નવીદિલ્હી : દેશમાં કોલસાનું મોટાપાયા પર કામ કરતી કંપનીએ તગડી કમાણી કરી છે. કોલ ઈન્ડિયા કંપનીએ કોલસો વેચીને સપ્ટેમ્બર ક્વાર્ટરમાં મોટી કમાણી કરી લીધી છે. કંપનીના નફા વિશે વાત કરીએ તો ગયા વર્ષની તુલનામાં ૧૩ ટકાનો વધારો જાેવા મળ્યો છે. ત્યારે બીજી તરફ ઓર્ડર આવકમાં ૧૦ ટકાનો વધારો જાેવા મળ્યો છે. ત્યારે આ સારા સમાચારને લઈને કંપનીએ દિવાળી પર રોકાણકારો માટે પણ ફાયદાની વાત વિચારી છે અને રોકાણકારો માટે ૧૫ રૂપિયાથી વધારેનું ડિવિન્ડન્ડ આપવાની જાહેરાત પણ કરી છે.
શેરબજારમાં આજે કોલ ઈન્ડિયાના શેર ફ્લેટ ભાવે બંધ થયા છે.. કોલ ઈન્ડિયાએ શુક્રવારે સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યા છે. કંપનીને ગયા વર્ષના સમાન ક્વાર્ટરની તુલનામાં ૧૨.૫ ટકાના વધારાની સાથે ૬૮૦૦ કરોડ રૂપિયાનો નફો થયો છે. ત્યારે વાત આવકની કરીએ તો ગયા વર્ષના સમાન ક્વાર્ટરની તુલનામાં ૧૦ ટકાના વધારા સાથે ૩૨,૭૭૬.૪૧ કરોડ રૂપિયા પર આવી ગઈ છે. કંપની બોર્ડે ચાલુ નાણાકીય વર્ષ માટે ૧૫.૨૫ રૂપિયા પ્રતિ શેર વચગાળાનું ડિવિડન્ડ આપવાની ભલામણ કરી છે. આ માટેની રેકોર્ડ ડેટ ૨૧ નવેમ્બર નક્કી કરવામાં આવી છે.. કંપનીના એબિટડામાં ૧૨ ટકાનો ઉછાળો આવ્યો છે અને વધીને ૮,૧૩૭ કરોડ રૂપિયા થયો છે. ઓપરેટિંગ માર્જિન ૪૩ બેસિસ પોઈન્ટ વધીને ૨૪.૮૩ ટકા થઈ ગયો. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનું કુલ પ્રોડક્શન ૧૫૭.૪૩ મિલિયન ટન હતું, જે એક વર્ષ પહેલા ૧૩૯.૨૩ મિલિયન ટન અને એક ક્વાર્ટર પહેલા ૧૭૫.૪૮ મિલિયન ટન હતું. ખાણમાંથી (માઈન) ઉપાડવામાં આવેલા કોલસો ૧૭૩.૭૩ મિલિયન ટન હતો, જે એક વર્ષ પહેલા ૧૫૪.૫૩ મિલિયન ટન હતો અને છેલ્લા ક્વાર્ટરમાં ૧૮૬.૯૫ મિલિયન ટન હતો.. ત્રણ મહિના દરમિયાન અન્ય સ્ત્રોતમાંથી થતી કમાણી ૧૯૮૪ કરોડ રૂપિયા રહી છે. જે એક વર્ષ પહેલા ૧૭૬૧ કરોડ રૂપિયા હતી, જેમાં કુલ ખર્ચ ૨૬,૦૦૦ રૂપિયા હતો. જ્યારે એક વર્ષ પહેલા ૨૩,૭૭૦ કરોડ રૂપિયા હતો, સપ્ટેમ્બર ત્રિમાસિકમાં નેટ ટેક્સ ખર્ચ એક વર્ષ પહેલા ૧૬૪૩.૪૯ કરોડ રૂપિયાથી વધીને ૨૦૩૬.૫૧ કરોડ રૂપિયા થયો. સપ્ટેમ્બરમાં પુરા થતાં ૬ મહિનાની આવક વાર્ષિક આધાર પર ૬ ટકા વધી ૬૮,૭૫૯.૬૨ કરોડ રૂપિયા થયો, જ્યારે નફો લગભગ ૧ ટકા ઘટીને ૧૪,૭૭૧ કરોડ રૂપિયા થયો. કમાણી પહેલા દુનિયાની સૌથી મોટી કોલસા કંપનીના શેર ૩૨૩.૪૦ રૂપિયા પર બંધ થયા.