નવીદિલ્હી : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગુજરાતના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ સાથે રવિવારે એટલે કે ૨૬ નવેમ્બર ૨૦૨૩ના રોજ વહેલી સવારે જાપાન પહોંચ્યા છે. મુખ્યમંત્રીનું જાપાનમાં રહેલા ભારતીય રાજદૂત શ્રી સીબી જ્યોર્જ અને દૂતાવાસના અધિકારીઓએ ઉષ્માભેર સ્વાગત કરી જાપાનમાં આવકાર્યા હતા. ભૂપેન્દ્ર પટેલ આ હાઈ લેવલ ડેલીગેશન વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ના પ્રમોશન માટે જાપાન પહોંચ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જાપાન ખાતે વિવિધ અગ્રણી ઉદ્યોગકારો તથા જુદા-જુદા પ્રાંતના ગવર્નર્સ સાથે વન ટૂ વન બેઠકો અને રોડ શો યોજાવાનો છે. CM જાપાન ગયા છે તેના આ પ્રવાસથી વાયબ્રન્ટ સમિટમાં ગુજરાત અને જાપાન વચ્ચે ઔધોગિક સંબધો મજબૂત થવાના છે.
અનંત નેશનલ યુનિવર્સિટીએ બે આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કર્યું
અમદાવાદ : અનંત નેશનલ યુનિવર્સિટીએ તાજેતરમાં જ બે સીમાચિહ્નરૂપ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. ‘ધ ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ઈન્ડિજિનિયસ નોલેજ...
Read more