ગાંધીનગરમાં પ્લાસ્ટિક ઉદ્યોગનું ૧૦મું આંતરરાષ્ટ્રીય પ્રદર્શન-સેમિનાર-પરિસંવાદ
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આવતીકાલ બુધવારે ૭મી ફેબ્રુઆરીએ ગાંધીનગર ટાઉનહોલમાં બપોરે ૧૨-૩૦ કલાકેપ્લાસ્ટઇન્ડિયા-૨૦૧૮નું ઉદઘાટન કરશે. પ્લાસ્ટિક ઉદ્યોગોના આ ૧૦મા આંતરરાષ્ટ્રીય પ્રદર્શન સાથે પ્લાસ્ટિક ઉદ્યોગકારોની કોન્ફરન્સ અને કન્વેન્શન પણ તા. ૧૨ ફેબ્રુઆરી સુધી હેલિપેડ ખાતેના એક્ઝિબિશન સેન્ટરમાં યોજાશે.
આ પ્લાસ્ટઇન્ડિયા-૨૦૧૮માં દેશભરના ૨,૦૦૦ એક્ઝિબિટર્સ તેમજ વિદેશોના ૫૦ જેટલા ડેલિગેટ્સ-એક્ઝિબિટર્સ ભાગ લેવાના છે. આ પ્રદર્શનની ૨ લાખ જેટલા પ્લાસ્ટિક ઉદ્યોગ-વ્યવસાયકારો પાંચ દિવસ દરમિયાન મુલાકાત લેશે તેવો અંદાજ છે.
વિજયભાઈ રૂપાણીના હસ્તે આ અવસરે એક્ઝિબિશન ડિરેક્ટરીનું વિમોચન ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલ તેમજ મુખ્યસચિવ ડૉ. જે. એન. સિંહની ઉપસ્થિતિમાં થવાનું છે.