ગાંધીનગર : આ વર્ષે ખેડૂતલક્ષી અને ગરીબલક્ષી લોકપ્રિય કેન્દ્રીય વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યા બાદ હવે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત સરકારે પણ વોટઓન એકાઉન્ટમાં કરવામાં આવેલી જાહેરાતો મારફતે મતદારોને પ્રભાવિત કરવાના પ્રયાસો કર્યા છે. આજે ગુજરાતના નાણામંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વોટ ઓન એકાઉન્ટ રજૂ કર્યું હતું જેમાં તેઓએ શ્રેણીબદ્ધ જાહેરાતો કરીને લોકોને ખુશખુશાલ કરી દીધા છે. વ્યાજ સબસિડીની ચુકવણી માટે ૫૦૦ કરોડ રૂપિયાની આસપાસના ફંડ સહિતની જાહેરાતો કરવામાં આવી છે. વોટ ઓન એકાઉન્ટમાં કરવામાં આવેલી જાહેરાતો નીચે મુજબ છે.
- પીએમ કિસાન સન્માન યોજનાથી ગુજરાતના ૪૦ લાખ ખેડૂતોને લાભ થશે
- સમયસર વ્યાજ સબસિડી આપવા માટે ૫૦૦ કરોડ રૂપિયાનો ફંડની જાહેરાત
- વર્ષ ૨૦૧૭-૧૮માં ગુજરાતના અર્થતંત્રમાં વિકાસદર ૧૧.૨ ટકા
- આઠ નવા વોટર ડિસેલિનેશન પ્લાન્ટ વિકસિત કરાશે
- ફિશિંગ બોટ માટે ડિઝલ પર વેટસબસિડી પ્રતિલીટર રૂપિયા રહેશે
- પાકિસ્તાન દ્વારા પકડી પાડવામાં આવેલા માછીમારોના પરિવાર માટે આજીવિકા દરરોજનું ભથ્થુ ૧૫૦થી વધારીને ૩૦૦ રૂપિયા કરાયું
- ચેકડેમના નિર્માણ માટે વોટર ડેવલપમેન્ટ માટેની નિયમિત ફાળવણી સિવાય ૩૨૯ કરોડ
- ૨૦૧૯-૨૦માં નર્મદા કેનાલના વિકાસ માટે ૬૯૪૫ કરોડની ફાળવણી
- મા વાત્સલ્ય ઇન્સ્યોરન્સ કવર ૩ લાખથી વધારીને પાંચ લાખ કરવામાં આવી. આનાથી ૬૮ લાખ લોકોને લાભ થશે
- એમએ સ્કીમ માટેની આવક મર્યાદા ત્રણ લાખથી વધારીને ૪ લાખ કરાઈ
- અમરેલી, નડિયાદ અને વિસનગરમાં મેડિકલ કોલેજ સ્થાપિત કરવાનું કામ ચાલી રહ્યું છે
- ગાંધીનગર અને સોલા સિવિલ હોÂસ્પટલને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ તરીકે વિકસાવાશે
- વિધવા પેન્શન ૧૦૦૦ રૂપિયાથી વધારીને મહિને ૧૨૫૦ રૂપિયા કરાઈ
- આંગણવાડીના વર્કરોને મહિને મળતી રકમ દર મહિને ૬૩૦૦થી વધારીને ૭૨૦૦ કરાઈ
- સરકાર ૨૦૧૯-૨૦માં આઠ નવા સમરસ હોસ્ટેલ શરૂ કરશે
- વયોવૃદ્ધ પેન્શનને વધારીને સિનિયર સિટિઝનોને લાભ અપાયો. વયોવૃદ્ધ પેન્શનમાં ૫૦ ટકાનો વધારો. સિનિયર સિટિઝનોને વે મહિને ૭૫૦ રૂપિયા મળશે જે હાલમાં ૫૦૦ હતા
