નવીદિલ્હી : સેક્સ ટ્રેડનો આરોપ કરવામાં આવ્યા બાદ દિલ્હી-એનસીઆરની નાઇટ લાઇફનો અડ્ડો બંધ થવાના સંકેત મળી રહ્યા છે. એમજી રોડ ઉપર મોલમાઇલ નામથી દિલ્હી-એનસીઆરના પ્રથમ મોટા નાઇટલાઇફ હોટસ્પોટ શરૂ કરવાની તૈયારી હાથ ધરવામાં આવી હતી. પબ બારમાં ગેરકાયદે પ્રવૃતિ અંગેના સમાચાર આવ્યા બાદ હોટસ્પોટ ઉપર સંકટના વાદળો ઘેરાઈ ગયા છે. એમજી રોડ ઉપર સ્થિત ૧૫થી ૧૨ બારના સંચાલકો દ્વારા એસઆઈ ડિપાર્ટમેન્ટને સ્કોટ ક્લીયર કરવા માટે નોટિસ આપી દીધી છે.
પોલીસે પણ તમામના એનઓસી પરત લઇ લીધા છે અને ત્રણ દિવસમાં બાર બંધ કરવામાં આવે તેવી શક્યતા છે. સ્થાનિક લોકો દ્વારા ફરિયાદ કરવામાં આવ્યા બાદ જુલાઈ મહિનાની શરૃઆતમાં પોલીસે મોલમાઇલના નાઇટ ક્લબ ઉપર દરોડા પાડ્યા હતા અને સાત લોકોને પકડી પાડ્યા હતા જેમાં સહારા અને એમજીએફના બે નાઇટ ક્લબના માલિક પણ સામેલ છે. એવો આક્ષેપ છે કે, ફેન્ટમ અને ઇગ્નાઇટ ક્લબ ઉપર દરોડા દરમિયાન આ તમામ સેક્સ પ્રવૃત્તિમાં સામેલ હોવાની વિગતો ખુલી હતી. ત્યારબાદ ૧૯મી જુલાઈના દિવસે એમજી રીજેન્ટ આર્કેડ-ના નાઇટ ક્લબ ઉપર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. જે દરમિયાન ચારને પકડી પડાયા હતા. આમા ક્લબની બે ડાન્સર પણ હતી. આ તમામ ધરપકડ પણ સેક્સ પ્રવૃત્તિ સાથે સંબંધિત ગતિવિધિ બદલ કરવામાં આવી હતી. પબ અને બાર બંધ કરવાને લઇને થોડાક દિવસ પહેલા કેટલાક નિવાસી લોકો મુખ્યમંત્રીને મળ્યા હતા. આ ગાળા દરમિયાન તેઓએ કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી હતી. એમજી રોડ સ્થિત પબ બાર બંધ થઇ શકે છે. રવિવારના દિવસે પણ જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા બાદથી હોબાળો મચેલો છે.
બીજી ગેરકાયદે પ્રવૃત્તિ અંગેના અહેવાલને લઇને હોબાળો થયો બાજુ કઠોર વલણના પરિણામ સ્વરુપે પબ બારના સંચાલકો દ્વારા પણ દેખાવો કરવામાં આવી રહ્યા છે. પોલીસ કમિશનર કેકે રાવે માહિતી આપતા કહ્યું છે કે, પોલીસે સહારા મોલ, જેએમડી અને એમજીએફના ૧૨ બાર માટે એનઓસી પરત લઇ લીધી છે. ત્રણ ઉપર કેસ ચાલી રહ્યા છે. બેના એનઓસી પહેલાથી જ લઇ લેવામાં આવ્યા હતા. એક્સાઇઝ વિભાગ દ્વારા તમામના લાયસન્સ રદ કરવા માટે કહેવામાં આવ્યું છે.
બીજી બાજુ બાર સંચાલક વિજય યાદવ અને રેણુએ માહિતી આપતા કહ્યું છે કે, ઇન્સ્પેક્ટરોએ કોલ કર્યા હતા. હાલમાં કોઇ નોટિસ મળી નથી. પોલીસ દ્વારા કેસ નોંધવામાં આવી રહ્યા છે. બારમાં સીસીટીવી લગાવાવામાં આવ્યા છે. દરેક વ્યક્તિની એન્ટ્રી આઈડી લેવામાં આવ્યા બાદ કરવામાં આવે છે. ઓડીસી બારના સંચાલકનું કહેવું છે કે, પાંચ લાખ એક્સ્ટ્રા ફી આપીને એક કલાક માટે એક્સ્ટ્રા સમય લેવામાં આવ્યો હતો પરંતુ ૧૨ વાગે એન્ટ્રી બંધ કરી દેવામાં આવે છે. માર્ગો ઉપર રહેલી યુવતીઓ સાથે સંચાલકોને કોઇ લેવા દેવા નથી.