જન્મદિવસે રૂપાણી આજે વિવિધ કાર્યક્રમોમાં જોડાશે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના આજે જન્મદિવસને લઇને તેમના સમર્થકો તૈયારી કરી રહ્યા છે. રૂપાણી પોતાના જન્મદિવસે જુદા જુદા કાર્યક્રમોમાં હાજરી આપશે.

કર્ણાવતી મહાનગરના શહેર અધ્યક્ષ જગદીશ પંચાલે એક અખબારીયાદીમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં સુજલામ સુફલામ જળસંચય અભિયાન, શ્રમજીવીઓ માટે અન્નપૂર્ણા યોજના થકી પોષણયુક્ત આહાર, વિદ્યાર્થીઓને કોલેજમાં જ એપ્રેન્ટિશીપ રૂપે રોજગારી જેવી અનેકવિધ જનહિતકારી યોજનાઓના પ્રણેતા તેમજ પારદર્શક વહીવટથી લોક Ìદયમાં પ્રસ્થાપિત થયેલા ગુજરાતના સÌદયથી મુખ્યમંત્રી વિજય રૂપાણીના ગુરુવારે ૬૨મા જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી કર્ણાવતી મહાનગર દ્વારા શહેરની વિવિધ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રુટ વિતરણ કરવામાં આવશે.

Share This Article