- જુદા જુદા કલ્યાણ સહકાર માટે ફાળવણી ૧૦૦ કરોડ રૂપિયાથી વધારીને ૧૫૦ કરોડ કરાઈ
- ૧૩૫ નવા રેલવે ઓવરબ્રિજનું નિર્માણ કરાશે
- જૈન સાધ્વીઓ માટે અમદાવાદથી સંખેશ્વર પથવે ૨૦ કરોડના ખર્ચે તૈયાર કરાશે
- મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ૫૪ નવા ફ્લાયઓવર અને મ્યુનિસિપાલટીમાં ૨૧ ફ્લાયઓવરની દરખાસ્ત
- મ્યુનિસિપલ કોર્પોરેશન અને મ્યુનિસિપાલટીમાં નવા ઉમેરવામાં આળેલા વિસ્તાર માટે ૫૦૦ કરોડનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ
- ૭.૬૪ લાખ પરિવારોને ૨૦૨૨ સુધી પીએમ આવાસ યોજના હેઠળ આવાસ મળશે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને મ્યુનિસિપાલટી અને શહેરી વિકાસ સત્તામાં આ મકાનો મળશે
- સરકારે બીપીએલ પરિવારોના ઇલેક્ટ્રીસિટી બિલ પર મુખ્ય અને વ્યાજ અને દંડની રકમ માફ કરી
- રિનોવેબલ એનર્જી પાવર જનરેશનની ક્ષમતા ૧૯૭૦૦ મેગાવોટ કરાશે જે હાલમાં ૭૯૨૨ મેગાવોટ છે
- લેખાનુદાનમાં ૧૨૨૪૧ કરોડના લાભ શિક્ષણ, આરોગ્ય, ખેડૂત, વિધવા પેન્શન અને યુવાઓને આપવાની તૈયારી દર્શાવાઈ
- ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને મફત સારવાર અને ઓપરેશનની મર્યાદાને ત્રણ લાખથી વધારીને પાંચ લાખ કરાઈ
- રાજ્યમાં કૃષિ વિકાસદરમાં સતત વધારો થતાં પશુધનમાં ૧૫ ટકાનો વધારો થયો
- ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સના અમલીકરણના મામલામાં રાજ્યમાં નવી વ્યવસ્થા અમલી બાદ કોઇ નવા કર બજેટમાં લાગૂ કરાયા નથી
- એક લાખ ૫૫ હજાર કરોડના બજેટમાં સરકારે ૧૨૨૪૧ કરોડ ૪૦ લાખનો લાભ દર્શાવ્યો
- ૨૦૧૭-૧૮માં સરકારની કરવેરાથી આવક ૬૪૪૪૩ કરોડથી વધીને ૭૧૫૪૯ કરોડ થઇ
- સ્ટેમ્પ ડ્યુટીની આવક ૫૭૬૩ કરોડથી ૭૨૫૫ કરોડ થઇ
- મોટર વ્હીકલ ટેક્સની આવક ૩૨૧૩ કરોડ રૂપિયાથી વધીને ૩૮૮૫ કરોડ થઇ
- ઇલેક્ટ્રીસિટીની ડ્યુટીની આવક ૫૮૩૩ કરોડથી વધીને ૬૪૬૪ કરોડ રૂપિયા થઇ
- સરદાર સરોવર બંધની પૂર્ણ ઉંચાઈ ૧૩૮.૬૮ મીટર સુધી લઇ જવાઈ છે
- આ મામલે વર્ષ ૨૦૦૧થી ૨૦૧૮ સુધી ૫૧૫૮૬ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે
- નર્મદા મુખ્ય કેનાલ ૪૫૮ કિમી તથા ૩૭ બ્રાંચ કેનાલ ૨૬૬૮ કિમી સુધી બની ચુકી છે
- નર્મદા નહેરની લંબાઈમાંથી ૬૦૪૨૭ કિમી સુધી ૮૪ ટકાનું કામ પૂર્ણ થઇ ચુક્યું છે
