UCC પર સીએમ યોગીનું નિવેદન : ‘વન નેશન વન લો’ લાગુ કરવો પડશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

દેશમાં UCC વિશે ઘણી ખોટી માહિતી છે. આપણે સામાજિક ન્યાયની વાત કરીએ છીએ પણ પરિવારને જ ન્યાય આપી શકતા નથી. શરુઆત તો તેની પરિવારથી જ કરવી પડશે. પછી તે લગ્નની વાત હોય કે મિલકત અને વારસાની. તે બધા માટે સમાનરૂપે લાગુ થવું જોઈએ. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, દેશમાં “વન નેશન વન લો”ની થિયરી લાગુ થવી જોઈએ. જો એક દેશના નાગરિકો હોય તો બધાને સમાન કાયદો લાગુ પડવો જોઈએ. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે દુનિયામાં લઘુમતી સમુદાય પોતાના માટે વિશેષ અધિકારો માંગતો નથી, તે બહુમતી સમાજ સાથે જોડાવાની વાત કરે છે. ભારતની અંદર આ લોકો લઘુમતીના નામે પોતાના માટે વિશેષ અધિકારોની માગ કરે છે.

 ભારતનો કાયદો દરેક વ્યક્તિએ સ્વીકારવો જોઈએ. કારણ કે તેનામાં દરેકની સુરક્ષા અને દરેકની સમૃદ્ધિ રહેલી છે. પહેલા સીએમ યોગી આદિત્યનાથે યુપીમાં બુલડોઝરની કાર્યવાહી પર પોતાની વાત રાખતા કહ્યું હતું કે જો દેશનો વિકાસ કરવો હશે તો કોદાળી અને પાવડો નહીં ચાલે. તેમને કહ્યું કે આજના સમયમાં બુલડોઝર અને આધુનિક મશીનોની જરૂર પડશે. તેમને કહ્યું કે યુપીમાં કોઈ નિર્દોષના ઘર પર બુલડોઝર ચલાવવામાં આવ્યું નથી. તેમને કહ્યું કે જો કોઈને લાગે છે કે તેમની સાથે ખોટું થયું છે, તો ન્યાયતંત્ર દરેક માટે ખુલ્લું છે.  “યુપીની જનતાને માફિયાઓથી મુક્તિ જોઈએ છે..” ; સીએમ આદિત્યનાથ યોગીએ જણાવ્યું હતું. સીએમ યોગીએ કહ્યું, જો કોઈ સરકારી સંપત્તિ પર અતિક્રમણ કરશે તો તેની આરતી કરવામાં આવશે નહીં. આપણે પણ જોવું પડશે કે ઉત્તર પ્રદેશના લોકો શું ઈચ્છે છે. ઉત્તર પ્રદેશના લોકોને માફિયાઓથી મુક્તિ જોઈએ છે. તેમને રાજ્યમાં સુરક્ષાની જરૂર છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં જે રીતે ભાજપને જનાદેશ મળ્યો હતો તેનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે જનતા અમારા દરેક ર્નિણયની સાથે છે. રાજ્યની અંદર કાયદાનું શાસન હોવું ખૂબ જરૂરી છે અને દરેક વ્યક્તિને સુરક્ષા મળવી જોઈએ.

Share This Article