસરે કેટલાક મુદ્દાને ભયભીત કરવાના અંદાજથી રજૂ કર્યા છે.