છેલ્લા એક સપ્તાહમાં બીજી વાર સીએનજીના ભાવમાં વધારો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

હાલમાં રાષ્ટ્રીય રાજધાનીમાં વાહન ચલાવવું વધુને વધુ મુશ્કેલ બની રહ્યું છે. પેટ્રોલ ૧૦૦ રૂપિયાને પાર કરી ચૂક્યું છે. સાથે જ સીએનજી પણ પેટ્રોલના પગલે ચાલતી જાેવા મળે છે. સીએનજી ગેસના ભાવ વધારાના કારણે સીએનજી પર ચાલતા વાહનોના ભાડામાં સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે સામાન્ય લોકોના ખિસ્સાના નાણાંમાં વધારો થઈ રહ્યો છે.દેશભરમાં મોંઘવારીનો સામનો કરી રહેલા લોકોના ‘અચ્છે દિન’ના સપના હાલ ચકનાચૂર થતા જાેવા મળી રહ્યા છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મોંઘવારીનો ચારેબાજુ માર જાેવા મળી રહ્યો છે.

જ્યાં થોડા દિવસ પહેલા જ સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. ત્યારે દિલ્હીમાં સીએનજીના ભાવમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં સીએનજીની વધેલી કિંમતો ૨૧ મેથી લાગુ થશે.દિલ્હીમાં ૬ દિવસમાં બીજી વખત સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ ૧૫ મેના રોજ દિલ્હી-એનસીઆરમાં સીએનજીની કિંમતમાં પ્રતિ કિલો ૨ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

હાલમાં દિલ્હીમાં એક કિલો સીએનજી માટેગ્રાહકોને ૭૫.૬૧ રૂપિયા ચૂકવવા પડશે દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદ, નોઈડા અને ગ્રેટર નોઈડામાં પણ સીએનજીની કિંમતમાં ૨ રૂપિયાનો વધારો જાેવા મળ્યો છે. આ પછી આ શહેરોમાં પ્રતિ કિલો સીએનજીની કિંમત હવે ૭૮.૧૭ રૂપિયા થઈ ગઈ છે. આ સિવાય ગુરુગ્રામમાં રહેતા લોકોએ એક કિલો સીએનજી માટે ૮૩.૯૪ રૂપિયા ચૂકવવા પડશે. દિલ્હી સિવાય રેવાડીમાં સીએનજીના ભાવમાં વધારો કર્યા બાદ હવે ૮૬.૦૭ રૂપિયા, કાનપુરમાં ૮૭.૪૦ રૂપિયા, અજમેરમાં ૮૫.૮૮ રૂપિયા, કરનાલમાં ૮૪.૨૭ રૂપિયા, મુઝફ્ફરનગરમાં ૮૨.૮૪ રૂપિયા પ્રતિ કિલોગ્રામ ચૂકવવા પડશે.

Share This Article