ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)એ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ (CSMI) પરથી કેન્યા મૂળની એક મહિલાને કોકેઈન સાથે પકડી છે. મહિલા હેર કંડીશનર અને બોડી વોશની બોટલોમાં છુપાવેલુ કોકેઈન લાવી રહી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર મહિલા પાસેથી મળી આવેલા કોકેઈનની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત ૧૪ કરોડ ૯૦ લાખ રૂપિયા છે. અધિકારીઓએ જણાવ્યું કે કોકેઈન લઈ જતી મહિલાની ધરપકડ કરવામાં આવી છે. તેની સામે NDPS એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. મહિલા હાલ ન્યાયિક કસ્ટડીમાં છે. તેની પૂછપરછ ચાલી રહી છે. ડીઆરઆઈએ ડ્રગ્સ સપ્લાય ચેઈનની વધુ કડીઓ શોધવા માટે વધુ તપાસ શરૂ કરી છે. એક અધિકૃત નિવેદનમાં જણાવાયું છે કે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) એ મહારાષ્ટ્રના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તપાસ દરમિયાન વિદેશી મૂળની મહિલાની બેગમાંથી બે પાઉચ મળી આવ્યા હતા. તે બેગમાંથી વાળના કંડીશનર અને બોડી વોશની બોટલોમાંથી સફેદ રંગનો પાવડર મળી આવ્યો હતો, જે કોકેઈન ડ્રગ્સ હતા. મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે પકડાયેલી મહિલાની ઓળખ કેન્યાની રાષ્ટ્રીયતાની મહિલા તરીકે થઈ છે. તે ફ્લાઇટ નંબર દ્ભઊ ૨૦૪ દ્વારા નૈરોબીથી મુંબઈ આવી રહી હતી. જેને ડીઆરઆઈના અધિકારીઓએ પકડી પાડ્યો હતો. રેવન્યુ ઈન્ટેલિજન્સ ડિરેક્ટોરેટના એક અધિકારીએ જણાવ્યું કે વિદેશી મહિલા પાસેથી ૧૪૯૦ ગ્રામ કોકેઈન ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત ૧૪ કરોડ ૯૦ લાખ રૂપિયા છે. હેર કન્ડીશનર અને બોડી વોશની બોટલોમાં કોકેઈન મળી આવ્યા બાદ DRI અધિકારીઓએ તેને મોટી કાર્યવાહી ગણાવી છે. આ પહેલા પણ અનેક વખત અહીંથી મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાઈ ચુક્યું છે. આ ઉપરાંત ડ્રગ્સની દાણચોરીમાં સંડોવાયેલા આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે.
Kumbh Story: વિદેશીને લાગ્યો સનાતનનો રંગ, ઈંગ્લેન્ડનો જેકબ કઈ રીતે બની ગયો જય કિશન સરસ્વતી?
ઈંગ્લેન્ડના જેકબ પણ સનાતન ધર્મથી ઘણા પ્રભાવિત થયા છે અને સનાતન ધર્મ અપનાવી હવે તેઓ જય કિશન સરસ્વતી બની ગયા...
Read more