ફ્રાન્સમાં રમખાણો રોકવા અને પરિસ્થિતિને કાબૂમાં લેવા CM યોગીની માગ માંગ કરવામાં આવી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ફ્રાન્સમાં સ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે. ૧૭ વર્ષના છોકરાની હત્યા બાદ શરૂ થયેલો વિરોધ હવે ‘બદલાની આગ’ના રૂપમાં દેશભરમાં ફેલાઈ ગયો છે. એવા અહેવાલો છે કે ઘણી જગ્યાએ પ્રદર્શનકારીઓએ પોલીસ સ્ટેશનો પર હુમલો કર્યો હતો. રમખાણોને રોકવા માટે નક્કર પગલાં લેવામાં નિષ્ફળ જવા બદલ પોલીસ અને જનતા બંને ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની ટીકા કરી રહ્યા છે. તે દરમિયાન, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસે ફ્રાન્સમાં અશાંતિને કાબૂમાં લેવા માટે માંગણીઓ કરવામાં આવી રહી છે. આવો જાણીએ શું છે સમગ્ર મામલો.. જર્મનીના ડોક્ટર અને પ્રોફેસર એન જોન કેમ ફ્રાન્સની સ્થિતિ પર સતત ટિ્‌વટ કરી રહ્યા છે. શુક્રવારે તેણે પોતાના એક ટ્‌વીટમાં લખ્યું કે, ‘ભારતે ફ્રાન્સમાં રમખાણોની સ્થિતિને કાબૂમાં લેવા માટે સીએમ યોગી આદિત્યનાથને મોકલવા જોઈએ અને તેઓ તેને ૨૪ કલાકની અંદર દંગા રોકી શકે છે.’ પ્રોફેસર એન જોન લંડન યુનિવર્સિટી સાથે સંકળાયેલા છે અને કાર્ડિયોલોજીની દુનિયામાં જાણીતું નામ છે. તે યુરોપિયન સોસાયટી ઓફ કાર્ડિયોલોજીનો પણ મહત્વનો ભાગ છે.

એક તરફ જ્યારે આખું ફ્રાન્સ સળગી રહ્યું છે ત્યારે રાષ્ટ્રપતિ મેક્રોનના એક વીડિયોએ લોકોનો ગુસ્સો વધુ વધાર્યો છે. આમાં મેક્રોન એક ઈવેન્ટમાં ડાન્સ કરતા જોવા મળે છે. તે જ સમયે, ફ્રેન્ચ પોલીસે ચેતવણી આપી છે કે જો સરકાર પેરિસ સહિત સમગ્ર દેશમાં કાયદો અને વ્યવસ્થાને પુનઃસ્થાપિત કરવા માટે પગલાં નહીં ભરે તો બળવો થશે. અસમાજીક તત્વોએ શાળાઓ, પુસ્તકાલયો અને ઘણા પોલીસ સ્ટેશનોને સળગાવી દીધા અને દુકાનો અને બેંકો લૂંટી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં ફ્રાન્સની સ્થિતિ ફ્રેન્ચ અખબાર લે પેરિસિયન અનુસાર જો માનીએ તો, ગુરુવારે સાંજે ૩,૮૮૦ સ્ટ્રીટ ફાયર થયા હતા. લગભગ ૧,૯૧૯ વાહનો અને ૪૯૨ ઈમારતો બળી ગઈ હતી. શુક્રવારે ઇલે-દ-ફ્રાન્સ પ્રદેશમાં એવરી-કૌરકોન્સમાં પોલીસ સ્ટેશનની મુલાકાત લેતા, ફ્રેન્ચ વડા પ્રધાન એલિઝાબેથ બોર્ને જણાવ્યું હતું કે સરકાર કટોકટીની સ્થિતિને પુનઃસ્થાપિત કરવાની સંભાવનાને નકારી કાઢશે નહીં. નોંધપાત્ર વાત એ છે કે, મંગળવારે એક ૧૭ વર્ષીય કિશોરને ફ્રાન્સના પોલીસ અધિકારીએ ગોળી મારી દીધી હતી. જેના કારણે સમગ્ર ફ્રાન્સમાં હિંસક વિરોધ થયો હતો.

Share This Article