દેવભૂમિ ઉત્તરાખંડથી મોટા સમાચાર આવ્યા છે. ચંપાવતની બેઠક માટે યોજાયેલી પેટાચૂંટણીના પરિણામનો દિવસ છે. મતગણતરી પૂરી થઈ ગઈ અને સીએમ પુષ્કરસિંહ ધામીએ ઐતિહાસિક જીત મેળવી છે. આ જીત સાથે હવે પુષ્કરસિંહ ધામીની મુખ્યમંત્રીની ખુરશી પણ બચી ગઈ છે.
સીએમ પુષ્કર સિંહ ધામીએ ૫૮૨૫૮ મત મેળવીને ઐતિહાસિક જીત મેળવી. જ્યારે કોંગ્રેસના ર્નિમલા ગહતોડીને માત્ર ૩૨૩૩ મત મળ્યા. પહેલીવાર એવું બન્યું કે અહીંથી કોંગ્રેસની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ. અત્રે જણાવવાનું કે ભાજપ તરફથી સીએમ પુષ્કર સિંહ ધામી અને કોંગ્રેસ તરફથી ર્નિમલા ગહતોડી ઉપરાંત આ મુકાબલામાં સપા ઉમેદવાર મનોજકુમાર તથા અપક્ષ ઉમેદવાર હિમાંશુ ગરકોટી પણ રેસમાં હતા.
અન્ય પાર્ટીઓને મળેલા મતો વિશે જાેઈએ તો સમાજવાદી પાર્ટીના મનોજકુમાર ભટ્ટને ૪૦૯ મત, અપક્ષ ઉમેદવાર હિમાંશુ ગરકોટીને ૩૯૯ મત મળ્યા છે. જ્યારે ૩૭૨ મત નોટામાં પડ્યા છે. ટકાવારીમાં જાેઈએ તો ભાજપના ઉમેદવાર પુષ્કર સિંહ ધામીને ૯૨.૯૪ ટકા મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવારને ૫૦૧૬ ટકા, સપાના ઉમેદવારને ૦.૬૬ ટકા અને અપક્ષ ઉમેદવારને ૦.૬૪ ટકા મત મળ્યા. ૦.૬ ટકા મત નોટામાં પડ્યા.