- નર્મદા નહેર સાથે સંબંધિત યોજનાથી ૯૦૮૩ ગામ અને ૧૬૬ શહેરોને પીવાનું પાણી મળશે
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની પ્રથમ મેટ્રો ટ્રેન ચોથી માર્ચના દિવસે અમદાવાદમાં શરૂ કરી દેશે
- વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધી સાડા છ કિલોમીટર સુધીનું ટ્રાયલ રન સફળતાપૂર્વક થઇ ચુક્યું છે
- અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા માટે સરકારે ૭૦૦ ઇલેક્ટ્રીક બસોને મંજુરી આપી છે જેનાથી પ્રદૂષણ ઘટશે
- સ્કીમ મિલ્ક પાવડરમાં નિકાસ માટે ૩૦૦ કરોડની સહાય
- પાટણમાં ૪૭.૫૦ કરોડના ખર્ચે સેક્સ સિમેન લેબોરેટરી બનશે
- અબોલ પશુ માટે કરૂણા ૧૯૬૨ એમ્બ્યુલન્સ સેવા શરૂ કરાઈ
- રાજ્ય સરકારની આવકમાં ઉલ્લેખ થયો છે
- ૨૦૧૮-૧૯ના અંદાજમાં ચોખ્ખી લેવડદેવડ મુજબ ૭૮૯.૨ કરોડની પુરાંત રહેશે
- ૧૮ હજાર ગામોમાં સુજલામ સુફલામ જળ અભિયાનની શરૂઆત થઇ છે
- બનાસકાંઠા માટે ૬૨૩ કરોડના ખર્ચથી થરાદથી સીકુ ડેમ પાઈપલાઈન
- દાહોદમાં ૪૮૫ કરોડની પંડાણા યોજના
- મહિલા સશÂક્તકરણ ાટે પણ અનેક પગલા લેવામાં આવ્યા
- ગુજરાત બાયો ટેકનોલોજી યુનિવર્સિટીની સ્થાપના
- શિક્ષણ ક્ષેત્રે પાંચ વર્ષમાં ૧.૧૩ હજાર કરોડનો ખર્ચ
- સર્વ શિક્ષા અભિયાનમાં ૭૯૦૦૦ વર્ગખંડ અને ૩૨૮૦૦ શાળામાં પાણી સેનિટેશનની સુવિધા
- ૨૭૨૫૦ વિદ્યા સહાયકો અને શિક્ષણ સહાયકોની નિમણૂંક
- નમો ટેબ્લેટ યોજના હેઠળ ૬ લાખ વિદ્યાર્થીઓને બે વર્ષમાં ૩૮૬ કરોડના ખર્ચે ટેબ્લેટ
- મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ ૮૦ લાખ વિદ્યાર્થીઓને ૧૦૫૫ કરોડનો ખર્ચ
- ૨૨૭ કોલેજામાં ફ્રી વાઈફાઇ સુવિધા
- ખેલ મહાકુંભમાં ૧.૨૪ લાખ વિજેતાઓને ૩૦ કરોડના ઇનામ
- સિવિલ અમદાવાદમાં ૧૨૦૦ બેડની હોÂસ્પટલનું ચોથી માર્ચે વડાપ્રધાન લોકાર્પણ કરશે
- અનુસૂચિત જાતિના ૪૪૦૦૦ વિદ્યાર્થીઓને ૬૬ કરોડના ખર્ચે રહેવા જમવા, ભણવાની સુવિધા
- આદિજાતિ વિકાસ નિગમને વ્યÂક્તલક્ષી ધિરાણમાં દોઢ ગણો વધારો
- દેશવ્યાપી ક્રાઈમ અને ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક સિસ્ટમ પ્રોજેક્ટમાં ગુજરાતનું પ્રથમ સ્થાન
- ઇ ગુજકોક પ્રોજેક્ટને એનસીઆરબી એવોર્ડ
- પોલીસ દળમાં આગામી વર્ષમાં ૯૭૧૩ જગ્યાઓ સીધી ભરતીથી ભરાશે