ડિજિટલ સ્પેસે સ્ટાર્ટ અપ આઇડિયાને નવા પાંખ લગાવી દીધી છે. ખાસ કરીને ફેશન અને લાફિસ્ટાઇલ સાથે જોડાયેલા ઇન્ડસ્ટ્રીઝમાં ઇ-કોમર્સ મારફતે સૌથી વધારે બુમ જોવા મળી રહી છે. આ જ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા એક સ્ટાર્ટ અપ આઇડિયા હાલના દિવસોમાં ટ્રેન્ડ કરી રહ્યો છે. આ આઇડિયા આવનાર સમયમાં જોરદાર ધુમ મચાવવા માટે તૈયાર છે. ઓનલાઇન ક્લોથ રેન્ટલ કારોબારની ધુમ જોવા મળી રહી છે. ક્લોથિંગ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા આ કારોબારમાં હજુ સુધી ઓફલાઇન સ્ટોર જ કામ કરતા રહ્યા છે. જેમની સંખ્યા પણ મેટ્રો શહેરોમાં ગણતરીની રહેલી છે.
આ ઉપરાંત આ સ્ટોર ખાસ કરીને લગ્ન સુધીની ચીજ વસ્તુઓ સુધી મર્યાિદત રહ્યા છે. એટલે કે આ પ્રકારના સ્ટોર હજુ સુધી લગ્નની તમામ ચીજ વસ્તુઓ અન એસેસરિઝ ભાડા પર અથવા તો રેન્ટ પર આપવા માટેના કામ કરતા રહ્યા છે. પરંતુ અમેરિકાથી લઇને યુરોપ અને સમગ્ર એશિયામાં હવે તમામ પ્રકારના રેન્ટલ વિયરની માંગ રોકેટ ગતિથી વધી રહી છે. આ કારોબારને પ્રમાણમાં મુશ્કેલ ગણી શકાય છે. સાથે સાથે પડકારરૂપ પણ છે. કારણ કે તમામ પ્રકારની ચીજો એકત્રિત કરવાની બાબત સરળ હોતી નથી. કારણ કે ક્સ્ટમર તો કોઇ પણ પ્રકારની માંગ કરી શકે છે. હાલમાં કરવામાં આવેલા સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ ૨૦૨૩ સુધી વૈશ્વિક ઓનલાઇન રેન્ટલ ક્લોથનુ માર્કેટ કદ આશરે બે અબજ ડોલર સુધી પહોંચી શકે છે.
આ કારોબારમાં ગ્રોથ આગામી દિવસોમાં સરેરાશ ૧૧ ટકાના દરે વધી શકે છે. નોર્થ અમેરિકા અને યુરોપના માર્કેટ આ કારોબાર માટે સૌથી લાભદાયક ગણવામાં આવ્યા છે. રિસર્ચમાં એવી માહિતી પણ ખુલ્લીને સપાટી પર આવી છે કે ભારત અને ચીનમાં ઓનલાઇન રેન્ટલ માર્કેટ બિઝનેસ માટેની શક્યતા સૌથી વધારે છે. ભારતમાં તો આ કારોબાર હવે મોટા પાયે ઝડપથી ફેલાઇ રહ્યો છે. થોડાક ધૈર્ય અને ઇચ્છાશÂક્ત સાથે કામ કરવામાં આવે તો આ કારોબારમાં યુવા ઉદ્યૌગસાહસિકોને મોટી સફળતા હાથ લાગી શકે છે. યુવા ઉદ્યોદ સાહસિકો ઓનલાઇન રેન્ટલ ક્લોથના કારોબારમાં ઉલ્લેખનીય સફળતા હાંસલ કરવાની સાથે સાથે અન્યોને નોકરી પણ આપી શકે છે. ઓનલાઇન રેન્ટલ ક્લોથ કારોબાર સ્ટાર્ટ અપ માટે શાનદાર વિચાર તરીકે છે. આધુનિક સમયમાં મોટા ભાગના લોકો કોઇ એક મોટ પ્રસંગ માટે લાખો રૂપિયા ખર્ચ કરવા માટે તૈયાર નથી.
લગ્ન પ્રસંગ હોય કે અન્ય કોઇ પ્રસંગ હોય જંગી નાણાં ખર્ચ કરવા માટે તૈયાર રહેતા નથી. આના બદલે એક બે દિવસ માટે વ†ો ભાડા પર લેવા માટે ઇચ્છુક હોય છે. જ્યારે પણ તમે રેન્ટલ કારોબારની શરૂઆત કરો ત્યારે સ્પેસની સમસ્યા સૌથી મોટી રહે છે. જાણવા જેવી બાબત એ છે કે આ કારોબારમાં તમામ પ્રકારના વસ્ત્રો જુદા જુદા કદમાં અને ક્વાલિટીની જરૂર હોય છે. જો તમારા ઘરમાં પુરતા પ્રમાણમાં જગ્યા પડેલી છે તો આના માટે કારોબાર યોગ્ય સાબિત થઇ શકે છે. આવી સ્થિતીમાં સ્પેસ રેન્ટના જંગી ભાડાથી બચી શકો છો. નવેસરના ટ્રેન્ડ મુજબ આગળ વધવામાં આવે તો સફળતા ઝડપથી મળતી રહે છે.
નવેસરના પ્રવાહ મુજબ ઇન્વેન્ટરી અને સોશિયલ મિડિયા તેમજ અન્ય માધ્યમથી માર્કેટિંગ કરી શકાય છે. ટેલરિંગ વર્કશોપ, ડિઝાઇનર અને સ્ટોક રાખવા માટે પુરતી જગ્યા ફાયદો કરાવે છે. ક્લોથિંગ રેન્ટલ બિઝનેસને એક પડકારરૂપ કારોબાર તરીકે સામાન્ય રીતે જાણકાર લોકો ગણે છે. જા કે તેમાં ખુબ શક્યતા સફળતાની રહેલી છ. કારોબારની શરૂઆત કઇ રીતં કરવામાં આવે તેવો પ્રશ્ન કરનાર લોકો માટે જવાબ એ છે કે આ બિઝનેસ માટે સૌથી પહેલા કેટેગરીની પસંદગી ઉચ્ચ પ્રાથમિકતા છે. જેમાં મહિલાઓ, પુરૂષો, બાળકો અને અન્ય માટે કેટેગરી સૌથી મહત્વપૂર્ણ બાબત છે. જા કે તમામ કેટેગરીની સાથે કારોબારની શરૂઆત કરવાની બાબત પડકારરૂપ હોઇ શકે છે. કેટેગરી પસંદ કરતા પહેલા માર્કેટ રિસર્ચ કરવા માટેની જરૂર હોય છે. જેમાં આ બાબતનો અભ્યાસ કરવામાં આવે છે કે ક્યાં પ્રકારના ભાડા પરના વ†ોની માંગ વધારે છે. આ બાબત પણ ધ્યાન રાખવા જેવી છે કે ડિમાન્ડની સાથે સાથે એ કેટેગરીની તમામ ચીજા મળી રહે. કિંમતો વાજબી રાખવામાં આવે તે જરૂરી છે.