અમદાવાદ : શપથ ગ્રહણ બાદ મુખ્યમંત્રી રૂપાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે ભાજપના ચાર ધારાસભ્યોએ શપથ ગ્રહણ કર્યાં છે ત્યારે આ સાથે વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ હવે ૧૦૫ થયું છે. તેમણે કહ્યું કે, તાજેતરમાં યોજાયેલી લોકસભાની સામાન્ય ચૂંટણીની ૨૬ બેઠકો માટે અને વિધાનસભાની ચાર બેઠકોની પેટાચૂંટણી યોજાઇ હતી. જેમાં લોકસભા તથા વિધાનસભાની તમામ બેઠકો પર રાજ્યના નાગરિકોએ ભૂતકાળમાં જે મત આપ્યા હતા, તેના કરતાં વધુ મત આપીને અમારી ઝોળી ભરી દીધી છે. ચૂંટણીના પરિણામો સાબિત કરી દીધું છે કે, પ્રજાને અમારા પર અમાપ વિશ્વાસ છે અને એ વિશ્વાસ અમે ક્યારેય તૂટવા દઈશું નહીં.
આણંદમાં શખ્સે ઓફિસમાં કામ કરતી યુવતીને કેફી દ્રવ્ય પીવડાવી દુષ્કર્મ આચર્યું
આણંદ : વિદ્યાનગરના જનતા ફાટક પાસે એવરેસ્ટ ઓવરસીઝના માલિકે તેની ઓફિસમાં કામ કરતી યુવતીને કોલ્ડ્રિંક્સમાં નશાકારક પ્રવાહી પીવડાવી દુષ્કર્મ આચર્યું...
Read more