દુષ્કર્મની પાછળ મહિલાઓ અને યુવતિઓના આવભાવને અને વસ્ત્રો ને દોષ આપનાર લોકો સંકુચિત માનસિકતાથી ગ્રસ્ત હોય છે. આ પ્રકારના લોકો આ પ્રકારના પ્રશ્નોનો જવાબ ક્યારેય આપી શકવાની સ્થિતિ માં નથી. બે અથવા તો ત્રણ વર્ષની બાળકી અથવા તો ૭૦ વર્ષની વૃદ્ધ પશુતાનો શિકાર કેમ થઇ રહી છે. તેનો જવાબ આવી માનસિકતા ધરાવનાર લોકો આપી શકે નહીં. આ પ્રશ્નનો જવાબ એ અશ્લીલ સાઇટ્સ છે જેના કારણે વ્યક્તિ માનસિક રીતે અને શારરિક રીતે વિકૃત બની જાય છે. ટેક બેડી નામના એક અમેરિકી સિરિયલ કિલરે ૩૦ કરતા વધારે યુવતિઓ અને મહિલાઓ પર દુષ્કર્મ ગુજારીને ભારે હાહાકાર મચાવ્યો હતો. તેમની હત્યા કરી દેવામાં આવી હતી. જાન્યુઆરી ૧૯૮૯માં મોતની સજાના એક દિવસ પહેલા આપેલી માહિતીમાં બેડીએ કહ્યુ હતુ કે જો તેને પોર્ન જોવાની ટેવ ન પડી હોત તો તે યોન અપરાધમાં સંડોવાયો ન હોત.
એવા લોકો જે નૈતિક પુલિસિંગની વાત કરીને દબાણ વધારી દેવાના પ્રયાસ કરે છે પોર્ન સાઇટ્સ નિહાળવા માટેની બાબત વ્યક્તિ ના વ્યક્તિગત નિર્ણય છે. જો કોઇને પરેશાની છે તો તે વ્યક્તિ આવી સાઇટ્સ ન નિહાળે. આવી દલીલ કરનાર લોકોને આ વાત સમજી લેવાની જરૂર છે કે જ્યારે વ્યક્તિગત નિર્ણય. સામાજિક બાબતથી જોડાયેલા હોય છે ત્યારે તેના સંબંધમાં વ્યાપક રીતે વિચારણા કરવાની જરૂર હોય છે. જો આવભાવ અને વસ્ત્રો જવાબદાર હોય તો બાળકી અને વૃદ્ધ મહિલા ક્યારેય રેપનો શિકાર બને નહીં પરંતુ આ કારણ આપનાર લોકો આડેધડ વાત કરી રહ્યા છે. જેથી તેમની વિકૃત માનસિકતાને બદલી નાંખવાની જરૂર છે.