આ પ્રોજેક્ટ પછી બદલાય જશે લોથલની સૂરત, પ્રવાસીઓને મળશે નવું નજરાણું, સીએમ પટેલે કરી સમીક્ષા

Rudra
By Rudra 1 Min Read

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય શિપિંગ અને પોર્ટ મંત્રી સર્વાનંદ સોનોવાલ અને કેન્દ્રીય શ્રમ અને રમત-ગમત મંત્રી મનસુખ માંડવિયા સાથે ગુજરાતના પ્રાચીન વારસાના મહત્વપૂર્ણ સ્થળ લોથલ ખાતે નિર્માણાધીન મહત્વકાંક્ષી પ્રોજેકટ ‘નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ’ (NMHC)ની સ્થળ મુલાકાત લઈને હાથ ધરવામાં આવી રહેલા કામોની સમીક્ષા કરી હતી.

WhatsApp Image 2024 12 28 at 21.57.20 1

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આ વિશાળ નેશનલ મેરી ટાઈમ હેરિટેજ મ્યુઝીયમ નું નિર્માણ થઇ રહ્યું છે.

ગુજરાતના સમૃદ્ધ પ્રાચીન સામુદ્રિક વારસાની વિરાસત ને આધુનિક યુગ ના આયોમો સાથે જોડીને નિર્માણ થઇ રહેલું આ મ્યુઝીયમ ‘વિરાસત ભી વિકાસ ભી ‘ના પ્રધાન મંત્રી નરેન્દ્રભાઇ મોદીના ધ્યેયને સાકાર કરશે.

WhatsApp Image 2024 12 28 at 21.57.19

NMHCનો તબ્બકો 1A હાલ નિર્માણાધીન છે. આ તબક્કા હેઠળ NMHC મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવશે, જેમાં છ ગેલેરીઓનો સમાવેશ કરવામાં આવશે.

આ ગેલેરીમાં INS નિશાંક, સી હેરિયર એરક્રાફ્ટ અને UH3 હેલિકોપ્ટર જેવા નૌકાદળના યુદ્ધ જહાજો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ પ્રસંગે પ્રોજેકટ સાથે સંકળાયેલા ઉચ્ચ અધિકારીશ્રીઓએ ઉપસ્થિત રહીને જરૂરી વિગતો પૂરી પાડી હતી.

Share This Article